સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    લિલોન્ગ્વેમાં BAPS હિન્દુ મંદિરનો શિલાન્યાસ

    મલાવીની રાજધાની લિલોન્ગ્વેમાં નવાં BAPS હિન્દુ મંદિરનો શિલાન્યાસવિધિ યોજાયો હતો જેમાં દેશવિદેશથી 950થી વધુ ભક્તજનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શિલાન્યાસવિધિ દરમિયાન પ્રિયવ્રત સ્વામી અને BAPSના અન્ય સ્વામીઓ, માલાવીસ્થિત ભારતીય હાઈ કમિશનર એસ. ગોપાલકૃષ્ણન, હિન્દુ સેવા સમાજ માલાવીના પ્રેસિડેન્ટ પ્રમોદભાઈ કાલરિઆ તેમજ સમગ્ર માલાવીના 11 ભારતીય કોમ્યુનિટી સંગઠનોના વરિષ્ઠ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

    GHS ટેમ્પલમાં મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠાની વર્ષગાંઠો નિમિત્તે ઉજવણીની તૈયારી

    ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) ટેમ્પલમાં રાધાકૃષ્ણ મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠાની 50મી વર્ષગાંઠ અને રામ દરબારની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠાની 25મી વર્ષગાંઠ તેમજ નવા સેન્ટર/ હેતુનિર્મિત મંદિરના ઉદ્ઘાટનની ઊજવણીઓની તૈયારી સંદર્ભે રાત્રિભોજ (ડિનર)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મનોરંજન, સ્વાગત અને સેન્ટરના ઈતિહાસની રજૂઆતના કાર્યક્રમમાં સામેલ થવા કાઉન્સિલર્સ અને બિઝનેસ અગ્રણીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

    બીએપીએસ દ્વારા સ્વચ્છતા અભિય

    બીએપીએસ સંસ્થાના કાર્યકરો દ્વારા વિશ્વ મહાસાગર દિન પ્રસંગે 8 જૂનના રોજ મુંબઇના જૂહુ બીચ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. 

    આસામના સમૃદ્ધ નૃત્ય વારસાની નેહરુ સેન્ટર ખાતે ઊજવણી

    નેહરુ સેન્ટર, લંડન ખાતે આસામના સમૃદ્ધ નૃત્ય વારસાની ઊજવણી કરવામાં આવી હતી. શાસ્ત્રીય અને લોકનૃત્યોના મંત્રમુગ્ધ કરી દેનારા પ્રદર્શન થકી ઓડિયન્સ આસામની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓમાં ખોવાઈ ગયું હતું. સંગીત નાટક અકાદમી ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કારના વિજેતા અને લૂઈટપોરીઆ નાસોની ટાઈટલ ધરાવતાં મેઘરંજની મેઢી આ પરફોર્મન્સના કેન્દ્રમાં રહ્યાં હતા, જેમની માસ્ટરી, ભવ્યતા અને કથાકથનની અભિવ્યક્તિએ ઓડિયન્સને બાંધી રાખ્યું હતું. ભારતીય અને બ્રિટિશ ડાયસ્પોરાએ કાર્યક્રમની રંગત માણી હતી.

    LCUKના સ્પેશિયલ ડિનર ઈવેન્ટમાં LIBF એક્સ્પો 2026ની જાહેરાત કરાઈ

    લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) વતી લોહાણા કોમ્યુનિટી યુકે (LCUK)એ મંગળવાર  10 જૂનના રોજ રાયસ્લિપના ‘વેન્યુ 5’ ખાતે આગામી LIBF એક્સ્પો 2026ની જાહેરાત અને પ્રમોશન કરવા સ્પેશિયલ ડિનરનું આયોજન કર્યું હતું. ત્રિદિવસીય સીમાચિહ્ન ઈન્ટરનેશનલ બિઝનેસ એક્ઝિબિશન મુંબઈ, BKCના પ્રતિષ્ઠિત જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે  30  જાન્યુઆરીથી  1 ફેબ્રુઆરી 2026  દરમિયાન યોજાનાર છે.

