સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    રેડ લોટસ ઈવેન્ટ્સ CIC દ્વારા લીજેન્ડ્સ ઓફ લેગસી ઈવેન્ટ યોજાયો

    રેડ લોટસ ઈવેન્ટ્સ CIC દ્વારા ગુરુવાર 1 મે 2025ના દિવસે લીજેન્ડ્સ ઓફ લેગસીની યજમાની કરવામાં આવી હતી. આ સાંજ ઉત્સાહ, હેતુ તેમજ યુકેમાં ગુજરાતી વિરાસતના જતનની ગાઢ પ્રતિબદ્ધતાથી ભરપૂર હતી. આ ઈવેન્ટમાં પ્રતિષ્ઠિત અભિનેતા અને સાંસ્કૃતિક વ્યક્તિત્વ નીતિનભાઈ ગણાત્રા મહેમાન વક્તા હતા જેમની ઉપસ્થિતિએ યુકેમાં સાઉથ એશિયન પ્રતિનિધિત્વના વિસ્તરી રહેલા ફલક બાબતે વિશેષ સમજ સાથે રાત્રિને પરિપૂર્ણ બનાવી હતી.

    હાર્ટફૂલનેસ દ્વારા માન્ચેસ્ટરમાં આરોગ્ય અને સ્વાસ્થ્ય ઈવેન્ટ

    હાર્ટફૂલનેસ દ્વારા આરોગ્ય અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માન્ચેસ્ટરના સ્ટ્રેટફોર્ડ પબ્લિક હોલમાં ધ્યાન અને યોગના સફળ ઈવેન્ટનું આયોજન કરાયું હતું જેમાં, 60થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં ટ્રેફોર્ડના મેયર કાઉન્સિલર એમી વ્હીટે હાજરી આપી હતી જેઓ સતત માન્ચેસ્ટચરમાં હાર્ટફૂલનેસ ઈનિશિયેટિવ્ઝના સમર્થક રહ્યાં છે.

    * મહાત્મા ગાંધી ફાઉન્ડેશન (યુ.કે.) દ્વારા મહાત્મા ગાંધીજીના જન્મોત્સવ-ગાંધી જયંતિની ઉજવણી કરવાનું અાયોજન મંગળવાર ૬, અોકટોબર ૨૦૧૫, સાંજે ૬ થી ૧૦ સુધી કડવા પાટીદાર સેન્ટર, કેનમોર એવન્યુ, હેરો HA3 8LUખાતે કરવામાં અાવ્યું છે. સંસ્થાના પ્રમુખ અને કમિટીના સભ્યો અાપને સહપરિવાર, મિત્રમંડળ સહિત સૌને ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે. શાકાહારી ભોજન ૬થી ૭.૩૦ દરમિયાન પીરસાશે. ગાંધીબાપુને પ્રિય પ્રાર્થના, ભક્તિગીત-સંગીત કિરીટ વાકાણી અને મરીના ગ્રુપ રજૂ કરશે. સંપર્ક: ભાનુ પંડ્યા 020 8427 3413; 07931 708 026અને નીતિબેન ઘીવાલા 020 8429 1608; 07930 283 991 અને ઇલાબેન પંડ્યા 020 8428 7709.

    ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટનની વાર્ષિક જાહેર સભાનું આયોજન તા. ૧૩-૯-૧૫ના રોજ કરવામાં આવ્યું હતું. એજન્ડા પ્રમાણે પ્રમુખ શ્રી અને મંત્રીશ્રીએ અહેવાલ રજૂ કર્યા બાદ ખજાનચી દ્વારા ગત વર્ષના આવક જાવકના હિસાબો રજૂ કરાયા હતા. તે પછી કારોબારી સમિતિના સદસ્યોની ચુંટણી કરવામાં આવી હતી. જેમની મીટીંગ ગત તા. ૧૫-૯-૧૫ના રોજ મંગળવારે મળી હતી જેમાં સંસ્થાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

    વિખ્યાત ક્રિકેટર ગોર્ડન ગ્રીનીજે શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરીની મુલાકાત લીધી

    વેસ્ટ ઇન્ડિઝના વિખ્યાત ક્રિકેટર ગોર્ડન ગ્રીનીજ MBEએ તા. ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરીની મુલાકાત લઇ મંદિરના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને ક્રિકેટ પ્રવૃત્તિને નિહાળી હતી. મંદિર ખાતે અદ્યતન સગવડો સાથેના શ્રી મુક્ત જીવન સ્વામી બાપા કોમ્પલેક્સનું નિર્માણ કરાયું છે અને તેમાં ક્રિકેટ, ફૂટબોલ સહિત વિવિધ રમતગમત, આરોગ્ય અને સુખાકારી માટેની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ ઉપરાંત મંદિર ખાતે શૈક્ષણિક અને ચેરિટેબલ પ્રવૃત્તિઅો પણ કરવામાં આવે છે.

    પ્રસિદ્ધ હરે કૃષ્ણ મંદિર ઈસ્ક

    બેંગલુરુનું સુપ્રસિદ્ધ હરે કૃષ્ણ મંદિર, ઈસ્કોન સોસાયટી-બેંગલૂરુનું હોવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે શુક્રવારે સંભળાવ્યો હતો. દેશની સર્વોચ્ચ અદાલતના આ નિર્ણય બાદ ઈસ્કોન બેંગલૂરુ અને ઈસ્કોન મુંબઈ વચ્ચેના વર્ષોથી ચાલ્યા આવતા વિવાદનો અંત આવ્યો છે.

    ગુજરાત સમાચાર સાથે 1973થી અતૂટ ન

    બ્રિટિશ ભારતીય સમાજના અવાજ તરીકે આગવી નામના અને ખ્યાતિ ધરાવતા ‘ગુજરાત સમાચાર’ સાપ્તાહિકે 5 મેના રોજ 53મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તે પ્રસંગે માનવંતા વાચક મિત્રોએ પાઠવેલા શુભેચ્છા સંદેશા અહીં રજૂ કરતાં અમે અત્યંત આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. - સી.બી. પટેલ, પ્રકાશક-તંત્રી

    સંસ્થા સમાચાર (અંક 24 મે 2025)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    જગતજનની મહિષાસુરમર્દીની મા જગદંબાના આરાધનાના પર્વ 'નવરાત્રી મહોત્સવ' પ્રસંગે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સૌ વાચક મિત્રો માટે પારંપરિક ગરબા, સ્તુતિ - આરતી, માતાજીની આરાધનાના લેખો તેમજ લંડન સહિત સમગ્ર યુકેમાં કયા કયા સ્થળે નવરાત્રી મહોત્સવના ભવ્ય આયોજનો થઇ રહ્યા છે તેની સવિસ્તર માહિતી ધરાવતી વિશેષ 'નવરાત્રી મહોત્સવ પૂર્તિ' આગામી તા. ૧૦મી અોક્ટોબર ૨૦૧૫ના 'ગુજરાત સમાચાર'ના અંકમાં પ્રસિધ્ધ કરવામાં આવશે.

    સંસ્થા સમાચાર (અંક 31 મે 2025)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...