સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    SKLPUK દ્વારા યુરોપનો સૌથી મોટો નવરાત્રિ મહોત્સવ ઉજવાયો

    શ્રી કચ્છ લેવા પટેલ યુકે (SKLPUK) દ્વારા વેસ્ટ લંડનના નોર્થોલ્ટમાં આર્ટ ઈન્ડિયા ગાર્ડન્સ ખાતે યુરોપના સૌથી મોટા નવરાત્રિ મહોત્સવની ઊજવણીનું સફળ આયોજન કરાયું હતું. આ સ્થળે 3500થી વધુ લોકોને સમાવવાની નોંધપાત્ર ક્ષમતા છે જ્યાં આ જોશીલા અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ઈવેન્ટને સલામતી અને પરંપરાઓ પ્રતિ વિશેષ પ્રતિબદ્ધતા સાથે યોજવામાં આવ્યો હતો.

    ઈનોકી દ્વારા જરૂરિયાતમંદ બાળકોનાં ઉત્થાન માટે લંડન દિવાળી બોલનું આયોજન

    ઈનોકી -Inochi દ્વારા 8 નવેમ્બરના દિવસે લંડન દિવાળી બોલનું આયોજન કરાઈ રહ્યું છે. ઈનોકીનું મિશન કોમ્યુનિટીઓને એકસંપ કરી, વૈવિધ્યતાને આત્મસાત કરી અને જરૂરિયાતમંદ બાળકોનાં પુનરૂત્થાન સાથે ‘જીવનની ઊજવણી કરવાનું અને આશા આપવા’ (Celebrate Life and Give Hope)નું છે તેમ તેના ચેરમેન અંજનીશ શેખરે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઈનોકીના ચેરમેન તરીકે જીવનના સીમાચિહ્નોને ઉજવવા અને સાથે મળીને અર્થસભર અસર ઉપજાવવા તમામ પશ્ચાદભૂના લોકોને એકત્ર કરવાની રૂપાંતરક્ષમ તાકાતથી તેમને પ્રેરણા હાંસલ થઈ છે. શેખરે જણાવ્યું હતું કે તેઓ જીવનને ઉજવતી અને આશા આપતી તેમજ ઊજ્જવળ ભવિષ્ય માટે આપણને સહુને એક બનાવતી ઉત્કૃષ્ટ રાત્રિમાં 8 નવેમ્બરે હિલ્ટન લંડન સ્યોન પાર્ક ખાતે સામેલ થવા સહુને આમંત્રણ આપે છે.

    IIM કોઝિકોડના પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ક્લેવમાં ભારતના સોફ્ટ પાવરનું મહત્ત્વ જણાયું

    ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ્સમાં એક ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કોઝિકોડ (IIMK) દ્વારા 24-25 ઓક્ટોબરે લંડનમાં ‘ગ્લોબલાઈઝિંગ ઈન્ડિયન થોટ’ પર સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ક્લેવનું આયોજન યુનિવર્સિટી ઓફ લંડનના પ્રતિષ્ઠિત સેનેટ હાઉસ ખાતે કરાયું હતું જેમાં સેંકડો બિઝનેસ અને એકેડેમિક ડેલીગેટ્સ હાજર રહ્યા હતા. આ બે દિવસના કાર્યક્રમમાં વિશ્વના પ્રભાવશાળી વિદ્વાનો, નીતિઘડવૈયા અને વિશ્વના નેતાઓ શિક્ષણ, ઈકોનોમિક્સ અને રિસર્ચ સહિતના ક્ષેત્રોમાં ભારતીય વિચારના વધતા વૈશ્વિક પ્રભાવ વિશે ચર્ચા કરવા એકત્ર થયા હતા.

    રામાયણના સંજીવની વૃક્ષ આધારિત બાળનાટક સાથે દિવાળીની ઊજવણી

    હિન્દુ કાઉન્સિલ યુકે (HCUK) સાથે સંકળાયેલા રીટા ટ્રસ્ટની પીપુલ સેન્ટર સાથે ભાગીદારીમાં દિવાળીની ઊજવણીનો આરંભ પ્રાચીન મહાકાવ્ય રામાયણના સંજીવની વૃક્ષ આધારિત બાળનાટક સાથે કરવામાં આવ્યો હતો. આ નાટક સતત 6 વર્ષથી ભજવાઈ રહ્યું છે.

    ગાંધીનગર અક્ષરધામમાં શ્રી ની

    સુપ્રસિદ્ધ અક્ષરધામ સંકુલમાં દીપાવલી નિમિત્તે 10 હજાર દીવડાનો અલૌકિક ઉત્સવ ઉજવાશે અને તેની સાથે સાથે શ્રી નીલકંઠવર્ણીની 49 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની સ્થાપના થશે. 11 નવેમ્બરે આ માટે ખાસ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. ભગવાન નીલકંઠવર્ણી શ્રી સ્વામિનારાયણની તપોમૂર્તિને ભાવાંજલિ થકી આવનારી અનેક પેઢીઓ તપ, જપ તથા સંયમની પ્રેરણા લઇ શકે તે માટે અક્ષરધામ સંકુલમાં પંચધાતુની આ મૂર્તિ સ્થપાઇ રહી છે. 

    હિન્દુ ફોરમ ઓફ બ્રિટન દ્વારા હ...

    હિન્દુ ફોરમ ઓફ બ્રિટન દ્વારા હાઉસ ઓફ કોમન્સ ખાતે દિવાળી ઉજવણી પ્રસંગે અન્નકૂટોત્સવનું ભવ્ય આયોજન થયું હતું, જેમાં આ વર્ષે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ - ‘કુમકુમ’ યુકેને અન્નકૂટ કરવાનું આમંત્રણ અપાયું હતું. મંદિરના સભ્યોએ ખાસ ડિઝાઈન કરેલા મંચ ઉપર શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરીને ભવ્ય અન્‍નકૂટની મનમોહક ગોઠવણી કરી હતી. 

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...)

    ગુજરાતના જાણીતા કેન્સર નિષ્ણ

    નવી દિલ્હી ખાતે યોજાયેલી ઇંડિયન સોસાયટી ઓફ મેડિકલ એન્ડ પીડિયાટ્રિક ઓન્કોલોજી (ISMPO)ની નેશનલ કોન્ફરન્સમાં ગુજરાતના જાણીતા કેન્સર નિષ્ણાત ડો. ભાવેશ પારેખને તબીબી ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ પદ્મશ્રી ડો. એસ. એચ. અડવાણીના હસ્તે ‘લિવિંગ લેજન્ડ ઓફ ઓન્કોલોજી’ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

    માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એ

    ગુજરાતી ભાષા-સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે સમર્પિત માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન દ્વારા 19 ઓક્ટોબરના રોજ ગુજરાતી શાળાના બાળકો માટે લક્ષ્મીપૂજનનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. દિવાળીનું ધાર્મિક મહત્ત્વ સમજાવવાની સાથેસાથે પંડિતજીએ પૂજાવિધિના કારણો અને અર્થ અંગે પણ સરસ જાણકારી આપી હતી. 

    વિલ્સડન સ્વામિનારાયણ મંદિરે નુતન વર્ષ સંવત 2081ના આગમનને વધાવવા અન્નકૂટ દર્શનની સાથે સાથે ભારતીય ધર્મ-સંસ્કૃતિની ઝાંખી દર્શાવતું પ્રદર્શન યોજાયું હતું.