સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    ધ ફૂટબોલ એસો. અને નિસડન ટેમ્પલ દ્વારા વેમ્બલી સ્ટેડિયમમાં દિવાળીની ઐતિહાસિક ઊજવણી

    ધ ફૂટબોલ એસોસિયેશન (FA) અને નિસડન ટેમ્પલ તરીકે લોકપ્રિય શ્રી BAPS સ્વામિનારાયણ મંદિર,   લંડન ઈંગ્લિશ ફૂટબોલનાં ઘર વેમ્બલી સ્ટેડિયમ ખાતે ગુરુવાર 14 નવેમ્બરે દિવાળીની ઊજવણી કરવામાં ભાગીદાર બન્યાં હતાં. વેમ્બલી સ્ટેડિયમ ખાતે આ સૌપ્રથમ દિવાળી ઊજવણી હતી જે હિન્દુ,   શીખ અને જૈન કોમ્યુનિટીઓ માટે ઐતિહાસિક સીમાચિહ્ન બની રહી હતી તેમજ સહુના માટે ફૂટબોલમાં પાર્ટિસિપેશન અને મેળમિલાપને પ્રોત્સાહિત કરવા સમગ્ર દેશની કોમ્યુનિટીઓ સાથે નિકટતા સાથે કામ કરવાની ધ FAની પ્રતિબદ્ધતાનું જ્વલંત ઉદાહરણ છે. ધ FA તેની એવોર્ડવિજેતા ‘ફેઈથ એન્ડ ફૂટબોલ સીરિઝ’ના ભાગરૂપે દેશના મુખ્ય ધર્મો સાથે મહત્ત્વના ઈવેન્ટ્સની ઊજવણી કરે છે.

    ઐતિહાસિક ઈવેન્ટમાં યોગદાન આપવાનું મને ગૌરવ પ્રાપ્ત થયું

     હું ખુશબુ મિયાણી ફાઈનાન્સિયલ ઈન્ડસ્ટ્રીમાં પ્રોફેશનલ હોવાં સાથે હિન્દુ કોમ્યુનિટીમાં સક્રિય વોલન્ટીઅર પણ છું. ધ ફૂટબોલ એસોસિયેશન (FA) અને નિસડન ટેમ્પલના સહયોગમાં પ્રતિષ્ઠિત સ્થળ વેમ્બલી સ્ટેડિયમ ખાતે સૌપ્રથમ દિવાળી ઊજવણીના આયોજનમાં મદદરૂપ બનવાનું મારાં માટે ખરેખર વિશિષ્ટ પળ બની રહી હતી. નિસડન ટેમ્પલ ટીમના હિસ્સા તરીકે આ ઐતિહાસિક ઈવેન્ટમાં યોગદાન આપવાનું મને ગૌરવ પ્રાપ્ત થયું છે.

    ધ ભવન્સ દિવાળી ગાલા 2024 ઈવેન્ટઃ કળાપ્રતિભા, સખાવતી ભાવના અને સાંસ્કૃતિક કદરનો સંગમ

     યુનાઈટેડ કિંગ્ડમમાં ભારતીય કળા અને વિરાસતને ઉત્તેજનને સમર્પિત આદરપાત્ર સંસ્થા ભવન દ્વારા 16 નવેમ્બરે લંડન મેરિઓટ્ટ હોટેલ ખાતે આયોજિત ધ ભવન્સ દિવાળી ગાલા 2024 ઈવેન્ટ ભારતીય ક્લાસિકલ આર્ટ્સ અને સંસ્કૃતિની દૈદીપ્યમાન ઊજવણી બની રહ્યો હતો. આ ભવ્ય કાર્યક્રમ કળાની પ્રતિભા, સખાવતી ભાવના અને બહુસાંસ્કૃતિક કદરનો સંગમ હતો.

    BAPS સાઉથ ઈસ્ટ મંડળ દ્વારા દિવાળીની ઊજવણી

    બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) નિસડન મંદિરના સાઉથ ઈસ્ટ મંડળ દ્વારા ટાઉનહોલ ખાતે દિવાળીની ઊજવણી કરવામાં આવી હતી. એકતા અને સંવાદિતાની ભાવના સાથે કરાયેલી ઊજવણીના મુખ્ય મહેમાન તરીકે મેયર અને રોયલ બરો ઓફ ગ્રીનીચ ઉપસ્થિત રહ્યા હતા.

