નિસડન ટેમ્પલમાં બાળકો અને યુવાનો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્વામિનારાયણ જયંતી અને રામનવમીની ઊજવણી કરવામાં આવી હતી. નિસડન ટેમ્પલના નામથી લોકપ્રિય BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 150થી વધુ બાળકો અને યુવાનોએ શનિવાર 5 એપ્રિલ 2025ના દિવસે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામચંદ્રજીના દિવ્ય અવતરણની આનંદપૂર્વક ઊજવણી કરી હતી.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી.
સમગ્ર વિશ્વમાં સંવાદિતાના સીમાચિહ્નસમાન, સનાતન હિન્દુ ધર્મના ગૌરવ એવા બીએપીએસ હિન્દુ મંદિર - અબુ ધાબીમાં રામનવમી પર્વે ભગવાન શ્રી રામના જન્મોત્સવની અને સ્વામિનારાયણ જયંતીની અનેરા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન દ્વારા આયોજિત રાષ્ટ્રીય સંસ્કૃત સ્પર્ધામાં ગુજરાતના ઋષિકુમારોએ ગૌરવસભર પ્રદર્શન કર્યું છે. ગુજરાતમાંથી SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના નવ ઋષિકુમારો સ્પર્ધામાં ભાગ લેવા હરિદ્વાર પતંજલિ યોગપીઠ ખાતે પહોંચ્યા હતા, જેમાંથી પાંચ ઋષિકુમારોએ મેડલ જીતી ગુજરાતનું નામ રોશન કર્યું છે.
બ્રિટિશ એસોસિયેશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજીન (BAPIO) વેલ્સની વાર્ષિક બેઠક અને ભવ્ય એવોર્ડ્સ ડિનરનું આયોજન કાર્ડિફ ખાતે શનિવાર, 5 એપ્રિલ 2025ના દિવસે યોજાયું હતું. આ કોન્ફરન્સ માટે 130થી વધુ મેડિકલ પ્રોફેશનલ્સનું રજિસ્ટ્રેશન થયું હતું અને વેલ્સના પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર્સ લોર્ડ કાર્વીન જોન્સ અને પ્રોફેસર માર્ક ડ્રેકફોર્ડ અને સોશિયલ જસ્ટિસ માટેના કેબિનેટ સેક્રેટરી અને વેલ્સ ગવર્મેન્ટમાં ચીફ વ્હીપ જેન હટ MS સહિત વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત નિષ્ણાતોએ તેમને સંબોધનો કર્યાં હતાં. પ્રોફેસર હસમુખ શાહ BEMએ ડેલિગેટ્સનું સ્વાગત કર્યું હતું અને યુનાઈટેડ કિંગ્ડમમાં કામ કરતા 100,000 ભારતીય મૂળના ડોક્ટર્સ વતી BAPIO દ્વારા કરાતા કાર્યો વિશે જાણકારી આપી હતી.
હનુમાન જયંતિના પવિત્ર પ્રસંગે વહેલી સવારની આરતી અને હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) મંદિરમાં ભાવિકોનું આગમન શરૂ થઈ ગયું હતું. સાંજના સમયે યજમાન મનીષભાઈ ગુપ્તા અને પરિવારના હાથે હનુમાનજીની પૂજા કરવામાં આવી હતી. બીજી તરફ, ભક્તોએ મધૂર કંઠે હનુમાનજીના ભજનો ગાયા હતા. 11 વખત હનુમાન ચાલીસાના પાઠ અને યજનાનના હાથે આરતી પછી સાંજનું સમાપન થયું હતું.
રામભક્ત શ્રી હનુમાનજીના જન્મોત્સવની ઊજવણી આઠ દિવસના ઉત્સવ પછી લેસ્ટરના શ્રી હનુમાન ટેમ્પલમાં કરવામાં આવી હતી જેમાં હજારો ભક્તો સામેલ થયા હતા. રુશિ ફિલ્ડ્સ નજીક મેલ્ટન રોડ પર આવેલા હનુમાનજીના મંદિરમાં કરાયેલી ઊજવણીમાં સમગ્ર વિસ્તારમાંથી આવેલા ભક્તોની સાથે મહાનુભાવો પણ સામેલ થયા હતા. શ્રી હનુમાનજીની મૂર્તિ સમક્ષ દિવસભર નિયમિત ભજનો અને પાઠ કરાવા સાથે પ્રસાદ ધરાવાયો હતો અને તેનું વિતરણ ભક્તોને કરાયું હતું.
ભક્તિવેદાંત મેનોર દ્વારા રવિવાર, 6 એપ્રિલના રોજ ભવ્ય રામનવમી ઉત્સવ ઉજવાયો હતો જેમાં અંદાજે 12,000 ભક્તોએ હાજરી આપી હતી. સુંદર હવામાનમાં સુંદર સરોવર પર અભિષેક, દર્શન અને નાટ્યપ્રસ્તુતિ સહિતના કાર્યક્રમો અને વિધિઓ યોજાઈ હતી. માનનીય આમંત્રિત મહેમાનોમાં સાંસદ સર ઓલિવર ડાઉડેન, લોર્ડ ક્રિશ રાવલ, સ્થાનિક મેયરો, કાઉન્સિલરો તેમજ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી સીબી પટેલનો સમાવેશ થયો હતો.
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા નવી ટેમ્પલ કમિટીના બિનહરીફ વરાયેલા હોદ્દેદારોની પ્રથમ મિટીંગ મંગળવાર - 15 એપ્રિલે યોજાઇ હતી. જેમાં બિનહરીફ ચૂંટાયેલા સભ્યો પૈકી ડો. સંતવલ્લભદાસજી સ્વામીની ચેરમેન તરીકે જ્યારે દેવપ્રકાશ સ્વામીની વડતાલ મંદિરના મુખ્ય કોઠારી તરીકે વરણી કરાતાં હરિભક્તોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય સાધુ બ્રહ્મવિહારીદાસજી 10 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવી દિલ્હી ખાતે તેમના નિવાસસ્થાને મળ્યા હતા.
