સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    કોવિડ મહામારીના સમયમાં સેવા ડ

    સેવા ડે, સ્વીન્ડન દ્વારા ઘણાં વર્ષોથી આ વિસ્તારમાં સેવા પ્રોજેક્ટ્સ અને નિયમિત પ્રવૃત્તિઓ ચાલે છે. કોરોના મહામારીના કપરા સમયમાં પણ સંસ્થાના ૨૦૦થી વધુ વોલન્ટિયર્સની ટીમે સાઉથ વેસ્ટ ઈંગ્લેન્ડ અને વેલ્સ ઝોનમાં આઈસોલેશનમાં રહેલા વડીલો, પરિવારોને જરૂરી ગ્રોસરી શોપિંગ અને ફાર્મસી તેમજ કોવિડ માટે કામગીરી કરતાં લોકોને ગરમ ભોજન પૂરું પાડીને મદદરૂપ થયા હતા.

    કાર્ડિફમાં હિંદુ કાઉન્સિલ ઓફ

    વેલ્સમાં માર્ચ મહિનામાં અમલી બનેલા લોકડાઉન બાદ પ્રથમ મોટા ધાર્મિક કાર્યક્રમ તરીકે તા. ૨ ઓગસ્ટને રવિવારે કાર્ડિફમાં હિંદુ કાઉન્સિલ ઓફ વેલ્સ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી. સંતરામ મંદિર કોમ્યુનિટી સેન્ટરમાં આયોજિત રક્ષાબંધનની આ વાર્ષિક ઉજવણીમાં સામાન્ય રીતે તમામ ઉંમરની બહેનો ભાગ લેતી હોય છે અને પોતાના ભાઈના હાથના કાંડા પર તેમની રક્ષાના પ્રતીક સમી રાખડી બાંધે અને બદલામાં ભાઈ તેમને ગીફ્ટ આપે છે. આ વર્ષે સોશિયલ ડિસ્ટન્સિંગના પગલાંને લીધે ભાઈઓએ જાતે જ રાખડી બાંધી હતી અને ઉજવણી દરમિયાન બે મીટરનું અંતર જળવાઈ રહે તે માટે લોકોની સંખ્યા ઓછી રખાઈ હતી.

    પૂ. મહંત સ્વામીનું નેનપૂરમાં વ...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. સંસ્થાના વિદ્વાન સંતો દ્વારા ૧૯ ઓગસ્ટ, ૨૦૨૦ સુધી દરરોજ શ્રાવણ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. તેનું લાઇવ વેબકાસ્ટ sabha.baps.org પર કરાઈ રહ્યું છે. 

    શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા ક

    બુશીમાં ફાલ્કનર રોડ પર આવેલ શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર મિશન, યુકે કોરોના-૧૯ મહામારી સામે કાર્યરત સંસ્થાઓેને £ ૧,૦૦૦ની સહાય આપી રહી છે. 'સપોર્ટ અવર સુપરહિરોઝ' સ્કીમના સમાપનને પગલે SRMDસંસ્થા વોલન્ટિયરની મદદ તેમજ આર્થિક સહાય આપી રહી છે. આ પ્રોજેક્ટ્સ નોર્થવેસ્ટ લંડનના વોટફર્ડ, હર્ટ્સમીયરમાં ચાલે છે.

    બાલગોકુલમ સ્વીન્ડન ટીમે સ્વી

    બાલગોકુલમ સ્વીન્ડન ટીમ લોકલ ફૂડ બેંકને મદદ પહોંચાડવાના નેશનલ સેવા ડે ચેરિટીના અભિયાનમાં મદદરૂપ થઈ રહી છે. બાલગોકુલમ સ્વીન્ડન ટીમના ચેર વિજયન અપ્પુ નટરાજને જણાવ્યું હતું કે ટીમે સ્વીન્ડન ફૂડ કલેક્ટિવને પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ ફૂડ આઈટેમ્સનો બીજો જથ્થો પૂરો પાડ્યો હતો. આ સાથે અત્યાર સુધીમાં તે સંસ્થાને કુલ ૧,૫૭૧ કિ.ગ્રા ફૂડ આઈટેમ્સનો જથ્થો પૂરો પડાયો હતો. સ્વીન્ડન ફૂડ કલેક્ટિવ તરફથી આ જથ્થો ક્લેરે સ્વીકાર્યો હતો અને ટીમનો આભાર માન્યો હતો.

    લંડનના BAPS શ્રી સ્વામીનારાયણ મં...

