સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    લંડનના દિવ્યા હિરાણીએ 40 હજાર હ

    શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદના સંસ્થાપક સાધુતાની મૂર્તિ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની ભવ્ય મૂર્તિ લંડનથી 31 કલરના રંગબેરંગી 40 હજાર ડાયમંડમાંથી દિવ્યા ગોવિંદભાઈ હિરાણી દ્વારા તૈયાર કરીને મોકલવામાં આવી છે. 

    વર્ષાબહેન બાવીસીને લાઇફટાઇમ

    લંડન બરો ઓફ હેરો દ્વારા જાણીતા સમાજસેવિકા અને એશિયન વુમન્સ ક્લબનાં કર્તાહર્તા વર્ષાબહેન બાવીસીને પીનર વોક માટે પ્રશંસનીય પ્રદાન આપવા બદલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં.

    સુપરસ્ટાર ધનુષના હસ્તે સિલ્વર સ્ટાર ડાયાબિટીસ એન્યુઅલ વોકનું લોન્ચિંગ

    આંતરરાષ્ટ્રીય એક્ટિંગ સુપરસ્ટાર ધનુષના હસ્તે 7 ડિસેમ્બર 2024ના રોજ સાતમી સિલ્વર સ્ટાર ડાયાબિટીસ એન્યુઅલ વોકના લંડન તબક્કાનું લોન્ચિંગ એજવેર, લંડન ખાતે કરવામાં આવ્યું હતું. ચેરિટીના સ્થાપક અને પેટ્રન કિથ વાઝ દ્વારા ધનુષને આમંત્રણ અપાયું હતું.

    પુષ્ટિમાર્ગના સર્વાંગી શિક્ષણ માટે પુષ્ટિ એકેડેમીનું લોન્ચિંગ

    પુષ્ટિ એકેડેમીએ સનાતન ધર્મની પરંપરાના પુષ્ટિમાર્ગના અભ્યાસીઓને સર્વાંગી શિક્ષણ મળી રહે તે માટે અભિયાન લોન્ચ કર્યું છે. ધાર્મિક શિક્ષણ માટે નવતર અભિગમ દ્વારા પુષ્ટિ એકેડેમી 10 વર્ષ અને તેથી વધુ વયના અને પુખ્ત લોકો માટે ધર્મમાં ગતિશીલ ઘડતર માટે આવશ્યક જ્ઞાન અને કૌશલ્ય થકી તેમને સશક્ત બનાવશે.

    ભગવદ્ ગીતા જીવનનાં મૂલ્યો અને ધ્યેયની સમજમાં મદદરૂપ છે

    યુકે હાઉસ ઓફ કોમન્સમાં હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેન દ્વારા 26 નવેમ્બર 2024ના દિવસે થિન્ક ગીતા ઈવેન્ટની યજમાની કરવામાં આવી હતી. ભગવદ્ ગીતાના મહત્ત્વ, તે જીવનની વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું કૌશલ્ય આપે છે અને વર્તમાનકાળની જટિલતાઓમાં તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય સહિતની બાબતો પર એસબી કેશવ સ્વામીનો ઉપદેશ સાંભળવા 140થી વધુ પ્રોફેશનલ્સ એકત્ર થયા હતા.

    * નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટથી પધારેલા રાજેશ મજીઠીયા અને મ્યુઝિક ગૃપની સંગીત સંધ્યા અને ડાયરો, લગ્નગીત વગેરે કાર્યક્રમનું આયોજન તા. ૨૬-૯-૧૫ શનિવારેના રોજ સાંજે ૬-૩૦થી ડીનર સાથે હરીબેન બચુભાઇ નાગરેચા હોલ, ૧૯૮-૨૦૨ લેયટન રોડ, લંડન E15 1DT ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: ઉમીબેન 07760 388 911.

    આપણા અતિથિઃ રાજકોટના બેંકિંગ-

    રાજકોટના રહેવાસી અને જિલ્લાના બેંકિંગ તથા સહકારી ક્ષેત્રના પીઢ અગ્રણી અરજણભાઇ અમરાભાઇ મકવાણા હાલ યુરોપના પ્રવાસે છે અને આવતા સપ્તાહે લંડનની મુલાકાતે આવી રહ્યા છે. તેઅો રાજકોટ સ્થિત શ્રી પરશુરામ શરાફી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી ગુરુ દત્તાત્રેય શરાફી સહકારી મંડળી લિમિટેડના ડાયરેક્ટર તરીકે સેવા આપે છે. તેઅો રાજકોટ નાગરિક સહકારી બેન્કના ડાયરેક્ટર તરીકે દસ વર્ષ સેવાઆપી ચૂક્યા છે.

    લંડન બરો ઓફ હેરો દ્વારા જાણીતા સમાજસેવિકા અને એશિયન વુમન્સ ક્લબનાં કર્તાહર્તા વર્ષાબહેન બાવીસીને પીનર વોક માટે પ્રશંસનીય પ્રદાન આપવા બદલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં. 

    ઇલીંગ રોડ વેમબ્લી ખાતે આવેલ બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન કોમ્યુનિટી રીસોર્સ સેન્ટરની ગોલ્ડન જ્યુબીલીની ઉજવણી પ્રસંગે વિશેષ કાર્યક્રમનું શાનદાર આયોજન તા. ૨૫-૯-૧૫ના રોજ શુક્રવારે સત્તાવિસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક HA9 9PE ખાતે સાંજે ૬થી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ડીનર, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સંસ્થાની ૫૦મી વર્ષગાંઠની શાનદાર ઉજવણીનો લાભ મળશે.

    પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મજયંતિની ઊજવણી

    પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મજયંતિની ઊજવણી 14 અને 15 ડિસેમ્બર 2024ના દિવસોએ BAPS શ્રી સ્વામિનારાયણ (નિસડન) મંદિર, લંડન ખાતે કરવામાં આવી હતી. વીકએન્ડના ગાળામાં બે વખત યોજાએલા ઈવેન્ટમાં હજારો ભાવિકોએ જોશીલા સાંસ્કૃતિક કાર્યક્રમો, જ્ઞાનવર્ધક રજૂઆતો અને સુક્ષ્મદૃષ્ટિના ઉપદેશો થકી પ્રમુખ સ્વામી મહારાજના સંતસ્વરૂપ ગુણો, દિવ્ય જીવન અને અનંત વિરાસતનું સન્માન કર્યું હતું.