    સ્લાઉ આઉટરીચ ચેરિટીને મદદ કરવા HSSના કેન્દ્રો દ્વારા વોકેથોન યોજાયું

    હિન્દુ સ્વયંસેવક સંઘ (HSS) યુકેના કેન્દ્રો સેવા સ્લાઉ અને મેઈડનહીડ દ્વારા કોમ્યુનિટીના ઘરવિહોણા અને અશક્ત સભ્યોને સપોર્ટ કરતી ચેરિટી સંસ્થા સ્લાઉ આઉટરીચને મદદ કરવા રવિવાર 8 જૂને વોકેથોનનું આયોજન કરાયું હતું. સ્લાઉ અને મેઈડનહીડ કેન્દ્રોના 3થી 70 વર્ષ સુધીના આશરે વ્યક્તિઓએ અપ્ટોન કોર્ટ પાર્કથી જ્યુબિલી રીવર સુધી 6.5 કિલોમીટરના અંતરને ચાલીને કાપ્યું હતું અને 1800 પાઉન્ડથી વધુ ફંડ એકત્ર કર્યું હતું.

    અમદાવાદ વિમાન કરૂણાંતિકાથી સમુદાયમાં શોકનું મોજુંઃ NCGO

    નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO UK)એ અમદાવાદથી લંડન ગેટવિકની ફ્લાઈટ અમદાવાદથી ટેઈક ઓફ કર્યાની ગણતરીની સેકન્ડોમાં તૂટી પડવાની કરૂણ ઘટના બદલ ઊંડા આઘાત અને દુઃખની લાગણી વ્યક્ત કરવા સાથે દિલસોજી પઠવી હતી.

    જલારામ જ્યોત મંદિર દ્વારા પ્રાર્થનાસભા યોજાઈ

    સડબરીના જલારામ જ્યોત મંદિર દ્વારા 14 જૂન શનિવારે અમદાવાદની કરૂણ વિમાન દુર્ઘટનામાં પોતાના સ્નેહીજનોના પરિવારો તેમજ અન્ય તમામ આત્માઓની શાંતિ અર્થે પ્રાર્થનાસભાનું આયોજન કર્યું હતું. આ પ્રાર્થનાસભામાં NCGO (નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ), જલારામ જ્યોત મંદિરના ટ્રસ્ટીઓ, પૂજારીઓ, શ્રદ્ધાળુઓ તેમજ પોતાની સંવેદના વ્યક્ત કરવા ઈચ્છતા કોમ્યુનિટીના સભ્યો સહિત ઘણા લોકોએ હાજરી આપી હતી.

    HFB દ્વારા એર ઈન્ડિયા ફ્લાઈટ કરૂણાંતિકાના વિક્ટિમ્સ પ્રત્યે દિલસોજી

    હિન્દુ ફોરમ બ્રિટન (HFB) વતી સંસ્થાના સભ્યોએ અમદાવાદ-લંડન એર ઈન્ડિયા ફ્લાઈટ AI 171ની કરૂણાંતિકાથી અસર પામેલા પરિવારો અને સ્નેહીજનોને ઊંડી દિલસોજી અને હૃદયસ્પર્શી એૈક્યની સંવેદના વ્યક્ત કરી હતી. HFB દ્વારા જણાવાયું હતું કે તેમની પ્રાર્થના અને વિચારો જેમણે ચિરવિદાય લીધી છે તે આત્માઓ સાથે છે તેમજ આ પીડાદાયી સમયગાળામાં તેમના પરિવારોની સાથે પણ છે. આ ઉપરાંત, બચાવકાર્યમાં સંકળાયેલા તમામ ઈમર્જન્સી કર્મચારીઓ અને બચી ગયેલા લોકોને શક્તિ અને ધરજ સાંપડે તેવી પણ પ્રાર્થના કરાઈ હતી. દિવંગતોના આત્માઓને મોક્ષ સાંપડે તેમજ તેમના પરિવારોને આ મુશ્કેલ સમયમાં સહનશક્તિ, હિંમત, સપોર્ટ અને આશ્વાસન સાંપડે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.