સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    અયોધ્યા રામમંદિરની વાર્ષિક આ

    પર્યટકો અને શ્રદ્ધાળુઓની પ્રથમ પસંદગી બની ગયેલી રામનગરી અયોધ્યા નવા નવા રેકોર્ડ નોંધાવી રહી છે. વાર્ષિક આવકની બાબતમાં રામમંદિર દેશનું ત્રીજું સૌથી મોટું મંદિર બની ગયું છે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પછી અત્યાર સુધીમાં અયોધ્યામાં 13 કરોડ કરતાં વધારે શ્રદ્ધાળુઓ અને પર્યટકો પહોંચ્યા છે. મંદિરની વાર્ષિક આવક 700 કરોડ રૂપિયાની પાર પહોંચી છે. વાર્ષિક આવકની બાબતમાં રામ મંદિરે સુવર્ણ મંદિર, વૈષ્ણોદેવી અને શિરડી સાઈ મંદિરને પાછળના ક્રમે ખસેડી દીધા છે.

    ઉસ્તાદ તબલાવાદક ઝાકિર હુસૈનને ભારતીય વિદ્યા ભવનની શ્રદ્ધાંજલિ

    ભારતીય વિદ્યા ભવન, લંડન દ્વારા રવિવાર, 16 ફેબ્રુઆરી 2025ના રોજ થોડાં સપ્તાહ અગાઉ ચિરવિદાય લઈ ગયેલા ઉસ્તાદ તબલાવાદક ઝાકિર હુસૈનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઝાકિરભાઈ અને તેમના દાયકાઓના બેમિસાલ કાર્યને જાણતા ઈવેન્ટ ઓર્ગેનાઈઝર્સ અને ઘણા વ્યક્તિઓએ તેમને યાદ કર્યા હતા.

    મસ્કત ગુજરાતી સમાજ એટલે ભારત અ...

    મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા એ ઘણી મોટી ઉપલબ્ધિ છે અને ઓમાનમાં સ્થાનિક લોકો સાથે એકરસ થઈને સૌનો આદર મેળવવા બદલ સમાજના દરેક લોકોને હું અભિનંદન આપું છું, એમ ઓમાન ખાતેના ભારતીય રાજદૂત અમિત નારંગે સુવર્ણજયંતી ઉજવણીની પૂર્વ સંધ્યાએ ગરિમાપૂર્ણ સમારંભને સંબોધતા જણાવ્યું હતું.

    કડી સ્વામિનારાયણ મંદિરે ઘનશ્

    કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ ઉત્સવ યોજાયો હતો.

    કુમકુમ ‘આનંદધામ’-હીરાપુર ખાત

    અમદાવાદ નજીક હીરાપુર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ‘આનંદધામ’ ખાતે મહા સુદ પૂનમની ઉજવણી પ્રસંગે અબજીબાપાશ્રીની વાતોની 11 પારાયણો ઉપરાંત ધ્યાન - ભજન - કીર્તન યોજાયા હતા. આ પ્રસંગે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સની ચેરિટી સંસ્થા પાર્કિન્સન્સ યુકે સાથે પાર્ટનરશિપ

    ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સે પાર્કિન્સન્સ ડિસીઝ અંગે સાઉથ એશિયન કોમ્યુનિટીમાં જાગરૂકતા ઉભી કરવા તેમજ તેના વિશે ચર્ચા-વાતચીત આગળ વધારવાના હેતુસર ચેરિટી સંસ્થા પાર્કિન્સન્સ યુકે સાથે પાર્ટનરશિપ કરી છે. પાર્કિન્સન્સ વિશ્વમાં ઝડપથી ફેલાતી ન્યૂરોલોજિકલ કંડિશન છે અને યુકેમાં આશરે 153,000 લોકોને તેની અસર છે.

    કેરળના ત્રિશૂરમાં આવેલાં કોમ્બારા શ્રીકૃષ્ણ સ્વામી મંદિરે તેમના કોઇપણ ધાર્મિક કાર્યમાં અસલી હાથીઓના ઉપયોગ કરવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને વધાવી લેતાં વિખ્યાત સિતારવાદક અનુષ્કા શંકરે - ‘પેટા’ (પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ) ઇન્ડિયા સાથે મળીને મંદિરને આઠ મીટર લાંબા અને 800 કિલો વજનના યાંત્રિક હાથીનું દાન કર્યું છે.

    સનાતન ધ્વજવાહક ઇસ્કોનના સ્થા

    ઈસ્કોન અને વિશ્વવ્યાપી હરે કૃષ્ણ આંદોલનના સ્થાપક અને આચાર્ય શ્રી કૃષ્ણ કૃપામૂર્તિ એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદને ઐતિહાસિક મહાકુંભના પાવન અવસર પર અખિલ ભારતીય અખાડા પરિષદે ‘વિશ્વગુરુ’ની ઉપાધિ વડે સન્નમાનિત કર્યા છે. નિત્યાનંદ તેરસના પાવન દિવસે નિરંજની અખાડાના પટાંગણમાં વિશ્વગુરુ પટ્ટાભિષેક કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપાધિ શ્રીલ પ્રભુપાદને દુનિયાભરમાં લાખો-કરોડો અનુયાયીઓને સનાતન ધર્મ સાથે જોડવાના અને ઇસ્કોન પ્રત્યે દેશ-વિદેશમાં જન્મેલી શ્રદ્ધાને ધ્યાને રાખીને અપાઇ છે.

    વ્યસનમુક્તિ અને ચારિત્ર્યશીલ...

    અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે યોજાયેલી વિશાળ સત્સંગ સભામાં શુભમ ગ્રૂપ ઈન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ સાયન્‍સ એન્ડ રિસર્ચ સેન્ટરના વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તિ અને ચારિત્ર્યશીલ જીવન જીવવાના શપથ લઇને સમાજને માર્ગ ચીંધ્યો હતો.