    ૧૯૫૦માં પ.પૂ. શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી મહેન્દ્રભાઈ પટેલ, પુરુષોત્તમભાઈ પટેલ અને અન્ય કેટલાંક હરિભક્તોએ ભેગાં થઈને લંડનમાં સત્સંગ શરૂ કર્યો હતો. તે પછી ૧૯૫૩માં યોગીજી મહારાજના આશીર્વાદ સાથે લંડન આવેલા ડાહ્યાભાઈ મેઘાણી તેમની સાથે જોડાયા હતા. ઈસલિંગ્ટનમાં નાનું ચર્ચ ખરીદવામાં આવ્યું અને ચર્ચની જગ્યાએ મંદિર બનાવવામાં આવ્યું ત્યારે ૧૯૭૦માં યોગીજી મહારાજ ૧૨ સ્વામીઓ સાથે લંડનની મુલાકાતે આવ્યા હતા. લંડનમાં રોકાણ દરમિયાન તેમણે કહ્યું કે હરિભક્તોની સંખ્યામાં વધારો થશે. તેમણે આશીર્વાદ આપ્યા કે ભવિષ્યમાં અહીં વિશાળ શિખરબદ્ધ મંદિરનું નિર્માણ થશે.

    BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર,લંડ...

    BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડનની સ્થાપનાને ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી તેની ઉજવણી નિમિત્તે તા.૧૨.૮.૨૦ને બુધવારથી તા.૨૩.૦૮.૨૦ને રવિવાર દરમિયાન વિવિધ પ્રેરણાદાયક, ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ૧૯૯૫ના ઓગસ્ટમાં સ્થપાયેલું આ મંદિર પશ્ચિમ જગતનું આ પ્રકારનું પ્રથમ પરંપરાગત હિંદુ મંદિર બન્યું હતું. હજારો હરિભક્તો અને શુભેચ્છકોના ભવિષ્યનું આ મંદિરે ઘડતર કર્યું છે. લંડન ટેમ્પલ અને નીસડન ટેમ્પલ તરીકે જાણીતા આ મંદિરની સ્થાપત્ય કળા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. લંડન મંદિર શાંતિ, સંવાદિતા અને કોમ્યુનિટી સર્વિસના સુભગ સમન્વયનું કેન્દ્ર બન્યું છે.

    સેન્ટ લ્યૂક્સ ચેરિટીના સમર્થ

    સેન્ટ લ્યૂક્સ ચેરિટી (હેરો)ના મહિલા સપોર્ટર્સ દ્વારા દર વર્ષે યોજાતી મીડનાઈટ વોક કોવિડ-૧૯ના નિયંત્રણોને લીધે આ વર્ષે યોજી શકાઈ ન હતી. તેથી હેરો અને બ્રેન્ટની (મૂળ કચ્છના માધાપર ગામની) NRI મહિલાઓ અને તેમના મિત્રોએ મીડ-ડે વોક યોજવાનો નિર્ણય લીધો હતો. ૭ ઓગસ્ટને શુક્રવારે ૩૭ ડિગ્રી તાપમાન હોવા છતાં ૫૦ બહાદૂર મહિલાઓએ પીંક ડ્રેસ પરિધાન કરીને પાંચ માઈલની વોક શરૂ કરી હતી.

    • અનુપમ મિશન યુકે દ્વારા પાંચમો વાર્ષિક પાટોત્સવ અને સમૂહ શ્રાવણમાસ મહાપૂજાનું તા.૧૬.૦૮.૨૦ને રવિવારે સવારે ૧૧ વાગે (યુકે ટાઈમ) ઓનલાઈન આયોજન કરાયું છે. મહાપૂજામાં ભાગ લેવા https://anoopammission.my.webex.com/meet/hswami લીંક પર ક્લિક કરીને અને મહાપૂજામાં ન જોડાવા માગતા હો તો http://www.youtube.com/c/AnoopamMissionUK લીંક પર ક્લિક કરીને લાઈવ દર્શન નિહાળી શકશો. સંપર્ક. 01895 832 709, ઈમેલ – [email protected]

    પૂ. મહંત સ્વામીએ નેનપૂરમાં ધ્વ...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૧૫મી ઓગસ્ટે પૂ. મહંત સ્વામીએ નેનપૂરમાં ધ્વજવંદન કરાવીને ભારતના ૭૪મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સંસ્થાના સંતો હાથમાં નાના પ્રતીક ધ્વજ લઈને જોડાયા હતા. તે ઉપરાંત પૂ. મહંત સ્વામી ગઈ ૧૨ ઓગસ્ટથી લંડનમાં BAPS મંદિરની રજતજયંતી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમો ઓનલાઈન પ્રસારણના માધ્યમથી નિહાળે છે. તેમણે રજતજયંતીની બાળકો દ્વારા ઉજવણી પણ નિહાળી હતી. પૂ. મહંત સ્વામીએ મોબાઈલ અને ટેબ્લેટ માટે સત્સંગ દીક્ષા એપ્લિકેશન પણ લોંચ કર્યું હતું.