ભારતની લોકસભાના અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલાએ શનિવારે નિસડન મંદિર તરીકે જાણીતા એવા વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે યુકેના હાઉસ ઓફ કોમન્સના સ્પીકર લિન્ડસે હોયલના આમંત્રણથી ઓમ પ્રકાશ બિરલા પાંચ દિવસના બ્રિટન પ્રવાસે આવ્યા છે.
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ વતી મંદિરના સંતો દ્વારા તેઓનું પરંપરાગત હિન્દુ શૈલીથી ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે દર્શનાર્થે પ્રસિદ્ધ ભાગવત કથાકાર ‘ભાઈશ્રી’ રમેશભાઈ ઓઝા આવતા તેઓનું સ્વાગત શા. માધવપ્રિયદાસજી સ્વામી (એસજીવીપી-છારોડી), પુરાણી શા. બાલકૃષ્ણદાસજી સ્વામી, વડતાલધામના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, વડતાલધામના મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌત્તમપ્રકાશદાસજી સ્વામી, શ્યામવલ્લભ સ્વામી, શુકદેવ સ્વામીએ કર્યું હતું.
પંજાબ નેશનલ બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ મિ. રિતેશ મિશ્રા તેમજ કોમ્પ્લાયન્સ ડાયરેક્ટર અને MLRO મિ. વરદરાજન વિશ્વનાથને ગુજરાત સમાચારની નોર્થ હેરોસ્થિત ઓફિસની મુલાકાત લીધી હતી. તેમણે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને તંત્રી સી.બી. પટેલ સાથે મુલાકાત કરી હતી.
સમગ્ર વિશ્વમાં જાણીતું એવું ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર એટલે કે બાંકે બિહારી મંદિર હવે વૈશ્વિક ધોરણે ચર્ચામાં છે. કેન્દ્ર સરકાર દ્વારા બાંકે બિહારીજીને વિશેષ સુવિધા અપાઇ છે. વાત એવી છે કે, કેન્દ્ર સરકાર દ્વારા બાંકે બિહારી મંદિરને FCRA લાઈસન્સ આપવામાં આવ્યું છે. તેના આધારે મંદિર દુનિયાની કોઈ પણ કરન્સીમાં દાન સ્વીકારી શકશે અને તે જ કરન્સીમાં આર્થિક લેવડ-દેવડ પણ કરી શકશે. ભગવાનના ભક્તો હવે દુનિયાના કોઈપણ સ્થળેથી અને દુનિયાના કોઈપણ ચલણી નાણામાં આ મંદિરમાં આર્થિક મદદ કરી શકશે. તેના કારણે આ મંદિર ભારતનું પહેલું એવું મંદિર બની ગયું છે જેને એફસીઆરએ લાઈસન્સ આપવામાં આવ્યું છે.
વિશ્વવંદનીય પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિમંદિરના દ્વિતીય વર્ષ પૂર્તિ મહોત્સવ નિમિત્તે સાળંગપુરમાં રવિવારે ગુરુહરિ પ્રસન્નતા મહાયાગ યોજાયો હતો. પાટોત્સવનો આરંભ અક્ષરપુરુષોત્તમ મહારાજની પાલખીયાત્રા તથા દીપ પ્રાગટ્ય દ્વારા કરાયો હતો.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ભારતીય વિદ્યા ભવન, લંડન દ્વારા 25 અને 26 જાન્યુઆરી 2025ના વીકએન્ડના ગાળામાં વાર્ષિક ફાઉન્ડર્સ ડે ઉજવણીઓ યોજવામાં આવી હતી. યુકેમાં ભારતીય ક્લાસિકલ આર્ટ્સ માટે સૌથી મોટી સંસ્થા તરીકે ધ ભવન, લંડન 700 વિદ્યાર્થીઓ ધરાવે છે જેઓ દર વર્ષે રેસિડેન્ટ શિક્ષકો પાસેથી સંગીત, નૃત્ય અને ભાષાઓના 16 અભ્યાસક્રમોમાં તાલીમ મેળવે છે. આ ઈવેન્ટમાં દરેક વિભાગના શ્રેષ્ઠ બાબતો પ્રદર્શિત કરવામાં આવી હતી.
ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) ખાતે શનિવાર 24 જાન્યુઆરી 2025ના રોજ ભારતીય ગણતંત્ર દિવસની ઉજવણી વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. રવિવાર 26 જાન્યુઆરીએ સાંજના 6.30 કલાકે સેન્ટર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ઊજવણીના પ્રસંગે પ્રેસ્ટનના મેયર કાઉન્સિલર ફિલ ક્રોવ, કાઉન્ટી કાઉન્સિલના ચેરમેન કાઉન્સિલર ટિમ એશ્ટન, કાઉન્સિલર નાવીદા ખાન, એન્ડી પ્રેટ અને મિ. નીલમ કારીઆ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ધ મહાત્મા ગાંધી ફાઉન્ડેશન દ્વારા મંગળવાર તા. ૬ના રોજ સાંજે ૬ કલાકે કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, કેન્ટન હેરો HA3 8LU ખાતે મહાત્મા ગાંધી જયંતિની ઉજવણી થશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભારતના હાઇ કમિશ્નર શ્રી રંજન મથાઇ ઉપસ્થિત રહી મુખ્ય વક્તવ્ય આપશે.
વસો નાગરિક મંડળ યુકે દ્વારા ક્રોયડન ખાતે બહાર પડાયેલી વસો ગામના યુકેમાં રહેતા સદસ્યોની ખૂબજ સુંદર અને માહિતીપ્રદ ડીરેક્ટરી સાંપડી છે. આ ડિરેક્ટરીમાં સંસ્થાના ૧૯૭૨થી આજ દિન સુધીના ચેરમેન, સેક્રેટરી અને ખજાનચીના નામ, વસો ગામનો ઇતિહાસ, સરદાર સરોવર ડેમ સ્થિત સ્ટેચ્યુ અોફ યુનિટી અંગે માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત યુકેના વિવિધ શહેરોમાં રહેતા વસો ગામના રહેવાસીઅોના નામ સરનામા અને ફોન નંબરની માહિતી આપવામાં આવી છે. સંપર્ક: પ્રદીપભાઇ અમીન 07930 474 711.
