બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
શ્રી સડબરી જલારામ જ્યોત મંદિરમાં મહાશિવરાત્રિ પર્વે 26 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યાથી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી મહાઅભિષેક અને શિવપૂજન યોજાયા હતા.
મહાવીર સ્વામી ફાઉન્ડેશન દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ કેન્ટન દેરાસર ખાતે લાંબા સમયથી બીમાર ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સીસ ઝડપથી સ્વસ્થતા પ્રાપ્ત કરે તેવી મંગલકામના સાથે વિશેષ પ્રાર્થનાસભા અને મંગલ દીવો આરતી યોજાઇ હતી.
સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ સૌપ્રથમ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ત્યાગી સંતની દીક્ષા આપી તેને 83 વર્ષ પૂર્ણ થતાં સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને 21 ફૂટનો વિશાળ હાર ધરાવાયો હતો.
મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અમદાવાદ શહેરની 614મી વર્ષગાંઠ પ્રસંગે પુસ્તક લોકાર્પણ અને સાબરમતીની આરતીનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ સૌપ્રથમ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ત્યાગી સંતની દીક્ષા આપી તેને 83 વર્ષ પૂર્ણ થતાં સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને 21 ફૂટનો વિશાળ હાર ધરાવાયો હતો.
મુંબઇઃ ચર્ચગેટ ખાતે યોજાયેલા એક સમારંભમાં જાણીતા ગઝલકાર અને આધ્યાત્મિક સંશોધક ડો. જવાબહર બક્ષીના ‘નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા’ પુસ્તકની ત્રીજી આવૃત્તિનું લોકાર્પણ તાજેતરમાં દક્ષા બક્ષી, દીના મહેતા અને આસિત મહેતાને હસ્તે થયું હતું. કોઈ પીએચડીના સંશોધનાત્મક પુસ્તકની ત્રીજી આવૃત્તિ થવી તે વિરલ અને ગુજરાતી ભાષાના ગૌરવ સમી ઘટના છે.
લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) અને યંગ લોહાણા સોસાયટી (YLS) સાથે મળીને રવિવાર 9 માર્ચ 2025ના દિવસે ઈન્ટરનેશનલ વિમેન્સ ડે (IWD)એ પ્રેરણાદાયક અને સશક્તિકરણના બીજા વાર્ષિક ઈવેન્ટની ઊજવણી કરવામાં આવી હતી. ધ ધામેચા હોલ ખાતે આયોજિત કાર્યક્રમને ભારે સફળતા સાંપડી હતી. કોમ્યુનિટીના સ્ત્રી અને પુરુષોએ સાથે મળીને મહિલાઓની સિદ્ધિઓને ઊજવી હતી તેમજ વધુ સમાનતાની હિમાયત કરી હતી.
નિસડન ટેમ્પલના લોકપ્રિય નામે વધુ પ્રસિદ્ધ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે તમામ વયની 1300થી વધુ મહિલાઓ ઈન્ટરનેશનલ વિમેન્સ ડે (IWD) 2025ની ઊજવણી કરવા એકત્ર થઈ હતી. ‘એમ્બ્રેસિંગ અવર આઈડેન્ટિટીઃ પ્રોટેક્ટ, સ્ટ્રેંગ્ધન, રિજોઈસ’ વિષય સાથેનો આ ઈવેન્ટ સમુદાયોના ઘડતર અને આપણા વિશ્વમાં વિધેયાત્મક પરિવર્તને વિકાસાવવામાં સ્ત્રીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓને યાદ અપાવનારો બની રહ્યો હતો.