    વડતાલધામમાં લાખો હરિભક્તોની

    સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તિર્થધામ વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવની શુક્રવારે શ્રદ્ધાભેર પૂર્ણાહુતિ થઇ હતી. નવ દિવસ ચાલેલા ઉત્સવ દરમિયાન અંદાજે 30 લાખથી વધારે ભકતજનો આ સમૈયાના સાક્ષી બન્યા હતા. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

    પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભે

    ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે યજમાન ચંદ્રકાંતભાઈ દયાળભાઈ ધોળકિયા હતા. આ બન્ને યજમાને પોતાના દીકરા-દીકરીના લગ્ન હોઈ તે પ્રમાણે વિધિવિધાન સહિત આ પ્રસંગ દીપાવ્યો હતો.

    શાંતિ અને શાશ્વતતા સંકળાયેલા છેઃ મેગ્ના કાર્ટા પીસ કોન્ફરન્સમાં લોર્ડ શર્મા

    રીડિંગના વુડલી ખાતે સેન્ટ જેમ્સ ચર્ચમાં 9 નવેમ્બરે મેગ્ના કાર્ટા પીસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. આ નિમિત્તે COP 26ના પૂર્વ પ્રેસિડેન્ટ લોર્ડ પ્રેમ શર્મા KCMGએ કહ્યું હતું કે શાંતિ સરકી જઈ રહી છે પરંતુ, આપણે તેને પરત મેળવી શકીએ છીએ. અર્લે અને વુડલીના સ્થાનિક સાંસદ યુઆન યાંગ MP એ વર્તમાન સંઘર્ષના ક્ષેત્રો દર્શાવી ન્યાયની સાથે શાંતિ પ્રાપ્ત કરવા નીતિઓ ઘડવા વિશે જણાવ્યું હતું. ઓલ્ડ વિન્ડસરના લોર્ડ યંગે ક્વીન એલિઝાબેથ દ્વિતીય સાથે તેમના કામકાજ વિશેની સુક્ષ્મ સમજની જાણકારી સહુ સમક્ષ રજૂ કરી હતી.

    PNBIL દ્વારા સાંસ્કૃતિક ઉત્સાહ સાથે દિવાળી ઉત્સવની પરંપરાગત ઊજવણી

    પંજાબ નેશનલ બેન્ક (ઈન્ટરનેશનલ) લિમિટેડ (PNBIL) દ્વારા તેની મૂરગેટસ્થિત કોર્પોરેટ ઓફિસે ભારે જોશ અને સાંસ્કૃતિક ઉત્સાહ સાથે દિવાળી ઉત્સવની ઊજવણી કરવામાં આવી હતી. PNBILના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ રિતેશ મિશ્રાએ ઈવેન્ટની આગેવાની સંભાળી હતી તેમજ એકતાના મહત્ત્વ અને સાંસ્કૃતિક મૂલ્યોની સહભાગિતાના સંબોધન સાથે ઉપસ્થિત લોકોને પ્રેરણા પૂરી પાડી હતી.

    પંજાબી સોસાયટી ઓફ આઈલ્સ (1928) દ્વારા 96મી વર્ષગાંઠ અને દિવાળીની ઊજવણી

    પંજાબી સોસાયટી ઓફ આઈલ્સ (1928) દ્વારા શનિવાર 16 નવેમ્બરે વેમ્બલીમાં ક્લે ઓવન બેન્કિ્વેટિંગ સ્યૂટ્સ ખાતે 96મી વર્ષગાંઠ અને દિવાળીની ઊજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં ફૂડબેન્ક્સ અને ઘરવિહોણાને ભોજન માટે ભંડોળ પણ એકત્ર કરાયું હતું. આ ડિનર ઈવેન્ટમાં સોસાયટીના ઓનરરી પેટ્રન અને સાંસદ બનનારાં પ્રથમ પંજાબી મહિલા તેમજ યુકેના પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ફોર માઈગ્રેશન એન્ડ સિટીઝનશિપ સીમા મલ્હોત્રા MP સહિત 150થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં.