સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    અબુ ધાબીસ્થિત BAPS હિન્દુ મંદિરે દુબઈ મરિનાની જે ડબલ્યુ મેરિયોટ હોટેલ ખાતે 20 નવેમ્બરે માશરેકના સહયોગમાં આયોજિત પ્રોજેક્ટ એવોર્ડ્સ 2024માં બે પ્રતિષ્ઠિત નેશનલ અને ઈન્ટરનેશનલ એવોર્ડ્ઝ જીત્યાં છે. હિન્દુ મંદિરને તેની સ્થાપત્ય કૌશલ્ય, સાંસ્કૃતિક મહત્ત્વ અને રચનાત્મક સામાજિક અસરની કદરરૂપે યુએઈમાં શ્રેષ્ઠ સાંસ્કૃતિક પ્રોજેક્ટ તેમજ મિડલ ઈસ્ટ એન્ડ નોર્થ આફ્રિકા (MENA)માં બેસ્ટ કલ્ચરલ પ્રોજેક્ટ માટે એવોર્ડ્ઝથી સન્માનિત કરવામાં આવ્યું છે.

    સાઉથોલ ટ્રાવેલની અપ્રતિમ સફળતાઃ બ્રિટિશ ટ્રાવેલ એવોર્ડ્ઝમાં સિલ્વર એવોર્ડ

    સાઉથોલ ટ્રાવેલને પ્રતિષ્ઠિત બ્રિટિશ ટ્રાવેલ એવોર્ડ્ઝમાં મિડલ ઈસ્ટ/નોર્થ આફ્રિકા માટે શ્રેષ્ઠ ટ્રાવેલ કંપની કેટેગરીમાં સિલ્વર એવોર્ડ એનાયત કરાયો છે. આ સન્માન સાઉથોલ ટ્રાવેલ માટે સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે જે વિશ્વના સૌથી ગતિશીલ અને લોકપ્રિય પ્રદેશોમાં અભૂતપૂર્વ પ્રવાસ અનુભવ પૂરો પાડવાની કંપનીની નિષ્ઠા પ્રદર્શિત કરે છે.

    બિઝનેસ અને નેતૃત્વમાં મહિલા સશક્તિકરણને ઉજવતો વાયમન સોલિસિટર્સનો ઈવેન્ટ

    વાયમન સોલિસિટર્સ દ્વારા 24 ઓક્ટોબર 2024ના રોજ હેરો, નોર્થ વેસ્ટ લંડન ખાતે ‘બ્રેકિંગ ધ ગ્લાસ સીલિંગ’ના સફળ ઈવેન્ટની યજમાની કરવામાં આવી હતી. બિઝનેસ અને સીનિયર લીડરશિપ ભૂમિકામાં મહિલા સશક્તિકરણને સમર્પિત ઈવેન્ટમાં વિવિધ ઉદ્યોગોમાં અગ્રણી મહિલાઓ અર્થસભર વાતચીત, નેટવર્કિંગ અને મોટિવેશન માટે એકત્ર થઈ હતી.

    92 વર્ષ જુની રજિસ્ટર્ડ ચેરિટી સંસ્થા મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા વિવિધ ક્ષેત્રોમાં અનન્ય યોગદાન આપનારા દીર્ઘદર્શી કલ્પનાશીલ નેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સકાળ મીડિયા ગ્રૂપના ચેરમેન પ્રતાપરાવ પવાર, ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈસીસ લિમિટેડના MD અને CEO પુનિત ગોએન્કાને ‘ગ્લોબલ પ્રાઈડ ઓફ મહારાષ્ટ્ર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રતાપરાવ પવારને મીડિયા, એજ્યુકેશન અને સામાજિક વિકાસના ક્ષેત્રે યોગદાન જ્યારે પુનિત ગોએન્કાને મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં નેતૃત્વ માટે સન્માન કરાયું હતું.

    LCNL દ્વારા રવિવારે મેડિકલ આઇ કે

    એલસીએનએલ દ્વારા પહેલી વખત માત્ર આંખો માટે મેડિકલ કેમ્પ યોજાયો છે. જેમાં મૂરફિલ્ડ આઇ હોસ્પિટલમાં કામ કરતાં ડો. મીરા રાડિયા અને ભરત રુઘાની ઉપરાંત એસેક્સના કન્સલ્ટન્ટ ઓપ્થેલ્મિક સર્જન ડો. નિરલ કારિયા સેવા આપશે.

    ‘પૈસા વગર પણ સેવાકાર્ય કેવી રી...

