સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    આજીવન સેવામૂર્તિ અને સહુના પ્

    ગુજરાત સરકારમાં ચાર દાયકા સુધી વિવિધ હોદા પર રહીને વિશિષ્ટ યોગદાન આપનાર, સાહિત્યિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓના રાહબર તથા અનેકવિધ વિષયો પર વિશિષ્ટ ચિંતનાત્મક લેખો અને વક્તવ્યો દ્વારા પ્રજાજીવનમાં જાગૃતિ આણનાર પૂર્વ મુખ્ય સચિવ પ્રવીણ ક. લહેરીનો અભિવાદન સમારોહ ગુરુવારે યોજાયો હતો. સમારોહમાં પ.પૂ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, પ.પૂ. સ્વામી નિખિલેશ્વરાનંદજી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પ્રવીણ ક. લહેરીનાં ત્રણ પુસ્તક ‘ગૌરવ ગુજરાતનું’, ‘અંતરંગ’ અને ‘સાંપ્રત સમયનો પડકાર’નું વિમોચન કરાયું હતું.

    HEF Launchpad 2025 યુકેના હિન્દુ એન્ટ્રેપ્રીન્યોર્સને સશક્ત બનાવશે

    હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકેના HEF Launchpad 2025 થકી 30 એપ્રિલે હીથ્રો મેરીઓટ ખાતે લેન્ડમાર્ક ઈવેન્ટનું આયોજન કર્યું હતું જ્યાં દેશભરના એન્ટ્રેપ્રીન્યોર્સ, ઈન્વેસ્ટર્સ અને ચેઈન્જમેકર્સ એકત્ર થયા હતા. HEF UKના સીઈઓ કે. શંકર, વાઈસ પ્રેસિડેન્ટ સુભાષ ઠકરાર OBE અને HEF લંડનના પ્રેસિડેન્ટ રાજેશ રંજન સિંહના પ્રેરણાદાયી સંબોધનોએ વાતાવરણને જીવંત બનાવ્યું હતું. યુકેમાં 700થી વધુ અને વિશ્વભરમાં 10,000થી વધુ સભ્યો સાથે HEF નેટવર્ક નવી હરણફાળ ભરવા સજ્જ થયું છે. HEFપ્લેટફોર્મ માત્ર નેટવર્કિંગ જૂથ નથી. તે થિન્ક ટેન્ક છે જે અરસપરસ સાંકળે છે, શિક્ષિત કરે છે, ફંડ આપે છે અને સશક્ત બનાવે છે. તે સાચા સંસાધનો, સાચી મેન્ટરશિપ અને સાચા રોકાણો ઓફર કરે છે.

    ઉનાળાનો તીવ્ર તાપ સહુ કોઇને દઝાડી રહ્યો છે. જમીન પર પગ મૂકતા જ દાઝી જાય તેવી ગરમી પડી રહી છે ત્યારે SGVP ગુરુકુલ-અમદાવાદ દ્વારા માનવતાના મીઠા સ્પર્શરૂપે દર વર્ષે જરૂરિયાતમંદો માટે ચપ્પલ વિતરણનું પાવન સેવાકાર્ય યોજાય છે. 

    બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ મંડળ (વેમ્બલી, કિંગ્સબરી અને નિસ્ડન) દ્વારા તા. 13-14 મેના રોજ પૂ. ઘનશ્યામપ્રિય સ્વામીના વ્યાસપીઠ પદે સંત પારાયણનું આયોજન કરાયું છે. 

    NCGO–UK દ્વારા ગુજરાતના 65મા સ્થાપના દિનની ભવ્ય ઊજવણી

    નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO–UK) દ્વારા હેરોના બ્લુ રૂમ ખાતે ગુજરાતના 65મા સ્થાપના દિનની સાંસ્કૃતિક સમૃદ્ધિ સાથે ભવ્ય અને શાનદાર ઊજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં ગુજરાતી ડાયસ્પોરા, રાજકારણીઓ, કોમ્યુનિટીના અગ્રણીઓ અને મહાનુભાવોએ ગુજરાતની વિરાસત અને યોગદાન તેમજ બ્રિટિશ ગુજરાતીઓ દ્વારા યોગદાનોને આનંદ સાથે અંજલિ અર્પી હતી.

