સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ દ્વારા સમૂહલગ્ન માટે ભંડોળ એકત્ર કરાયું

    એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ (AFH) ચેરિટી લગભગ 40 વર્ષથી વિવિધ પ્રકારના સારાં કાર્યો માટે ભંડોળ એકત્ર કરવાનું કાર્ય અવિરતપણે કરે છે. આ ચેરિટી લાયન્સ ક્લબ ઓફ કિન્સબરી સાથે 2007થી વલસાડ નજીક ધરમપુરમાં વાર્ષિક સમૂહલગ્ન પ્રોજેક્ટ સાથે સંકળાયેલી છે.

    સ્વામિનારાયણ મંદિર-નૈરોબીના 72...

    અમદાવાદસ્થિત મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ.પૂ. આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં નૈરોબી ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરનો 72મો પાટોત્સવ તેમજ શ્રી સ્વામિનારાયણ મહામંત્રની 222મી પ્રાગટ્ય જયંતી પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ભારતના કેન્યા ખાતેના ડેપ્યુટી હાઈ કમિશનર રોહિતભાઇ વઢવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આચાર્ય સ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા.

    બોલ્ટનના ઘનશ્યામભાઇ વેકરિયાન...

    કચ્છના બળદીયા ગામના વતની અને હાલ બોલ્ટનમાં વસતા ઘનશ્યામભાઇ હિરજીભાઇ વેકરિયાને 50 વર્ષની સામાજિક સેવાઓના પ્રદાન બદલ એવોર્ડથી સન્માનતા મેયર એન્ડ્ર્યુ મોર્થન. 

    આનંદપ્રિયદાસજી સ્વામીની ત્રી...

    અમદાવાદસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમના સંસ્થાપક અને શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ આનંદપ્રિયદાસજી સ્વામી ત્રીજી અંતર્ધાન તિથિએ કુમકુમ આનંદધામ ખાતે શ્રી અબજીબાપાશ્રીની વાતોની 115થી વધુ પારાયણ કરાઇ હતી. 

    શ્રીમદ્જીએ હિમાલય નહીં, સંસાર

    સમાજની અનેક પેઢીઓને પોતાના તત્વબોધ થકી આધ્યાત્મિક જ્ઞાનની સરવાણી આપનારા આત્મજ્ઞાની સંત શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાનો ગૃહમંત્રી અમિત શાહે મહામસ્તકાભિષેક કર્યો હતો. અમિત શાહે વલસાડના ધરમપુર ખાતે પવિત્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની ગયા શુક્રવારે મુલાકાત લીધી હતી.

    સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના

    શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ટાન્ઝાનિયા - અરૂશા ખાતે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિદિવસીય ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આધ્યાત્મિકતાસભર કાર્યક્રમો સાથે સંપન્ન થયો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે ખાસ ઉપસ્થિત રહીને આશીર્વચન આપ્યા હતા.

    પોરબંદરમાં સ્વામિનારાયણ ગુરુ...

    પોરબંદર શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-છાયા સંચાલિત શ્રી સ્વામિનારાયણ આર.પી. બદિયાણી એન્ડ એસ.આર. બદિયાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ખાતે રૂ. 14 કરોડથી વધુના ખર્ચે નવા સાકાર થયેલા કોલેજ બિલ્ડીંગના વિવિધ સેવા પ્રકલ્પોમાં દાતાશ્રીઓના નામાભિધાન અનાવરણનો ભવ્ય પ્રસંગ સંસ્થા સંકુલમાં ગયા મંગળવારે યોજાઇ ગયો.

    વડતાલ ધામ-યુકેના પિનર મંદિરમા

    શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ-યુકેના પિનર ખાતે આવેલા પ્રથમ વિશાળ સ્વામિનારાયણ ટેમ્પલમાં 31 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી દરમિયાન રંગેચંગે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. 

    અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ...

    અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ રંગેચંગે મનાવાઇ હતી. ત્રણ દિવસની ઉજવણીના પહેલા દિવસ શનિવારે પૂજારીઓ દ્વારા રામલલ્લાને ગંગાજળથી સ્નાન કરાવીને વિશેષ પૂજાઅર્ચના કરાઇ હતી. ભગવાનને પંચામૃતથી અભિષેક કરીને નવા વસ્ત્રો સાથે શ્રૃંગાર કરાયો હતો અને રામલલ્લાને રાજભોગ ધરાવી મહાઆરતી કરાઇ હતી. આ પ્રસંગે અયોધ્યાને રંગબેરંગી રોશનીથી શણગારાયું હતું અને ધજાપતાકા લહેરાવાયા હતા. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરાયા પછી અહીં દરરોજ દોઢથી બે લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.

    ધર્મના માધ્યમથી પણ દેશમાં બદલ

    ગુજરાત યુનિ.ના હોલ ખાતે ચોથી ઇન્ટરનેશનલ જૈન કોન્ફરન્સ શનિવારથી શરૂ થઈ છે, જેમાં વિવિધ રાજ્યો અને દેશોમાંથી લોકો આવ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત જૈન સમાજની સંસ્કૃતિ સહિતના વિષયો પરનું પુસ્તક પણ લોન્ચ કરાયું હતું. કાર્યક્રમનું આયોજન કરનાર શ્રુત રત્નાકર સંસ્થાના જિતેન્દ્ર શાહે જણાવ્યું કે, વિદેશ સહિત દેશના વિદ્વાનો શ્રોતાઓના દ્વારા યુવાઓને જૈન સમાજની નીતિ અને સંસ્કૃતિથી જાગ્રત કરશે, કોન્ફરન્સમાં સહ-આયોજન નોર્થ અમેરિકાની જૈના સંસ્થા છે. તેઓ અમેરિકા અને કેનેડામાં સંસ્કૃતિ અને વારસાની સાથે ધર્મનાં કાર્યોથી અવગત કરાવી રહ્યા છે.