શ્રીમદ્ રાજચંદ્ર મીશન ધરમપુરના આદ્યાત્મિક ચેતનાના પ્રચારક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના વચનામૃત/વ્યાખ્યાનનો કાર્યક્રમ લંડનના હેરો લેઝર સેન્ટર ખાતે તા. ૨૦-૨૧ જુનના રોજ યોજવામાં આવેલ જેના વિષયો હતા: “તમારી ભક્તિમાં મીઠું ઉમેરો” - Add Salt to your devotion અને “તમારા સંબંધોમાં મીઠાશ ઉમેરો” - Add to Sugar in relationship
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
લોહાણા કોમ્યુનિટી યુકે (LCUK) દ્વારા 10 જૂન મંગળવારે રાયસ્લીપના વેન્યુ 5 ખાતે લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) વતી ભવ્ય ડિનરનું આયોજન કરાયું હતું. આ સ્પેશિયલ ડિનર કાર્યક્રમ મુંબઈના બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે પ્રતિષ્ઠિત જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં 30 જાન્યુઆરી 2026થી 1 ફેબ્રુઆરી 2026ના ત્રણ દિવસીય વૈશ્વિક બિઝનેસ એક્ઝિબિશન LIBF Expo 2026 માટે કર્ટેઈન-રેઈઝર બની રહ્યો હતો. આ ઉપરાંત, અન્ય ઈનિશિયેટિવ્ઝ પણ જાહેર કરાયા હતા.
સનાતન ધર્મના વિવિધ સંપ્રદાયો વચ્ચે સંકલન મજબૂત બનાવવા ભારત અને વિશ્વભરમાંથી 1000થી વધુ આધ્યાત્મિક ગુરુઓ, સંતો, આચાર્યો અને મહાત્માઓ 16 જૂન, 2025ના રોજ બેંગલુરુમાં યોજાએલી ઐતિહાસિક ભારતીય સંત મહા પરિષદ (BSMP)માં ઉપસ્થિત રહ્યા હતા. BAPS સ્વામિનારાયણ સંસ્થા વતી મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ BSMPમાં હાજરી આપી હતી.
આ વર્ષની શરૂઆતમાં કોમ્યુનિટી ફંડરેઈઝરમાં એશિયન કોમ્યુનિટીએ સેન્ટ લ્યૂક્સ હોસ્પિસ માટે £70,300નું ફંડ એકત્ર કર્યું હતું. એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી અને પ્રણાશાના પ્રતિનિધિઓએ કેન્ટનમાં સેન્ટ લ્યૂક્સ હોસ્પિસની મુલાકાત લીધી હતી અને 70,300 પાઉન્ડનો ચેક અર્પણ કર્યો હતો. આ ફંડનો પ્રત્યક્ષ ઉપયોગ હેરો અને બ્રેન્ટમાં લોકોને જીવનના અંત સુધીની સ્પેશિયાલિસ્ટ કાળજી પૂરી પાડવા પાછળ કરાશે.
બીએપીએસ ચેરિટીઝ દ્વારા તાજેતરમાં પ્રથમ હેલ્થકેર પ્રોફેશનલ્સ કોન્ફરન્સ (HPC25)નું શાનદાર આયોજન કરાયું હતું. હ્યુસ્ટનમાં આયોજિત આ કોન્ફરન્સમાં 30થી વધુ તબીબી અને સંલગ્ન શાખાઓના 1,150 થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આધ્યાત્મિકતા અને તબીબી ક્ષેત્રે ઉત્કૃષ્ટ સંશોધનના વિરલ સમન્વયરૂપ આ કોન્ફરન્સની થીમ હતી: ‘Enrich, Explore & Empower’.
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ વતી સંસ્થાના વરિષ્ઠ સંતગણે અમેરિકામાં મોર્મન ખ્રિસ્તી ધર્મગુરુઓ સાથે શુભેચ્છા મુલાકાત યોજી હતી. તેમજ વિવિધ ચર્ચ સ્થાનોની મુલાકાત લીધી હતી.
વિશ્વ સંસ્કૃત સંમેલન એ સંસ્કૃત ભાષાનું એક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય સંમેલન છે. આ સંમેલન દુનિયાની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ ભાષાનો ઉત્સવ છે, જે સંસ્કૃત અને સંસ્કૃતિના પુનર્જીવન, સંરક્ષણ અને વૈશ્વિક પ્રસાર માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સંમેલન દર ત્રણ વર્ષે વિશ્વના વિવિધ દેશોમાં યોજાય છે, જેમાં હજારો સંસ્કૃત વિદ્વાનો પોતાના સંશોધનપત્રો રજૂ કરે છે અને ચર્ચા કરે છે. આ વર્ષે 19મું પંચદિવસીય વિશ્વ સંસ્કૃત સંમેલન 26થી 30 જૂન દરમિયાન નેપાળના કાઠમંડુ શહેરમાં યોજાયું હતું.
આધ્યાત્મિક અને સાંસ્કૃતિક લેન્ડમાર્ક શિખરબંધ દેરાસરની 20મી વર્ષગાંઠ નિમિત્તે ઓશવાલ એસોસિયેશન ઓફ ધ યુકે (OAUK) દ્વારા 28 જૂન 2025ના શનિવારે ઓશવાલ સેન્ટર ખાતે ધ ફેસ્ટિવલ ઓફ યુનિટી નામે આઉટડોર સંગીતમય ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આસ્થા, કોમ્યુનિટી અને સંવાદિતાની આ ઊજવણીમાં 1000થી વધુ લોકો સામેલ થયા હતા. આ વિશેષ ઈવેન્ટમાં સ્થાનિક સરકાર, કોમ્યુનિટી અગ્રણીઓ, પેનલ સંગઠનોના પ્રતિનિધિઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
એઈલ્સબરી હિન્દુ ટેમ્પલ (AHT) દ્વારા 27 જૂન શુક્રવારની સાંજે એઈલ્સબરી મલ્ટિકલ્ચરલ સેન્ટર ખાતે 7મો વાર્ષિક રથયાત્રા ઉત્સવ યોજાયો હતો જેમાં બકિંગહામશાયર, ઓક્સફર્ડશાયર, હર્ટફોર્ડશાયર અને ગ્રેટર લંડનથી પણ 350થી વધુ ભક્તોએ હાજરી આપી હતી.
