સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    સંસ્થા સમાચાર (અંક 09 ઓગસ્ટ 2025)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    કાશી વિદ્વત પરિષદે હિન્દુ આચા

    પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં થોજાયેલી સંતોની બેઠકમાં હિન્દુ આચારસંહિતા મુદ્દે મંથન થયું હતું. હવે કાશી વિદ્વત પરિષદના અનુસાર ઓક્ટોબર-2025માં આચારસંહિતા જાહેર કરવામાં આવશે. પહેલા તબક્કામાં 356 પાનાંની આચારસંહિતાની એક લાખ નકલો છપાવાશે અને તે હિન્દુ ધર્માવલંબીઓના ઘરે-ઘરે પહોંચાડાશે. તેની મારફત સમાજને વહેંચનારા લોકોને કડક શબ્દોમાં સંદેશ અપાશે.

    કુમકુમ મંદિર-લંડનના 12મા પાટોત

    સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત લંડન સ્થિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમના 12મા પાટોત્સવની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું અનેક વિવિધ ઉપચારોથી મહાપૂજન કરાયું હતું. જેમાં દૂધ-દહીં, ઘી-સાકર, કેસર જળ અને પુષ્પથી ભગવાન ઉપર અભિષેક કરાયો હતો. આ પ્રસંગે અબજીબાપાશ્રીની વાતોની પારાયણ પણ યોજાઇ હતી. જેમાં શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ કથામૃતનું પાન કરાવ્યું હતું.

    સંસ્થા સમાચાર (અંક 16 ઓગસ્ટ 2025)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...)

    લફબરોનું BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર નવીનીકરણ સાથે ખૂલ્લું મૂકાયું

    લફબરોની મોઈરા સ્ટ્રીટસ્થિત હિન્દુ મંદિર BAPSશ્રી સ્વામિનારાયણ મંદિરનાં દ્વાર 10 સપ્તાહના નવીનીકરણ પછી રવિવાર 10 ઓગસ્ટે ભક્તજનો માટે ખુલ્લાં મૂકાયાં હતાં. દાન અને ફંડરેઈઝિંગ ઈવેન્ટ્સ મારફત એકત્રિત ભંડોળ અને વોલન્ટીઅર્સના સમર્પિત કાર્ય સાથે નવીનીકરણ કરાયેલું મંદિર વધુ તેજસ્વી અને પ્રેરણાદાયી બન્યું હોવાનું મંદિરના વહીવટકારોએ જણાવ્યું હતું.

    ભારતની આઝાદીની 78મી વર્ષગાંઠ નિમિત્તે ભવન, લંડન દ્વારા ગુરુવાર 7 ઓગસ્ટે ઊજવણી સંધ્યાનું આયોજન કરાયું હતું, જેમાં પ્રેરણાદાયી સંબોધનો અને મંત્રમુગ્ધ કરનારા સાંસ્કૃતિક પરફોર્મ્ન્સીસની ભવ્યતા દર્શનીય બની રહી હતી. સાંજનો આરંભ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો.એમ. એન. નંદકુમારા MBE દ્વારા પ્રાર્થનાગાન સાથે કરાયો હતો. આ પછી, ઈવેન્ટના અધ્યક્ષ અને ભવન યુકેના વરિષ્ઠ ટ્રસ્ટી વિનોદભાઈ ઠકરારે સ્વાગત પ્રવચન કર્યું હતું.

    ભારતીય હાઇ કમિશન દ્વારા 79મા સ્

    યુકેસ્થિત ભારતીય હાઈ કમિશન અને યુકેની ભારતીય સંસ્થાઓના ઉપક્રમે યુકેસ્થિત ભારતીયો માટે શનિવાર 30 ઓગસ્ટના દિવસે ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની ઊજવણી કરવામાં આવનાર છે. 

    કુમકુમ મંદિરના સંતો દ્વારા લે

    સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ- મણીનગરના સંતો અત્યારે યુરોપના સત્સંગ પ્રચાર અર્થે વિચરણ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે યુરોપના લેક ડિસ્ટ્રિક્ટ ખાતે પધરામણી કરીને સત્સંગ સભા યોજી હતી.

    અમેરિકામાં ફરી બીએપીએસ મંદિર

    અમેરિકામાં તોફાની તત્વોએ ફરી એક વાર હિંદુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. ઇન્ડિયાના રાજ્યના ગ્રીનવૂડ શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સાઈનબોર્ડને અજાણ્યા લોકોએ નુકસાન પહોંચાડયું હોવાના અહેવાલ છે. આ ઘટના 12 ઓગસ્ટે સામે આવી છે.

    ભક્તિવેદાંત મેનોર દ્વારા ભક્તિ અને સમર્પણ સાથે જન્માષ્ટમી ઉત્સવ ઉજવાયો

    વોર્ટફર્ડસ્થિત ભક્તિવેદાંત મેનોર દ્વારા 16 અને 17 ઓગસ્ટ 2025ના દિવસોએ આનંદોત્સાહ, ભક્તિ અને સમર્પણ સાથે જન્માષ્ટમીની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. આ બે દિવસોમાં આશરે 50,000થી વધુ મુલાકાતીઓ ઊજવણીમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા.