સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    SPMS UK અને ભારતીય હાઈ કમિશન દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ,  સરદાર પટેલની 150મી જન્મજયંતી ઉજવાઈ

    સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે (SPMS UK) દ્વારા ભારતીય હાઈ કમિશનના સહયોગમાં રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઊજવણી  6  નવેમ્બર 2024, બુધવારના દિવસે લંડનમાં ભારતીય હાઈ કમિશન ખાતે યોજવામાં આવી હતી. સંઘટિત ભારતના સ્થાપક પિતા તરીકે સરદાર પટેલના વારસાને સન્માન આપવા બહોળી સંખ્યામાં મહાનુભાવો અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

    NCGO UK દ્વારા યાદગાર દિવાળી સ્નેહમિલન ઊજવણી

    નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO UK) દ્વારા 10 નવેમ્બરે જોશપૂર્ણ અને યાદગાર દિવાળી સ્નેહમિલન ઊજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જે માત્ર પ્રકાશના ઉત્સવ સંદર્ભે જ નહિ પરંતુ, સિદ્ધિઓથી ભરપૂર વર્ષ અને ભવિષ્ય માટે રોમાંચક કલ્પનાઓના સ્મરણોત્સવ સમાન હતું. NCGO UKની એક્ઝિક્યુટિવ કમિટી (EC)ના સભ્યો, પ્રભાવશાળી કોમ્યુનિટી અગ્રણીઓ તેમજ અન્યો સાથેની સમર્પિત ટીમ દ્વારા આ કાર્યક્રમનું બારીકાઈથી આયોજન કરાયું હતું.

    ABPL પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને હર્ષભેર વધાવ્યું

    વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા ABPL પરિવારે ઉત્સવી માહોલને માણવા નિકટના મિત્રગણને તેમની હેરો ઓફિસ ખાતે આમંત્રિત કર્યા હતા. મહેમાનોમાં હેરોના ડેપ્યુટી મેયર કાઉન્સિલર અંજનાબહેન પટેલ, દેવેન સંઘાણી, સુભાષભાઈ ઠકરાર OBE, કૃષ્ણાબહેન પૂજારા, જયકિશન વાલા, એઈરિન, સીબી પટેલ, કાન્તિભાઈ નાગડા MBE, જ્યોત્સનાબહેન શાહ, સુભાષ પટેલ, કિશોર પરમાર, પૂજાબહેન રાવલ, તનિશા ગુજરાથી, આશાબહેન પટેલ, રાજેન્દ્ર જાની અને ઓમકાર નાઈકનો સમાવેશ થયો હતો.

    એલ્સ્ટ્રી એન્ડ બોરહામવૂડ કાઉન્સિલ દ્વારા સૌપ્રથમ દિવાળી ઈવેન્ટ યોજાયો

    એલ્સ્ટ્રી એન્ડ બોરહામવૂડ ટાઉન કાઉન્સિલ દ્વારા સૌપ્રથમ વખત એલમ હોલ એન્ડ મેનોર હાઉસ ખાતે દિવાળી ઈવેન્ટનું આયોજન કરતા કોમ્યુનિટીનું વાતાવરણ ઐતિહાસિક ઊજવણીના આનંદ, ઉત્સાહ અને સંગીત સાથે જીવંત બની ગયું હતું. કાઉન્સિલર તુષાર કુમાર અને હર્ટ્સમીઅરના ડેપ્યુટી મેયર પરવીન રાણી અને તેમની નિષ્ઠાવાન ટીમે દ્વારા આયોજિત ઈવેન્ટમાં 20થી વધુ સંસ્થાઓએ ભાગ લીધો હતો.

    વેલ્સમાં દિવાળીની ભવ્ય ઊજવણી

    વેલ્શ સરકાર અને ઓનરરી કોન્સ્યુલેટ ઓફ ઈન્ડિયા દ્વારા 7 નવેમ્બરે સ્વાનસી યુનિવર્સિટીના બે કેમ્પસના ધ ગ્રેટ હોલ ખાતે દિવાળીની ઊજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આર્મી બેન્ડ કોર્પ્સ ઓફ ડ્રમ્સ તેમજ રેખા નાટ્ય એકેડેમીએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ઈવેન્ટના યજમાનપદે વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર એલુનેડ મોર્ગન MS હતાં.

