સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા દુબઈના મોવેનપિક ગ્રાન્ડ અલ બુસ્તાન ખાતે 13 એપ્રિલથી 16 એપ્રિલ 2025ના સમયગાળામાં નોંધપાત્ર નેટવર્કિંગ ઈવેન્ટ ‘LIBF GCC Calling 2025’નું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વભરના બિઝનેસ અગ્રણીઓ, એન્ટ્રેપ્રીન્યોર્સ અને ઈન્વેસ્ટર્સ અર્થસભર આર્થિક અને સામાજિક અસર ઉભી કરવા સહકાર સાધશે. ઈવેન્ટના ચીફ ગેસ્ટ તરીકે UAE સરકારના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ટોલરન્સ શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન તેમજ પ્રખ્યાત મહાનુભાવો અને વિચારકોની હાજરી નોંધપાત્ર બની રહેશે.

    ‘પ્રમુખ સ્વામી મહારાજના જીવન

    ભારતની રાષ્ટ્રીય સાહિત્ય સંસ્થા સાહિત્ય અકાદમી તથા દિલ્હીસ્થિત બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે ‘સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ’ પુસ્તકનો વિમોચન સમારંભ રવિવારે શાહીબાગ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે પુસ્તકનું વિમોચન કરાયું હતું.

    કોમનવેલ્થ ગેમ્સ બેટન રિલેના લ

    વેસ્ટમિન્સ્ટર એબી ખાતે કિંગ ચાર્લ્સની ઉપસ્થિતિમાં કોમનવેલ્થ ડેની ઉજવણી કરાઇ હતી. દર વર્ષે માર્ચ મહિનાના બીજા સોમવારે યોજાતી કોમનવેલ્થ ડેની આ પરંપરાગત ઉજવણીમાં વિશ્વના 56 દેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઇપ બેન્ડ દ્વારા બેટન રિલેના લોન્ચિંગને સૂરીલું ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.

    દિવંગત જોગિન્દર સંઘેરજીને સ્મરણાંજલિઃ ધ ભવન દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો

    ભવન્સના દાતાઓ અને સમર્થકોમાં ઊંચેરું સ્થાન ધરાવતા શ્રી જોગિન્દર સંઘેરજીને હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ અર્પવા અને તેમના જીવનને સન્માનવા ગુરુવાર 27 માર્ચે ધ ભવન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેઓ 25થી વધુ વર્ષ સુધી સંસ્થાના વાઈસ ચેરમેન અને એક દાયકા સુધી ચેરમેન તરીકે નિઃસ્વાર્થ ભાવે સેવા આપવા સાથે સેવા, સમર્પણ અને નેતૃત્વની ઝળહળતી વિરાસત છોડી ગયા છે.

    સંસ્થા સમાચાર (અંક 05 એપ્રિલ 2025)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    નિસ્ડન મંદિરે સ્વામિનારાયણ જ

    નિસ્ડન સ્વામિનારાયણ મંદિરે શ્રી રામ નવમી અને શ્રી સ્વામિનારાયણ જયંતીની ઉજવણી પ્રસંગે શનિવાર - 5 એપ્રિલે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ ‘પુરુષોત્તમ પ્રગતિ રે’નું આયોજન કરાયું છે. જેમાં બીએપીએસના બાળકો અને યુવાનો તેમની ભક્તિ - કળા અને આધ્યાત્મિક વિકાસની રંગારંગ રજૂઆત કરશે. બે ભાગમાં વહેંચાયેલો આ કાર્યક્રમ સવારે 11.00 વાગ્યે શરૂ થશે અને રાત્રે 9.00 કલાકે પૂરો થશે.

    એશિયન કોમ્યુનિટી ઓફ નોર્થ લંડને સેન્ટ લ્યૂક્સ હોસ્પીસ માટે £70,000 એકત્ર કર્યા

     એશિયન કોમ્યુનિટી ઓફ નોર્થ લંડનની ઉદારતા અને સમર્પણની ભાવનાના પરિણામે એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી અને પ્રણાશા દ્વારા સેન્ટ લ્યૂક્સ હોસ્પીસ માટે 70,000 પાઉન્ડ જેટલી રકમ એકત્ર કરી શકાઈ હતી. હેરો અને બ્રેન્ટના લોકોની વૃદ્ધાવસ્થાની સંભાળને સપોર્ટમાં કોમ્યુનિટીના સભ્યોની વિશાળ હાજરી સાથે શનિવાર 22 માર્ચે સાઉથ હેરોના ધામેચા લોહાણા સેન્ટર ખાતે એક ધાર્મિક અને એક સાંસ્કૃતિક એમ બે ઈવેન્ટ યોજાયા હતા.

    સંસ્થા સમાચાર (અંક 12 એપ્રિલ 2025)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    BSS દ્વારા વોલફિન્ચના સહયોગથી હ

    બ્રિટિશ સનાતન સોસાયટી (BSS) દ્વારા સતત બીજા વર્ષે 12 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવની ઉજવણીનું આયોજન થયું છે. આ પ્રસંગે સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના પઠન ઉપરાંત સહુકોઇ માટે પ્રસાદની વ્યવસ્થા કરાઇ છે.

    પ્રેસ્ટન મંદિરમાં રામનવમીની ભવ્ય ઊજવણી

    ભગવાન શ્રીરામના જન્મદિન રામનવમીની ઊજવણી પ્રેસ્ટન મંદિરમાં યોજાઈ હતી. ભક્તજનો સવારથી જ ભગવાન રામના દર્શન કરવા મંદિરમાં આવવા લાગ્યા હતા. ભક્તોએ ભગવાન રામનો મહિમા ગાતા ભજનો માણ્યા હતા.