અમદાવાદમાં મણિનગરસ્થિત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે 33મા પાટોત્સવની ઉજવણી કરાઇ હતી.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્ય ઉજવણી થઈ હતી. શનિવારે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. ભવ્ય આતશબાજી બાદ શણગાર આરતી યોજાઈ હતી જેમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. હનુમાનજીએ સુવર્ણ વાઘામાં ભક્તોને દર્શન આપ્યા હતા. સાળંગપુરમાં કષ્ટભંજન દેવ દાદાના દર્શને 7થી 10 લાખ ભક્તો ઉમટ્યા હતા.
પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરને 2024-25માં 133 કરોડ રૂપિયાની આવક થઈ છે. જે ગયા વર્ષની આવક કરતાં 16 ટકા વધુ છે. મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભક્તો તરફથી મળતું દાન અને પ્રસાદ આવકનો સૌથી મોટો સ્રોત છે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા દુબઈમાં હોટેલ મોવેનપિક ખાતે 13થી 16 એપ્રિલ દરમિયાન આયોજિત ત્રિદિવસીય સીમાચિહ્ન કન્વેન્શન LIBF GCC Calling 2025,નું સફળતાપૂર્વક સમાપન થયું છે. લોહાણા એન્ટ્રેપ્રીન્યોર્સ, પ્રોફેશનલ્સ, ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ્સ અને યુવા વર્ગની ઉપસ્થિતિ સાથે આ સમિટ સૌથી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક સંમેલનોમાં એક બની રહ્યું હતું જેમાં 18થી વધુ દેશના 700થી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.
નેશનલ ફોરમ ફોર હેલ્થ એન્ડ વેલ બીઇંગ દ્વારા ગુજરાત હિન્દુ સોસાયટી (GHS), યુનિવર્સિટી એન્ડ લેન્કેશાયર ટીચિંગ હોસ્પિટલના સહયોગથી શનિવાર, 12 એપ્રિલના રોજ હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 500થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
પીળાં વસ્ત્રોમાં સજ્જ યુવા બ્રિટિશ હિન્દુ મહિલા સાધ્વી બ્રહ્મચારિણી શ્રીપ્રિયા ચૈતન્ય આ વર્ષની પ્રતિષ્ઠિત લંડન મેરેથોનમાં ભાગ લેવા જઈ રહી છે. તેમના માટે આ માત્ર માત્ર શારીરિક પડકાર જ નહિ, પરંતુ એક આધ્યાત્મિક યાત્રા પણ છે. ચિન્મય મિશન યુકેની નિવાસી હિન્દુ સાધ્વી પ્રાચીન જ્ઞાન અને આધુનિક સ્થિતિસ્થાપકતાનું અનોખું મિશ્રણ રજૂ કરે છે. તેમની કથા મેરેથોનથી પણ આગળ વધી જાય છે. વર્તમાન ગતિશીલ વિશ્વમાં આધ્યાત્મિક સાધના કેવી રીતે આંતરિક શક્તિ અને સ્પષ્ટતા પ્રદાન કરી શકે છે તેનો પુરાવો છે.
કેથોલિક ક્રિશ્ચિયન કોમ્યુનિટીના ધાર્મિક વડા પોપ ફ્રાન્સિસના નિધન પ્રસંગે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે દિલસોજી અને પ્રાર્થના વ્યક્ત કરતો શોકસંદેશ પાઠવ્યો હતો.મહંત સ્વામી મહારાજના દિલસોજીના પત્ર ઉપરાંત, અબુ ધાબીમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અને BAPS હિન્દુ મંદિર દ્વારા પણ પોપ ફ્રાન્સિસના નિધન પ્રસંગે હાર્દિક દિલસોજી વ્યક્ત કરવામાં આવી હતી
આંતરાષ્ટ્રીય પુસ્તક દિન નિમિત્તે 23 એપ્રિલના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે સત્સંગ સભામાં પુસ્તકો અને ગ્રંથોનું પૂજન કરાયું હતું. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ યુવા પેઢીને સંબોધતા શાસ્ત્રો અને પુસ્તકોનું મહત્ત્વ સમજાવ્યું હતું.
એસજીવીપી અમદાવાદના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અમેરિકા સ્થિત સ્વામિનારાયણ સનાતન મંદિર-સવાનાહ દિનપ્રતિદિન પ્રગતિ કરી રહ્યું છે. અહીં દિવ્ય – ભવ્ય કેમ્પસ નિર્માણ થઈ રહ્યું છે. સનાતન ધર્મના દેવ–દેવીઓની સાથે, દ્વાદશ જ્યોતર્લિંગની સ્થાપના પૂર્વ થઈ ચૂકી છે. તાજેતરમાં 11થી 13 એપ્રિલ દરમિયાન છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે દશાવતાર ભાવપ્રતિષ્ઠા, હનુમાનજી ભાવપ્રતિષ્ઠા, અમરનાથજી ભાવપ્રતિષ્ઠા ભવ્ય રીતે સંપન્ન થઈ હતી.
