સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    બર્મિંગહામની ક્વીન એલિઝાબેથ હોસ્પિટલમાં નવા હિન્દુ મંદિરની સ્થાપના

    સોમવાર 10 માર્ચે બર્મિંગહામની ક્વીન એલિઝાબેથ હોસ્પિટલમાં નવા હિન્દુ મંદિરની સ્થાપના માટે ખાસ સમારંભ યોજાયો હતો. આ ઈવેન્ટ સામુદાયિક સંવાદિતાનું વિશિષ્ટ ઉદાહરણ હતો. જીવનના તમામ ક્ષેત્રો અને ધર્મો તેમજ કોમ્યુનિટી પશ્ચાદભૂના લોકો તેમાં સામેલ થયા હતા.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    યુકેમાં સૌપ્રથમ વખત લેસ્ટરમાં જાહેરમાં હોળીના તહેવારની ઊજવણી કરાઈ તેને સીમાચિહ્નરૂપ 50 વર્ષ પૂરાં થયા છે ત્યારે લેસ્ટરમાં હજારો લોકોએ 13 માર્ચ ગુરુવારના દિવસે હોળીની ઊજવણીમાં ભાગ લીધો હતો. લેસ્ટરમાં સ્પિની હિલ પાર્ક અને રુશી ફિલ્ડ્સ ખાતે હોળી પ્રગટાવાઈ હતી અને લોકોએ વસંતોત્સવ નિમિત્તે એકબીજા પર રંગ નાખવાનો આનંદ માણ્યો હતો.

    ગુજરાત હિન્દુ સોસાયટીના સેન્ટરના વિશાળ કાર પાર્કિંગના સ્થળે ગુરુવાર 13 માર્ચે હોળી પ્રગટાવી તહેવારની ઊજવણી કરવામાં આવી હતી. આ વર્ષે ચંદ્રગ્રહણ હોવાના કારણે મંદિરને સાંજના 6.15 કલાકે બંધ કરી દેવાયું હતું અને સાંજે 6.50 કલાકે કાર પાર્કિંગમાં હોળી પ્રગટાવાઈ હતી.

    હિન્દુ પંચાંગમાં સૌથી રંગીન ઉત્સવોમાં એક હોળીનો તહેવાર છે જે વસંતઋતુના આગમનને વધાવે છે તેમજ તેની સાથે સંકળાયેલા નવજીવન અને ચૈતન્યની ઊજવણી કરવામાં આવે છે. આસુરી શક્તિ પર દિવ્ય શક્તિના વિજયને તેમજ હોળીની આગને પ્રગટાવી ઈશ્વર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીને ઉજવાય છે. નિસડન ટેમ્પલના લોકપ્રિય નામથી જાણીતા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે 13 માર્ચ 2025, ગુરુવારના દિવસે હોળીના સૌંદર્ય, ઊર્જા અને અગાધતાની ઊજવણી કરાઈ હતી.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    સિડનીમાં ભારતીય ઉત્સવ પરંપરા

    ઓસ્ટ્રેલિયાના મહાનગર સિડની ખાતે ગયા શનિવારે બીએપીએસ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝની ઉપસ્થિતિમાં ભવ્યતાથી રંગોત્સવ ઉજવાયો હતો. પ.પૂ. મહંત સ્વામી વતી સંતોએ તેમનું પુષ્પહાર અને અમૃત કળશ દ્વારા સન્માન કર્યું હતું.

    દિલ્હી અક્ષરધામની મુલાકાત જી

    પાટનગર નવી દિલ્હીની આગવી ઓળખ સમાન સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાતથી અભિભૂત ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને કહ્યું હતું કે ‘અક્ષરધામમાં આવવું ખૂબ જ ખાસ છે. આ ભવ્ય મંદિરની મુલાકાત લેવી અને અહીં થયેલા અદ્ભુત કાર્યને જોવું ખરેખર પ્રેરણાદાયક છે. અમારા વ્યાવસાયિક અને સમુદાયના પ્રતિનિધિમંડળને અહીં લાવવું એ ખૂબ જ સન્માનની વાત છે. હું ન્યૂઝીલેન્ડમાં વસતાં બીએપીએસ સમુદાયનો આભાર માનું છું. મેં 2023 માં ઓકલેન્ડની મુલાકાત લીધી હતી, અને ન્યુઝીલેન્ડમાં શ્રદ્ધાની અભિવૃદ્ધિ અને વેલિંગ્ટનમાં નવા મંદિરની શરૂઆત જોવી અદ્ભુત છે. આ ખૂબ જ ખાસ બાબત છે.’ તેઓ સ્વામિનારાયણ અક્ષરધામના શાંતિપૂર્ણ વાતાવરણ અને આધ્યાત્મિક ઊંડાણથી પ્રભાવિત થયા હતા અને વિઝિટર ડાયરીમાં લખ્યું હતું: ‘સુંદર અને પ્રેરણાદાયક અક્ષરધામ મંદિરમાં અંજલિ આપવી એ મારા માટે જીવનનો મોટો લહાવો રહ્યો છે.’

    ધ ભવન દ્વારા પ્રાચીન ભારતીય શાણપણ અને નેતૃત્વની કળા વિશે વાર્તાલાપ

    ધ ભવન યુકે દ્વારા 13 માર્ચ 2025, ગુરુવારે એમ.પી. બિરલા મેમોરિયલ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવનના પ્રેસિડેન્ટ સુભાનુ સક્સેનાએ ‘લીડરશિપ લેસન્સ ફ્રોમ એન્સિયન્ટ ઈન્ડિયન ટ્રેડિશન્સ’ વિષય પર સંબોધન કર્યું હતું. આ વિચારપ્રેરક ઈવેન્ટ થકી મહેમાનોને આધુનિક નેતૃત્વમાં પ્રાચીન ભારતીય શાણપણની શાશ્વત સુસંગતતા વિશે ઊંડી સમજ પ્રાપ્ત થઈ હતી.

    રામનાથ ગોએન્કા એક્સેલન્સ ઈન જર્નાલિઝમ એવોર્ડ્સ

    રામનાથ ગોએન્કા એક્સેલન્સ ઈન જર્નાલિઝમ એવોર્ડ્સનું આયોજન નવી દિલ્હીમાં કરાયું હતું. તમામ 27 એવોર્ડવિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન છે. 20 વર્ષની આ એવોર્ડ્સ સ્પર્ધામાં આ વર્ષે 1500થી વધુ સબમિશન્સ આવ્યા હતા. ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ દ્વારા નવી દિલ્હીની ધ ઓબેરોય ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવામાં મને ભારે ખુશી પ્રાપ્ત થઈ હતી.