સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    હેરો અને બ્રેન્ટમાં વોલફિન્ચ હોમ કેર દ્વારા વિનામૂલ્યે યોગ અને ડેન્ટલ ચેકઅપની સુવિધા

    હેરો અને બ્રેન્ટમાં વોલફિન્ચ હોમ કેરના ક્લાયન્ટ યોગાસનો અને વિનામૂલ્યે ડેન્ટલ ચેકઅપ દ્વારા તેમના આરોગ્ય અને તંદુરસ્તી સુધારી રહ્યાં છે.

    સંસ્થા સમાચાર (અંક 8 ફેબ્રુઆરી 2...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિર

    ખારા રણમાં સનાતન ધર્મની મીઠી વિરડી સમાન બીએપીએસ હિન્દુ મંદિરના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હતી, જેમાં વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના, મહાપૂજા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. વૈશ્વિક સંવાદિતા તેમજ એકતાના પ્રતિક સમાન બીએપીએસ હિન્દુ મંદિરના પ્રથમ પાટોત્સવના પાવન પ્રસંગે સમગ્ર યુએઈમાંથી આશરે 10,000 થી વધુ ભક્તો, સ્વયંસેવકો અને શુભેચ્છકો ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે એક જ વર્ષમાં 22 લાખથી વધુ લોકો આ મંદિરની મુલાકાત લઇ ચૂક્યા છે.

    સનાતન હિન્દુ ધર્મનો ઉદઘોષ: પૃથ...

    પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિરના ઉદઘાટન સાથે જ સનાતન ધર્મનો જયઘોષ થયો છે. બીજી ફેબ્રુઆરીના રોજ જોહાનિસબર્ગના નોર્થ રાઇડિંગમાં આવેલ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ હિંદુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલનો પ.પૂ. મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણ સમારોહ સંપન્ન થયો હતો. દક્ષિણ ગોળાર્ધનું આ સૌથી મોટું હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલ - એકતા, ભારતીય સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને આંતરધર્મીય સંવાદિતાનું આગવું પ્રતીક બની રહેશે.

    નવનાત વણિક ભગિની સમાજ દ્વારા સામાયિકનું આયોજન

    નવનાત વણિક ભગિની સમાજ (NVBS) દ્વારા નૂતન વર્ષ 2025ના પ્રથમ કાર્યક્રમ તરીકે નવનાત સેન્ચર ખાતે રવિવાર 12 જાન્યુઆરીએ શમણીજી નીતિ પ્રજ્ઞાજી અને શમણીજી મલય પ્રજ્ઞાજીની ઉપસ્થિતિમાં સામાયિકનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાયિકમાં 240 લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ દિવસે શ્વેત વસ્ત્ર પરિધાન કરવાના હતા. નેમિશભાઈ અને પ્રીતિબહેન મહેતા શમણીજીને હોલમાં લઈ આવ્યાં હતાં.

    નવનાત વણિક ભગિની સમાજ દ્વારા બાળકોની ક્રિસમસ પાર્ટી યોજાઈ

    નવનાત વણિક ભગિની સમાજ (NVBS) દ્વારા બાળકોની લોકપ્રિય અને ભવ્ય ક્રિસમસ પાર્ટીનું આયોજન નવનાત સેન્ટર ખાતે 7 ડિસેમ્બર 2024ના રોજ કરવામાં આવ્યું હતું. વરસાદ અને પવન છતાં, 200 જેટલા લોકોએ હાજરી આપી હતી. નવનાત વડીલ સંસ્થા દ્વારા મેઈન હોલની વ્યવસ્થા કરાયાથી આગળના દિવસથી જ પાર્ટીની તૈયારી કરી દેવાઈ હતી. NVBS ટીમે મુખ્ય હોલ અને પ્રાંગણમાં રંગબેરંગી ક્રિસમસ ટ્રીઝ અને ભવ્ય સજાવટ ઉપરાંત, બાળકો અને વયસ્કો માટે ડાઈનિંગ એરિયા અને લંચ ટેબલ્સ પણ શણગાર્યાં હતાં.

    વોલફિન્ચ હેરો એન્ડ બ્રેન્ટ હોમ કેર દ્વારા વિનામૂલ્યે યોગ અને ડેન્ટલ ચેકઅપની સુવિધા

    વોલફિન્ચ હોમ કેર દ્વારા હેરો અને બ્રેન્ટમાં તેમના ક્લાયન્ટ્સના આરોગ્ય અને સ્વાસ્થ્યને સુધારવા નિઃશુલ્ક ચેર (ખુરશી) યોગ અને દાંતની તપાસની નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવે છે. વોલફિન્ચ નેશનલ હોમ કેર બ્રાન્ડ છે જે વયોવૃદ્ધોની સારસંભાળ સહિત વિવિધ પ્રકારની વિશિષ્ટ હોમ કેર સર્વિસ, સપોર્ટ અને કમ્પેનિયનશિપ સર્વિસીસ પૂરી પાડે છે. દેશભરમાં તેની 30થી વધુ ઓફિસ છે જેની માલિકી ફ્રેન્ચાઈઝી મેનેજિંગ ડાયરેક્ટર્સ હસ્તક છે.

    નવરાત્રી મહોત્સવ વિશેષ પૂર્ત

    જગતજનની મહિષાસુરમર્દીની મા જગદંબાના આરાધનાના પર્વ 'નવરાત્રી મહોત્સવ' પ્રસંગે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સૌ વાચક મિત્રો માટે પારંપરિક ગરબા, સ્તુતિ - આરતી, માતાજીની આરાધનાના લેખો તેમજ લંડન સહિત સમગ્ર યુકેમાં કયા કયા સ્થળે નવરાત્રી મહોત્સવના ભવ્ય આયોજનો થઇ રહ્યા છે તેની સવિસ્તર માહિતી ધરાવતી વિશેષ 'નવરાત્રી મહોત્સવ પૂર્તિ' આગામી તા. ૧૦મી અોક્ટોબર ૨૦૧૫ના 'ગુજરાત સમાચાર'ના અંકમાં પ્રસિધ્ધ કરવામાં આવશે.

    મહાકુંભ ૨૦૨૫ માં ‘શ્રી સ્વામિ

    ભારતની શાશ્વત સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાઓનો સૌથી મોટો સંગમ મહાકુંભ ફક્ત શ્રદ્ધાળુઓ-ભક્તો માટે જ નહીં પરંતુ સંતો, મહાપુરુષો અને ધાર્મિક મનીષિઓ માટે પણ દિવ્ય પ્રસંગ છે. વર્ષ 2025ના મહાકુંભમાં, આ પાવન અવસરે, બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામીજી મહારાજની પ્રેરણાથી રચાયેલ, પરબ્રહ્મ સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત શ્રી અક્ષર પુરુષોત્તમ દર્શન પર આધારિત, ‘શ્રી સ્વામિનારાયણ ભાષ્ય’નું ભવ્ય સ્વાગત કરાયું હતું.

    સંસ્થા સમાચાર (અંક 15 ફેબ્રુઆરી...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...