લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા રવિવાર પહેલી ડિસેમ્બર 2024ના દિવસે સમર્પિત આંખ સંભાળ ઈવેન્ટ યોજવામાં આવ્યો હતો. આ સફળ ઈવેન્ટમાં આશરે 250 લોકો હાજર રહ્યા હતા. આંખના આરોગ્ય વિશે જાગરુકતા ઉભી કરવાના હેતુસરના ઈવેન્ટનું આયોજન પ્રોફેસર ભિક કોટેચા અને ભરત રુઘાણી (મૂરફિલ્ડ્સ) દ્વારા કરાયું હતું અને તેમાં નિષ્ણાત લેક્ચર્સ, આપસી ચર્ચા અને આંખની સઘન તપાસ (સ્ક્રીનિંગ)નો સમાવેશ થયો હતો.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
પરમ શક્તિપીઠ ઓફ યુકે દ્વારા યુગપુરુષ મહામંડલેશ્વર ગુરુદેવ સ્વામી પરમાનંદગિરિજી મહારાજની ઉપસ્થિતિમાં યુકે પાર્લામેન્ટ ખાતે ‘વર્લ્ડ પીસ એટ ક્રોસરોડ્સઃ ઓફરિંગ ફ્રોમ ધ સનાતન ધર્મ’ વિષય પર મેળાવડાનું આયોજન કરાયું હતું. બોબ બ્લેકમેન MP એ પૂજ્ય ગુરુદેવનું સ્વાગત કરવા સાથે કહ્યું હતું કે વિશ્વની વર્તમાન અરાજકતાપૂર્ણ સ્થિતિમાં ગુરુદેવનો ઉપદેશ યોગ્ય છે. મંદિરોના ટ્રસ્ટીઓ, સામાજિક સંસ્થાઓના સભ્યો, શીખ કોમ્યુનિટીના મિત્રો સહિત વિવિધ દેશો અને ધર્મોમાંથી આવેલા ઓડિયન્સને વિશ્વશાંતિને પ્રોત્સાહિત કરતો ઉપદેશ સાંભળવા મળ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર સુવર્ણ મહોત્સવને વર્ચ્યુઅલ સંબોધન કરતાં કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં જનસેવાને જ સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે. સેવાને શ્રદ્ધા, આસ્થા અને ઉપાસનાથી પણ ઊંચુ સ્થાન અપાયું છે કેમ કે કોઇ પણ માનવીની સેવા કરવાથી વ્યક્તિમાં એક પરિવર્તન આવે છે અને ત્યાંથી આધ્યાત્મિક યાત્રાને દિશા મળે છે.
બીએપીએસ કાર્યકર સ્વર્ણિમ મહોત્સવને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસ્થાની સંગઠન શક્તિને બિરદાવતા કહ્યું હતું કે, સંગઠન શક્તિથી જ મોટા કાર્યો પાર પડી શકે છે. તેમણે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા કાર્યકર સુવર્ણ સમારોહ અંગે કહ્યું કે, અહીં અનેક ક્રિકેટ મેચમાં જય પરાજય થયા હશે, પરંતુ આજે તો પૂજ્ય મહંત સ્વામીની નિશ્રામાં માત્રને માત્ર વિજય જ વિજય છે.
કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન અને ગૃહમંત્રીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનના યુગની શરૂઆત થઈ છે. ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે આજે ભારત વિકાસના પંથે આગળ વધી રહ્યુ છે. આપણી વિરાસતોમાંથી પ્રેરણા લઈને વિકસિત ભારતના નિર્માણ તરફ આપણે ગતિ કરવાની છે. સનાતન ધર્મ સંસ્કૃતિ, સમાજ ઉત્થાન માટે સતત પ્રવૃત્ત સંતવર્યો - ગુરુજનોની વિરાસતને આપણે આગળ ધપાવવાની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
છેલ્લાં 100 કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની અદભૂત રજૂઆત કરવામાં આવી હતી. સત્પુરુષના પ્રેમ દ્વારા આ બીજ અંકુરિત થાય છે.
પ્રતિષ્ઠિત E2E 100 Tracksના ભાગરૂપે યુકેમાં ઝડપથી વિકસી રહેલી 600 કંપનીઓને સન્માનવા E2E દ્વારા લંડનમાં અભૂતપૂર્વ ભવ્ય રિસેપ્શનનું આયોજન કરાયું હતું. આ ઈવેન્ટમાં ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓ, કલ્પનાશીલ એન્ટ્રેપ્રીન્યોર્સ, અને વિશિષ્ટ મહાનુભાવો ઈનોવેશન, સ્થિતિસ્થાપકતા અને ઉદ્યોગસાહસિકતાની પરિવર્તનકારી શક્તિને ઉજવવા એકત્ર થયા હતા. આ ઈવેન્ટ યુકેની ઉદ્યોગસાહસિક કોમ્યુનિટીની તાકાતનો પુરાવો બની રહ્યો હતો.
હેરો બિઝનેસ સેન્ટર (HBC) દ્વારા 29 નવેમ્બર 2024ના રોજ વાર્ષિક ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સેન્ટરમાં રહેલી 40થી વધુ ઓફિસીસના ક્લાયન્ટ્સ ફેસ્ટિવ સીઝનને ઉજવવા એકત્ર થયા હતા. ડાયરેક્ટર્સ અતુલ સંઘાણી અને દેવેન સંઘાણીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને સેન્ટરના મિશન સંદર્ભે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના યુવા સંગઠન દ્વારા રાજ્યમાં આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. વિશ્વની સૌથી મોટી સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ VPL-3નું આયોજન અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને હિંમતનગરમાં કરાયું છે.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર-નૈરોબી ખાતે કેન્યાના 61મા જમ્હુરી ડેની ધ્વજ લહેરાવીને ઉજવણી કરાઈ હતી. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે આ કાર્યક્રમમાં પધારેલા માનવંતા મહેમાનો અને આફ્રિકા ગ્રોથ ઇનિશિએટિવ (AFI)ના વરિષ્ઠ સભ્યોની ઉપસ્થિતિમાં કેન્યાના 61મા જમ્હુરી ડેની ધ્વજ લહેરાવી ઉજવણી કરી હતી. આ પ્રસંગે વિશાળ સંતવૃંદ તથા વિદેશી પર્યટકો, સ્થાનિક હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
