સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    સાઉથ એશિયન્સને ટાઈપ-૨ ડાયાબિટ

    NHS દ્વારા સાઉથ એશિયન લોકોને તેમને ટાઈપ-૨ ડાયાબિટીસ થવાનું જોખમ છે કે કેમ તે જાણવા પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે. આ માટે ડાયાબિટીસ યુકે દ્વારા આયોજિત ‘Know Your Risk’ ટુલનો ઉપયોગ કરવાનો રહે છે. ડેટા મુજબ કોરોના વાઈરસના કારણે મોતનો શિકાર બનેલા લોકોમાં આશરે એક તૃતીઆંશ લોકોને ડાયાબિટીસ હોવાનું જણાયાના પગલે આ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.

    પર્વાધિરાજ પર્યુષણ સમયે “વન જ

    જૈન ધર્મના સૌથી મહત્ત્વના પર્વ એવા આઠ દિવસના પર્યુષણ પર્વ અને દશ દિવસના દશલક્ષણા પર્વ સમયે આત્મશુદ્ધિ, ધર્મક્રિયાઓ, તપ, પ્રભુભક્તિ અને ક્ષમાપના કરવામાં આવે છે. આ ચાર મહિના દરમિયાન (ચાતુર્માસમાં) જૈન સાધુ-સાધ્વીઓ એક સ્થળે રહીને ધર્મઆરાધના કરતા હોય છે. પર્યુષણનો અર્થ છે ‘નિકટ બેસવું’. અને એનો હેતુ છે આ સમય દરમિયાન તપશ્ચર્યા દ્વારા વ્યક્તિ પોતાના આત્માની નિકટ જઈને તથા કષાયો દૂર કરીને પોતાની આત્મશુદ્ધિ કરે છે તેમજ પ્રાયશ્ચિત્ત વગેરે દ્વારા જીવનને વધુ પવિત્ર અને આધ્યાત્મિક બનાવે છે. આ સમયે જૈન શ્રાવકો સાધુ જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરે છે અને એ આત્મશુદ્ધિનો અનુભવ કરે છે.

    કોરોનાની મહામારીએ આમ આદમીથી માંડીને બહુરાષ્ટ્રીય કંપનીઓનું આર્થિક આયોજન ખોરવી નાંખ્યું છે. આમાં પણ સૌથી વિપરિત અસર સમાજસેવી સંસ્થાઓને થઇ છે. દક્ષિણ ગુજરાતના બીલીમોરામાં કાર્યરત મહાવીર વૃદ્ધાશ્રમ પણ આવી જ એક સંસ્થા છે. મહાવીર કલ્યાણ અને વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ છેલ્લા ૧૬ વર્ષથી કાર્યરત મહાવીર વૃદ્ધાશ્રમને કોરોના સંકટના કારણે ખર્ચને પહોંચી વળવામાં ઘણીબધી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.

    પૂ.મહંત સ્વામી પ્રકૃતિ-વંદના ક...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૩૦ ઓગસ્ટે પ્રકૃતિ વંદનાના વૈશ્વિક કાર્યક્રમમાં જોડાવા તેમણે હરિભક્તોને અનુરોધ કર્યો હતો. તે દિવસે પૂ. મહંત સ્વામીએ નેનપૂરમાં વૈદિક શાંતિપાઠ સાથે વૃક્ષપૂજન અને તુલસીપૂજન કરીને આરતી ઉતારી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા કે તમે પ્રકૃતિનું જતન કરશો તો પ્રકૃતિ તમારું જતન કરશે. તેમણે લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરાવીને આપણને સૌને વૃક્ષોનું, પ્રકૃતિનું, પર્યાવરણનું જતન કરવાનો આદેશ  અને સંદેશ આપ્યો છે.’

    • VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર૪૩ ક્લેવલેન્ડ રોડઈલ્ફર્ડએસેક્સ IG1 1EE ખાતે મંદિરમાં દર્શનનો સમય – દર્શન – સવારે ૮થી ૧૧ અને સાંજે ૬થી ૮, આરતી સવારે ૧૦ વાગે અને સાંજે ૭.૧૫ વાગે. તા.૧.૯.૨૦થી તા. ૧૭.૯.૨૦ સુધી શ્રાદ્ધપર્વ છે. દાન માટે આ સમય શ્રેષ્ઠ હોવાથી સૌને મંદિરની મુલાકાત લેવા અને દાન કરવા અપીલ છે. સંપર્ક. 020 8553 5471

    કરમસદ સમાજ યુકે દ્વારા £૧૦,૦૦૦

    સામાજિક સંસ્થા કરમસદ સમાજ યુકે દ્વારા NHS Caharities Togetherને £૧૦,૦૦૦નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સંસ્થાના સેક્રેટરી કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ અર્જન્ટ અપીલને પગલે સંસ્થાના મેમ્બર્સ અને મિત્રો દ્વારા આ રકમ એકત્ર કરીને ડોનેશન તરીકે અપાઈ હતી.

    પ્રોજેક્ટ લાઈફ, રાજકોટનો મહિલ

    પ્રોજેક્ટ લાઈફ, રાજકોટ, ગુજરાત, ઈન્ડિયા દ્વારા વિમેન એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ હેઠળ ૧૫૦ BPLમહિલાઓને ઝૂમના માધ્યમથી વર્ચ્યુઅલ વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામના ડિજીટલ ઉદઘાટન સમારોહનું ૫મી સપ્ટમ્બરે આયોજન કરાયું છે.

    શ્રી જલારામ જ્યોત મંદિર (સડબરી...

    માત્ર હિન્દુઓ જ નહિ વ્યાપક કોમ્યુનિટીની સેવા કરતા શ્રી જલારામ જ્યોત મંદિર (સડબરી) આશરે ૧૨,૦૦૦ લોકોનો ભક્તગણ ધરાવે છે. વેસ્ટ લંડનમાં આવેલા મંદિર અને કોમ્યુનિટી સેન્ટર ખાતે સજાવટ અને સમારકામનું કાર્ય હાથ ધરાનાર છે જેના માટે યુનિટી ટ્રસ્ટ બેન્ક તરફથી ૧.૧ મિલિયન પાઉન્ડનું રિફાઈનાન્સ પેકેજ અપાયું છે. સડબરીના રેપ્ટન એવન્યુમાં આવેલા મંદિરનું સંચાલન ધ લોહાણા મહાજન (યુકે) ટ્રસ્ટ (LMT) હસ્તક છે.

    પૂ.મહંત સ્વામીએ નેનપૂરમાં રહી

    BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી નેનપુર ખાતે બિરાજમાન છે. તેઓ પૂજા, વાંચન અને ચિંતનમાં દિવસ વીતાવે છે. તેઓ સત્સંગના પુસ્તકોમાંથી તેમને ગમતી વાતો અને પ્રસંગો પણ તેમની ડાયરીમાં નોંધે છે. તેઓ નેનપૂરમાં રહ્યા રહ્યા વિદેશમાં યોજાતા કાર્યક્રમોમાં ઓનલાઈન માધ્યમથી ભાગ લે છે. 

    લાઇફ ગ્લોબલ યુ.કે.ના સહકારથી ‘

    શનિવાર તા.૫ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ રાજકોટના પ્રોજેક્ટ લાઇફ દ્વારા મહિલા સશક્તિકરણના સીમા ચિહ્ન સમા ‘વર્ચ્યુલ વોકેશનલ ટ્રેનિંગ’ પ્રોગ્રામનો ડિજીટલ ઉદ્ઘાટન સમારોહ ઝૂમના માધ્યમથી યુ.કે. ના સમય મુજબ સવારના ૯.૩૦ થી ૧૨.૩૦ શાનદાર રીતે સંપન્ન થયો. જેમાં નવનાત, ઓશવાળ, જૈન નેટવર્કના અને સ્થાનિક સમાજના અગ્રણીઓ તેમજ શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાયાં હતાં.