    ગયા વર્ષે અમદાવાદના સીમાડે આવેલા ઓગણજ ખાતે બીએપીએસ દ્વારા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. આ ભવ્યાતિભવ્ય મહોત્સવના આયોજન ઉપર આઈઆઈએમ-અમદાવાદ દ્વારા કેસ રિસર્ચ સ્ટડી કરાયો છે. આ અભ્યાસમાં 600 એકરમાં ફેલાયેલું ‘પ્રમુખ સ્વામી મહારાજ નગર’ માત્ર નવ મહિનામાં કેવી રીતે સાકાર થયું, સતત 35 દિવસ સુધી લાખો લોકોની અવરજવરથી ધમધમતા રહેલા આ વિશાળ પ્રોજેક્ટના આયોજનથી લઇને અમલીકરણનો વિશિષ્ટ અભિગમ તેમજ આ નગરમાં 1.2 કરોડથી વધુ મુલાકાતીઓના સફળ સંચાલનની માહિતીને આવરી લેવામાં હતી. જેના આધારે કુલ ત્રણ કેસ સ્ટડી તૈયાર કરવામાં આવ્યા છે.

    નવનાત સેન્ટરમાં સ્પીડ ડેટિંગ ઈવેન્ટ યોજાયો

    વણિક કાઉન્સિલ દ્વારા 40 કરતાં વધુ વર્ષથી લગ્નમેળાવડાઓનું આયોજન કરવામાં આવે છે જેને હવે સ્પીડ ડેટિંગ નામથી ઓળખવામાં આવે છે. સ્પીડ ડેટિંગ થકી યુવાન જૈન અને હિન્દુ લગ્નોત્સુકોને મળવા અને જીવનસાથી શોધવાની તક પૂરી પડાય છે. આ વર્ષે NCGOના સહયોગ સાથે નવનાત સેન્ટર ખાતે રવિવાર 17 નવેમ્બર 2024ના રોજ ઈવેન્ટ યોજાયો હતો જેમાં 157 લગ્નોત્સુકોએ ભાગ લીધો હતો.

    હૃદયને થોડી સ્પેસ આપી તેનો અવાજ સાંભળવો જરૂરીઃ  બ્રહ્મવિહારી સ્વામી

    યુએઈમાં અબુ ધાબીસ્થિત BAPS હિન્દુ મંદિર દ્વારા IGF લીડર્સ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં, એકતા, સહકાર અને ઈનોવેશનની ઊજવણી કરવામાં આવી હતી. ભારત અને મિડલ ઈસ્ટના અગ્રણી નેતાઓ અર્થસભર સંવાદ, સહકાર અને નેટવર્કિંગની સાંજ માટે અહીં એકત્ર થયા હતા. પ્રાચીન સભ્યતાઓની કથા કંડારતી અતિ બારીક કારીગીરી ધરાવતું માસ્ટરપીસ હિન્દુ મંદિર આંતરધર્મીય સંવાદનું પ્રતીક છે તેમજ ભારત અને યુએઈ વચ્ચે એકતા અને સાંસ્કૃતિક સમજના સહભાગી મૂલ્યોને મૂર્તિમંત બનાવે છે. આ સંદર્ભમાં BAPS હિન્દુ મંદિર ભારત અને મિડલ ઈસ્ટના અગ્રણી નેતાઓ વચ્ચે અર્થસભર સંવાદનું સ્થળ બની રહે તેમાં કોઈ આશ્ચર્ય ન કહેવાય. આ વર્ષના આરંભે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થયા પછી આ મંદિર બંને દેશો વચ્ચે મજબૂત સંબંધોની દૂરદર્શી કલ્પનાનો પુરાવો હોવા સાથે ભવ્ય લેન્ડમાર્ક બની રહ્યું છે. આ ઈવેન્ટમાં યુએઈસ્થિત ભારતીય રાજદૂત સંજય સુધીર અને BAPS હિન્દુ મંદિરના વડા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીની ઉપસ્થિતિએ શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

    SRLC મિશન આફ્રિકાઃ 16 આફ્રિકન દેશોમાં આશાની દીવાદાંડી

    શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર (SRLC) દ્વારા SRLC મિશન આફ્રિકાના સપોર્ટમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં 200થી વધુ ફિલાન્થ્રોપિસ્ટ્સ, અગ્રણી વિચારકો અને ચેન્જમેકર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમે 16 આફ્રિકન દેશોમાં SRLCના કાર્યોની શક્તિશાળી અસરને પ્રદર્શિત કરી હતી. મહેમાનોએ કરાઈ રહેલાં સખાવતી કાર્યોની વ્યાપકતા બિરદાવી હતી તેમજ આફ્રિકન દેશોમાં કેટલાંક સૌથી વંચિત વિસ્તારોમાં અમલી કરાઈ રહેલા નોંધપાત્ર પ્રોજેક્ટ્સ વિશે વધુ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુરના સ્થાપક, જ્ઞાની ગુરુ, આધ્યાત્મિક વિઝનરી અને માનવતાવાદી નેતા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા.