‘ઓપરેશન સિંદૂર’ બાદ વિશ્વ સમક્ષ પાકિસ્તાનનો આતંકી ચહેરો ખુલ્લો પાડવા ભારતના સંસદસભ્યોનું સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ વિશ્વના વિવિધ દેશોની મુલાકાત લઇ રહ્યું છે. શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેની અધ્યક્ષતામાં યુએઇ પહોંચેલા ભારતીય પ્રતિનિધિ મંડળે 23 મેના રોજ અબુ ધાબીમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ બીએપીએસ હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
બ્રિટિશ ભારતીય સમાજના અવાજ તરીકે આગવી નામના અને ખ્યાતિ ધરાવતા ‘ગુજરાત સમાચાર’ સાપ્તાહિકે 53મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તે પ્રસંગે માનવંતા વાચક મિત્રોએ પાઠવેલા શુભેચ્છા સંદેશા અહીં રજૂ કરતાં અમે અત્યંત આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ.
સામુદાયિક એકતા અને સેવાભાવનાને ઉજાગર કરતી પ્રેરણાદાયી પહેલરૂપ એવી વાર્ષિક ‘બીએપીએસ ચેરિટીઝ વોક-રન 2025’ હેઠળ અમેરિકામાં 10થી વધુ શહેરોમાં 45,000થી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. આ અનોખી પહેલમાં સામેલ થવા અમેરિકામાં વિવિધ શહેરોમાં સેંકડો લોકો ઉમટી પડ્યા હતા.
મિત્રો-સ્વજનો સાથે નાના-મોટા પ્રવાસ તો અનેક કર્યા છે, પણ તાજેતરનો ટર્કી પ્રવાસ ખરા અર્થમાં યાદગાર બની રહ્યો... અને આ માટે આણંદ ઓવરસીઝ બ્રધરહૂડ-યુકે (AOB-UK) કમિટીના સભ્યોનો ખૂબ ખૂબ આભાર.
સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલ ધામમાં આવેલ પવિત્ર ગોમતી કિનારે કરોડોના ખર્ચે તૈયાર થઇ રહેલ નૂતન અક્ષર ભુવનની પૂ.લાલજીસૌરભ- પ્રસાદદાસજી, વડતાલ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામી, મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી, બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી તથા ટ્રસ્ટી બોર્ડના સભ્ય તેજસભાઇ પટેલ (પીપળાવ), અલ્પિતભાઇ પટેલ (બરોડા) અને સંપ્રદાયના વરિષ્ઠ સંતો બ્રહ્મસ્વરૂપ સ્વામી, અખંડ ભંજનાદિ શ્રીવલ્લભ સ્વામી, બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી તથા અગ્રણી હરિભક્તો ગોવિંદભાઇ ઠક્કર (તારાપુર) અશ્વિનભાઇ કા. પટેલ (વીરસદ) અને ભૂપેન્દ્રભાઇ પટેલ (ભરૂચ) વગેરેએ અક્ષર ભુવનની મુલાકાત લીધી હતી.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ઐતિહાસિક ગિલ્ડહોલમાં યોજાયેલા સમારોહમાં રવિન્દ્ર નથવાણીને કાઉન્સિલ કેવિન મિશેલના હસ્તે લોર્ડ મેયર ઓફ એક્સટર્સ કમેન્ડેશન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. સમાજની દીર્ઘકાલીન અને પ્રશંસનીય સેવા કરવા બદલ નથવાણીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થયો હતો.
સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ મણિનગરમાં કુમકુમ સંસ્થાનો પ્રારંભ કર્યો તેને 26 મેના રોજ 40 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગની રંગેચંગે ઉજવણી કરાઇ હતી.
અમદાવાદના મેમનગર ગુરુકુળમાં 7 હજાર કિલો કેરીનો આમ્ર કુટોત્સવ યોજાયો હતો, અને બાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને જરૂરિયાતમંદ લોકોમાં તેનું પ્રસાદરૂપે વિતરણ કરાયું હતું.
ગુર્જર હિન્દુ યુનિયન (GHU) ના ઉપક્રમે વેસ્ટ સસેક્સના ક્રાઉલી ખાતે 25 મેથી 31 મે 2025 દરમિયાન ભાઈશ્રી રમેશભાઈની વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવતકથા યોજાઈ હતી. પૂજ્ય ભાઈશ્રીની વ્યાસપીઠે આયોજિત ભાગવત સપ્તાહના આધ્યાત્મિક ઉપદેશોનો દરરોજ 2000 અને સંપૂર્ણ સપ્તાહમાં અંદાજે 14,000 જેટલા ભાવિકોએ લાભ લીધો હતો.
