સ્ટેનમોર સ્વામિનારાયણ મંદિરે દીપોત્સવની ઉજવણી પ્રસંગે ધનતેરસ, કાળીચૌદશ અને લક્ષ્મીપૂજન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પહેલી નવેમ્બરે દિવાળીની રંગારંગ આતશબાજી યોજાઇ હતી તો બીજી નવેમ્બરે યોજાયેલા અન્નકૂટ ઉત્સવમાં જાતભાતના વ્યંજનો શ્રીજીના ચરણે ધરાવાયા હતા.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
વિલ્સડન સ્વામિનારાયણ મંદિરે નુતન વર્ષ સંવત 2081ના આગમનને વધાવવા અન્નકૂટ દર્શનની સાથે સાથે ભારતીય ધર્મ-સંસ્કૃતિની ઝાંખી દર્શાવતું પ્રદર્શન યોજાયું હતું, જેમાં લ્હાવો લેવા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા હતા.
અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર ખાતે શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં અનેક વેપારીઓ દ્વારા પરંપરાગત લક્ષ્મીપૂજન કરાયું હતું.
વિક્રમ સંવત 2080ની વિદાય વેળાએ અક્ષર મંદિરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં દિવાળી મહોત્સવની ધામધૂમથી ઊજવણી કરાઇ હતી. દિવાળીના પર્વને અનુરૂપ મંદિર પરિસરને શણગારાયું હતું. પ્રાતઃ કાળે સાત વાગ્યે સંગીતજ્ઞ સંતો દ્વારા ભક્તિ-સંગીત સાથે હરિભક્તોએ સ્વામીના પૂજા દર્શનનો લ્હાવો લીધો હતો.
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં નવા વર્ષ નિમિત્તે 51 હજાર કિલોની 5100થી વધુ વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો.
ઇસ્કોન ભક્તિવેદાંત મેનોર ખાતે રવિવારે દિવાળી પર્વની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગની તસવીરમાં (ડાબેથી) જીજ્ઞેશ પટેલ, ભૂમિકાબહેન પટેલ, દિનાબહેન મનોજ લાડવા, ધર્મ પટેલ, સી.બી. પટેલ અને સુભાષભાઇ પટેલ.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા (CF India) દ્વારા ગત સપ્તાહે તાજ ખાતે વાર્ષિક દિવાળી રિસેપ્શનનું આયોજન કરાયું હતું જેમાં, પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાક MP ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ રિસેપ્શન કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે રિશિ સુનાકનો આખરી સમારંભ હતો. દિવાળી રિસેપ્શન સમારંભમાં વિશિષ્ટ મહેમાનોમાં યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી, લોર્ડ ડોલર પોપટ, બોબ બ્લેકમેન MP, સહિત અન્યોનો સમાવેશ થયો હતો.
હિન્દુ સમુદાય માટે શનિવાર 19 ઓક્ટોબરનો દિવસ આધ્યાત્મિક સીમાચિહ્ન બની રહ્યો હતો જ્યારે સાઉથ લંડનમાં પ્રથમ વખત પવિત્ર શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરાયું હતું. ભાગવત સપ્તાહની વ્યાસપીઠ પર જગદ્ગુરુ સ્વામીશ્રી કૃપાલુ મહારાજના જાણીતા શિષ્યા અને સનાતન વેદિક શાસ્ત્રોના પ્રતિષ્ઠિત વિદ્વાન પૂજનીયા રામેશ્વરી દેવીજી વિરાજમાન થયાં હતાં.
અયોધ્યામાં બની રહેલા રામમંદિરની કામગીરી આગામી જૂનના બદલે સપ્ટેમ્બર 2025 સુધીમાં સંપૂર્ણ થશે એમ રામમંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ જણાવ્યું છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં શ્રીરામલલાની પ્રતિમાની નવનિર્મિત મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરાઇ હતી.
