કાર્ડિફઃ VJ Dayની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે બીજા વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોના બલિદાનને યાદ કરવા અને ભારતના ૭૪મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે કાર્યક્રમ યોજાયો હતો. તેમાં વેલ્શના ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફોર્ડ ઉપસ્થિત રહ્યા હતા. બપોરે કાર્ડિફ કાસલ ખાતે ધ્વજવંદનના કાર્યક્રમમાં આમંત્રિતોની સંખ્યા ખૂબ મર્યાદિત રખાઈ હતી. કોવિડ-૧૯ના નવા નિયમોનું પાલન થઈ શકે તે હેતુસર માત્ર નોંધાયેલા મહેમાનોને પ્રવેશ અપાયો હતો.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
૧૪ ઓગસ્ટને શુક્રવારે BAPS ચેરિટીઝ દ્વારા સુઝેન જી. કોમેન સંસ્થાને સ્તન કેન્સર પીડિત અને જીવિત લોકોની સહાય માટે $૨૫,૦૦૦ની સહાય અપાઈ હતી. અમેરિકામાં દર વર્ષે ૨૭૦,૦૦૦ સ્ત્રીઓ અને પુરુષો સ્તન કેન્સરનો ભોગ બને છે. અમેરિકા અને સમગ્ર વિશ્વમાં દર વર્ષે કેન્સર પીડિત સ્ત્રીઓમાં સ્તન કેન્સર પીડિત સ્ત્રીઓની સંખ્યા સૌથી વધારે જોવા મળે છે. BAPS દર વર્ષે અમેરિકામાં ૮૦થી વધુ સ્થળોએ વોકેથોન યોજે છે, જેમાં ૨૫,૦૦૦થી વધુ લોકો ભાગ લે છે. સુઝેન જી. કોમેન સંસ્થા આ વર્ષે સહાય મેળવનારી સંસ્થાઓમાં એક હતી.
કોરોનાની મહામારીએ આમ આદમીથી માંડીને બહુરાષ્ટ્રીય કંપનીઓનું આર્થિક આયોજન ખોરવી નાંખ્યું છે. આમાં પણ સૌથી વિપરિત અસર સમાજસેવી સંસ્થાઓને થઇ છે. દક્ષિણ ગુજરાતના બીલીમોરામાં કાર્યરત મહાવીર વૃદ્ધાશ્રમ પણ આવી જ એક સંસ્થા છે. મહાવીર કલ્યાણ અને વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ છેલ્લા ૧૬ વર્ષથી કાર્યરત મહાવીર વૃદ્ધાશ્રમને કોરોના સંકટના કારણે ખર્ચને પહોંચી વળવામાં ઘણીબધી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.
પરદેશથી પરત ભારત જનારા પ્રવાસીઓ માટે સરકારે ૧૪ દિવસનો ક્વોરન્ટાઇન ટાઇમ નક્કી કર્યો છે. યુ.કે.થી ભારત ખાસ કરીને ગુજરાત જનારા પ્રવાસીઓને કોઇ સગાસહોદર કે મિત્રોને ત્યાં ૧૪ દિવસ ઘરમાં ગોંધાઇ રહેવું ગમે નહિ એ સ્વાભાવિક છે.
• નહેરૂ સેન્ટર, લંડનસહર્ષ યોજે છે, વાર્તાલાપ, શુક્રવાર તા.૨૧ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ બપોરના ૧૨ વાગે.
વિષય: ઘર્ષણોનો ઉદય કેમ થાય છે : મહાભારતના પાનેથી..
વક્તા: જાણીતા કલાકાર, દિગ્દર્શક, નિર્માતા, સ્ક્રીન રાઇટર, ભારતીય લોકસભાના પૂર્વ સભ્ય શ્રી નીતીશ ભારદ્વાજ .
આપ એમાં ભાગ લેવા ઇચ્છતા હો તો ઇમેઇલ કરો : officeassistance@nehrucentre,org.uk
અથવા ફેસબુક પર પણ આ કાર્યક્રમ જોઇ શકો છો. http://www.facebook.com/nehrucentrelondon
પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે તા. ૧૭-૯-૨૦૨૦ના રોજ પ્રેસ્ટન રાધાકૃષ્ણ મંદિરમાં આશુતોષ ભગવાનશ્રી સદાશિવની કૃપાદૃષ્ટિ કાયમ રહે તે હેતુસર રૂદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. કોવિડ-૧૯ના કપરી પરિસ્થિતિમાં સરકારની ગાઈડલાઈનનું પાલન કરી બે વ્યક્તિ વચ્ચે ૨ મીટરનું અંતર, માસ્ક તેમજ હાથ સેનેટાઈઝ કરીને યજમાન હરિભક્તોએ ઘણા હેતભાવથી સદાશિવનું પૂજન કર્યું હતું.
કોરોનાની મહામારીએ આમ આદમીથી માંડીને બહુરાષ્ટ્રીય કંપનીઓનું આર્થિક આયોજન ખોરવી નાંખ્યું છે. આમાં પણ સૌથી વિપરિત અસર સમાજસેવી સંસ્થાઓને થઇ છે. દક્ષિણ ગુજરાતના બીલીમોરામાં કાર્યરત મહાવીર વૃદ્ધાશ્રમ પણ આવી જ એક સંસ્થા છે.
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો દરરોજ સવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના માધ્યમ દ્વારા લાભ લઈ રહ્યા છે. પૂ. મહંત સ્વામી નેનપૂરમાં રહ્યા રહ્યા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપે છે.
• કાર્ડીફ સ્વામીનારાયણ મંદિર, ૪ મર્ચીસ પ્લેસ, કાર્ડીફ CF11 6RDના ૩૮મા વર્ચ્યુઅલ પાટોત્સવનું તા.૩૦.૮.૨૦ સુધી આયોજન કરાયું છે. દર્શનનો સમય સવારે ૮ થી ૯.૩૦ અને સાંજે ૪થી ૫.૧૫, આરતી સવારે ૭.૩૦ અને સાંજે ૫.૩૦. તા. ૩૦ આરતી સવારે ૭.૩૦ અને સાંજે ૬. પાટોત્સવ દરમિયાન દરરોજ સાંજે ૬થી ૭ (તા.૩૦ રાત્રે ૯.૩૦) કથાનો લાભ મળશે. સંપર્ક. 02920 371 128
૨૦ ઓગસ્ટ ૧૯૯૫ના પાવન દિવસે પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડનનું ઉદઘાટન કર્યું તે સાથે જ હજારો હરિભક્તો અને શુભેચ્છકોની પ્રતીક્ષાનો અંત આવ્યો હતો અને તેમની ભક્તિ આરાધના સફળ થઈ હતી. યુરોપમાં આ પ્રકારનું આ પ્રથમ પરંપરાગત હિંદુ મંદિર છે. નીસડન મંદિર શાંતિ, સંવાદિતા અને કોમ્યુનિટી સર્વિસના સુભગ સમન્વયનું કેન્દ્ર બન્યું છે. તેની સ્થાપત્ય કળા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.