    સ્વિન્ડન હિન્દુ ટેમ્પલે પાર્લામેન્ટમાં દિવાળી ઉજવી ઈતિહાસ સર્જ્યો

     સ્વિન્ડન હિન્દુ ટેમ્પલ અને કલ્ચરલ સેન્ટર દ્વારા બુધવાર 6 નવેમ્બરે યુકે પાર્લામેન્ટમાં ભવ્ય દિવાળી ઊજવણીના આયોજનથી ઈતિહાસ સર્જ્યો હતો. સાઉથ વેસ્ટ ઓફ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સની કોઈ સંસ્થા દ્વારા સૌપ્રથમ વખત પાર્લામેન્ટમાં દિવાળી ઊજવણી કરાઈ હતી જ્યાં સ્વિન્ડનના બંને સાંસદ વિલ સ્ટોન અને હૈદી એલેકઝાન્ડર પણ ઉપસ્થિત હતાં. સાંસદો,બ્રિટિશ આર્મ્ડ ફોર્સીસના કર્મચારીઓ, હિન્દુ, જૈન, શીખ, ક્રિશ્ચિયન અને મુસ્લિમ કોમ્યુનિટીના લોકો, ભારતીય, બ્રિટિશ, નેપાળી, શ્રીલંકન, આફ્રિકન કોમ્યુનિટી સંસ્થાઓના અગ્રણીઓ અને મહેમાનોએ પ્રકાશ, આશા અને એકતા ઉત્સવની ઊજવણીમાં સમૃદ્ધ સાંસ્કૃતિક અને પરંપરાગત પરંપરાઓની સમજ કેળવી હતી. આ ઈવેન્ટ યુકેની સાંસ્કૃતિક વિવિધતા અને બ્રિટિશ સમાજને હિન્દુ કોમ્યુનિટીના યોગદાનના મજબૂત પુરાવારૂપ બની રહ્યો હતો.

    MML દ્વારા રાત્રિ ક્રૂઝ પાર્ટી સાથે દિવાળીની ભવ્ય ઊજવણી

    મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા 9 નવેમ્બરની રાત્રે રિવર થેમ્સ પર ભવ્ય ક્રૂઝ દિવાળી ઊજવણી કરવામાં આવી હતી. કોમ્યુનિટીના સભ્યો અને મહેમાનોએ સંગીત, ડાન્સ સાથે ઉત્સવના ચાર કલાકના વાતાવરણમાં ડિનર અને ડ્રિન્ક્સનો પણ લહાવો લીધો હતો. વેસ્ટમિન્સ્ટર પિયર પરથી નીકળેલા ક્રૂઝે દિવાળીની રોશનીથી ઝગમગતી લંડનની સ્કાયલાઈન અને લેન્ડમાર્ક્સનું આકર્ષક દર્શન કરાવ્યું હતું. ક્રૂઝ પાર્ટીમાં આશરે 200 મહેમાનો ઉપસ્થિત હતા.

    ચેરિટી ઈનોકીના કોર્પોરેટ દિવાળી બોલ દ્વારા દિવ્યાંગ બાળકો માટે ભંડોળ એકત્ર કરાયું

    ચેરિટી ઈનોકી દ્વારા 8 નવેમ્બરે પ્રતિષ્ઠિત હિલ્ટન લંડન સ્યોન પાર્ક ખાતે આયોજિત પ્રથમ લંડન કોર્પોરેટ દિવાળી બોલને નોંધપાત્ર સફળતા મળી હતી તેમજ ચિલ્ડ્રન્સ ચેરિટી સંસ્થા વેરાયટી અને ધ કાર્તિક ફાઉન્ડેશનના સહકારમાં દિવ્યાંગ અને વંચિત બાળકો માટે ગણનાપાત્ર ભંડોળ એકત્ર કરી શકાયું હતું.   સાંસ્કૃતિક ઊજવણી, સખાવત અને અનુદાનના આ ભવ્ય ઈવેન્ટમાં સધરલેન્ડ, ICICI બેન્ક એશિયન વોઈસ-ગુજરાત સમાચાર, ડેટા ઈન્ક. હિન્દુસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એન્વિઝન કન્સલ્ટ્સ,   ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશન ગ્રૂપ સહિત કોર્પોરેટ વિશ્વ, સ્થાનિક સમુદાયો અને એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીના પ્રતિષ્ઠિત મહાનુભાવો એકત્ર થયા હતા.

    વિશ્વ ઉમિયાધામની મૂર્તિ માટે...

    વિશ્વ ઉમિયાધામ-જાસપુર અમદાવાદ ખાતે દિવાળી-નૂતન વર્ષ નિમિત્તે સંસ્થાના હોદ્દેદારો, દાતાઓ, તમામ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવવા તેમજ અરસપરસના વિચોરોનું આદાન-પ્રદાન થાય તે હેતુસર સ્નેહમિલન યોજાયું હતું. તેમાં 1500થી વધુ પરિવારોએ હાજરી આપી હતી. આ પ્રસંગે વિશ્વ ઉમિયાધામમાં મા ઉમિયાની મૂર્તિ માટે 50 તોલા સોનાની અને 40 કિલો ચાંદીના દાનની જાહેરાત થઇ હતી. વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર નિર્માણ માટે મહિલાઓએ 5 કરોડનું દાન જાહેર કર્યું હતું.

    ઓસ્ટ્રેલિયામાં વૈષ્ણવ સમાજે શનિવારે અત્રેના મંદિરમાં ગોવર્ધન પૂજાની સાથે દિવાળી સ્નેહમિલનનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણને 56 વાનગીનો અન્નકૂટ ધરાવાયો હતો.