    સેન્ડીએ કેશ એન્ડ કેરીના ગોલ્ફ ઈવેન્ટ સાથે ચેરિટી માટે ભંડોળ એકત્ર કરાયું

    સેન્ડીએ લિમિટેડ દ્વારા ગોલ્ફની રમત સાથે નેટવર્કિંગ અને ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ માટે ફંડ એકત્ર કરવા બુધવાર 30 એપ્રિલ 2025ના રોજ પિનેર હિલ ગોલ્ફ કલ્બ ખાતે આખા દિવસનો ઈવેન્ટ યોજાયો હતો જેમાં, સુગરો, લિન્ડ્ટ, HSBC અને માર્ક એન્થની ગ્રૂપ સહિત સપ્લાયર્સ, સાથીદારો અને ઈન્ડસ્ટ્રીના અગ્રેસરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ ગોલ્ફની રમત અને સ્વાદિષ્ટ ભોજન સાથે ઈનામ વિતરણ અને ચેરિટી માટે નાણા એકત્ર કરવા હરાજીના કાર્યક્રમોને પણ માણ્યા હતા.

    એઈલ્સબરી હિન્દુ ટેમ્પલમાં જામી હોળીના ઉત્સવે રંગોની રમઝટ

    એઈલ્સબરી હિન્દુ ટેમ્પલ (AHT) દ્વારા ડિસ્કવર બક્સ મ્યુઝિયમના સહકાર સાથે શુક્રવાર 26 એપ્રિલે હોળિકાત્સવના રંગોની રમઝટનો ઉત્સવ ઉજવાયો હતો જેમાં, ભારતીય સંસ્કૃતિ, સમુદાય અને સર્જનાત્મકતાની ઊત્સાહપૂર્ણ ઊજવણી જોવાં મળી હતી. મ્યુઝિયમના સુંદર ગાર્ડન્સમાં આયોજિત આ નિઃશુલ્ક, સમાવેશી ઈવેન્ટમાં સેંકડો લોકોએ જીવંત સંગીત અને નૃત્ય પરફોર્મન્સીસ, બાળકોની પ્રવૃત્તિઓ, ઢોલ અને નગારાં, સ્ટ્રીટ ફૂડ અને એકબીજા પર રંગો છાંટવાનો ભરપૂર લ્હાવો માણ્યો હતો.

    CF ઈન્ડિયાના સહાધ્યક્ષો અમીત જોગીઆ અને રીના રેન્જરનો સફળ મુદત પછી પદત્યાગ

    કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા (CF ઈન્ડિયા)ના સહાધ્યક્ષો અમીત જોગીઆ MBE અને રીના રેન્જર OBEએ વિશિષ્ટ સેવા અને નોંધપાત્ર સિદ્ધિઓ સાથે તેમના પાંચ વર્ષના સફળ કાર્યકાળ સમાપ્ત કર્યાં પછી પદત્યાગ કર્યો છે. CF ઈન્ડિયાએ તેમના બે નવા સહાધ્યક્ષો- સાંસદ, પૂર્વ ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર અને પાર્લામેન્ટમાં વરિષ્ઠ કન્ઝર્વેટિવ સભ્ય સર ઓલિવર ડાઉડેન અને બિઝનેસ અગ્રણી અને ફિલાન્થ્રોપિસ્ટ કૂલેશ શાહની નિયુક્તિ કરી છે.

    શ્રી પ્રજાપતિ એસોસિયેશન યુકે દ્વારા 45મુ મહિલા સંમેલન યોજાયું

    શ્રી પ્રજાપતિ એસોસિયેશન યુકે (SPA UK) દ્વારા રવિવાર 27 એપ્રિલ 2025ના રોજ બર્મિંગહામમાં રાધા સ્વામી રસિલા સત્સંગ સેન્ટર ખાતે 45મુ મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. સમુદાય, સંસ્કૃતિ અને નારી શક્તિના આ સીમાચિહ્ન સમાન આનંદસભર ઈવેન્ટમાં યુકેની 14 SPA શાખાઓ તેમજ વિદેશથી પણ 700થી વધુ મહિલાઓએ હાજરી આપી હતી. આ વર્ષે પણ 16 વર્ષથી નાની વયની બાળાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી તે પ્રોત્સાહક બાબત હતી.