સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ કુમકુમ ખાતે ગુરુપૂર્ણિમા પર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, મુક્તજીવન સ્વામીબાપા, સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીનું પૂજન કરીને આરતી કરાઈ હતી. 

    HEF યુકે દ્વારા સાઉથ લંડન ચેપ્ટરનું લોન્ચિંગ

    હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકે ચેપ્ટર દ્વારા સાઉથ લંડન ચેપ્ટરનું લોન્ચિંગ કરાવા સાથે આર્થિક વૃદ્ધિ અને કોમ્યુનિટીની સમૃદ્ધિના સશક્તિકરણના નવા અધ્યાયનો આરંભ થયો છે. આર્થિક વિકાસ, સહકારપૂર્ણ કોમ્યુનિટીઓના નિર્માણ અને યુકેમાં હિન્દુ એન્ટ્રેપ્રીન્યોરને સશક્ત બનાવવાના મિશનમાં HEFએ આગેકૂચ કરી છે. વોલિંગ્ટનના ધ ગ્રેન્જ રેસ્ટોરાંમાં 11 જુલાઈની સાંજે ઈવેન્ટમાં પ્રભાવશાળી પ્રોફેશનલ્સ, વિઝનરીઓ અને ચેન્જમેકર્સ એકત્ર થયા હતા. યુકેમાં હિન્દુ ઈકોનોમિક ફોરમના લંડન, બકિંગહામશાયર, ગ્લાસગો, સાઉથ લંડન અને 1 નવેમ્બર 2025ના રોજ એડિનબરા ચેપ્ટરના લોન્ચિંગ સાથે પાંચ ચેપ્ટર્સ કાર્ય કરતા થઈ જશે. HEF તમામ ક્ષેત્રોના ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ્સ, ઈન્વેસ્ટર્સ, ટેકનોક્રેટ્સ, પ્રોફેશનલ્સ અને વિઝનરીઝને પરસ્પર સાંકળે છે.

    ઈસ્લામોફોબિયા વ્યાખ્યા યુકેમાં ઈસ્લામિઝમ નીતિ લઈ આવશે

      

    ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર એન્જેલા રાયનોર MP દ્વારા બેરિસ્ટર ડોમિનિક ગ્રીવના અધ્યક્ષપદે અને માત્ર કેટલાક મુસ્લિમ સભ્યો સાથે રચાયેલી ઈસ્લામોફોબિયા કાઉન્સિલ યુકેમાં એક નીતિ તરીકે ઈસ્લામિઝમ લઈ આવશે તેવી ચિંતા હિન્દુ કાઉન્સિલ યુકે (HCUK) ધરાવે છે. દેખીતી રીતે જ બેરિસ્ટર ગ્રીવે 2019માં ઈસ્લામોફોબિયાની મુસ્લિમ APPGની વ્યાખ્યાની પ્રસ્તાવના લખી હતી. આવી વ્યાખ્યા હિન્દુઓને નુકસાન પહોંચાડશે, એટલું જ નહિ સરખી માનસિકતાના 99 ટકા મુસ્લિમોને પણ નુકસાન કરશે તેમ હિન્દુ કાઉન્સિલ યુકે માને છે. મીડિયામાં કેટલાક ઈસ્લામિસ્ટ પત્રકારો હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ‘સામાન્ય ઘૃણા’ હોવાં વિશે લખતા રહે છે, પરંતુ તેનાથી વિપરીત હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વાસ્તવમાં ‘સામાન્ય પ્રેમ’નો અનુભવ બધાને થયેલો છે.

    બેસ્ટવે ગ્રૂપની 50મી વર્ષગાંઠે સર અનવર પરવેઝનું સન્માન

    બેસ્ટવે ગ્રૂપની 50મી વર્ષગાંઠે ગુરુવાર 10 જુલાઈએ રોયલ આલ્બર્ટ હોલમાં 800થી વધુ પ્રતિષ્ઠિત મહેમાનોની ઉપસ્થિતિમાં ગ્રૂપના સ્થાપક સર અનવર પરવેઝ OBE, H Pkને આદરપૂર્વક સન્માનિત કરાયા હતા. ડેરમોટ ઓ’ લીએરીના યજમાનપદે પાર્લામેન્ટેરિયન્સ અને પરિવારના મિત્રો સહિત મહાનુભાવોએ બ્રિટનમાં સૌથી પ્રેરણાદાયક એન્ટ્રેપ્રીન્યોર્સમાં એક સર પરવેઝની નોંધપાત્ર સાહસયાત્રાને બિરદાવી હતી.

    મિડલસેક્સના સ્ટાનમોરમાં વેમ્બરા રોડસ્થિત અવન્તિ હાઉસ સ્કૂલમાં 10 અને 11 જૂન 2025ના દિવસોએ ઈન્સ્પેક્શન યોજાયું હતું. ઈન્સ્પેક્શનના અદ્ભૂત રિપોર્ટમાં શિક્ષણની ગુણવત્તા (આઉટસ્ટેન્ડિંગ), વર્તણૂંક અને અભિગમો (આઉટસ્ટેન્ડિંગ), વ્યક્તિગત વિકાસ (આઉટસ્ટેન્ડિંગ), નેતૃત્વ અને સંચાલન (આઉટસ્ટેન્ડિંગ), સિકસ્થ ફોર્મનું પ્રોવિઝન (આઉટસ્ટેન્ડિંગ)નો સમાવેશ થયો હતો. અગાઉના ઈન્સ્પેક્શનમાં શાળાનો ગ્રેડ ‘Good’ રહ્યો હતો.

    AUM કેર ગ્રૂપને ‘હોમકેર પ્રોવાઈડર ઓફ ધ યર’ એવોર્ડ એનાયત

    સામાજિક સંભાળ સર્વિસીસના ક્ષેત્રમાં વિશ્વસનીય અને અગ્રણી નામ AUM કેર ગ્રૂપને તેમની સારસંભાળ હેઠળ રહેલાઓ માટે સ્વતંત્રતા અને સ્વાસ્થ્યના જતનની અસામાન્ય પ્રતિબદ્ધતાવની કદર કરી ગ્લોબલ હેલ્થ એવોર્ડ્સ 2025ના સમારંભમાં ‘હોમકેર પ્રોવાઈડર ઓફ ધ યર’ એવોર્ડ એનાયત કરાયો હતો.

    પદ્મશ્રી કુમારપાળ દેસાઇને ‘જ

    અમેરિકા અને કેનેડાનાં 72 જેટલાં સેન્ટર અને સંઘોનું પ્રતિનિધિત્વ કરતી અને ભારત બહારની જૈન ધર્મની સૌથી મોટી અમેરિકાની ‘જૈના’ સંસ્થાનું શિકાગોમાં દ્વિવાર્ષિક સંમેલન યોજાયું હતું. 1981માં સ્થપાયેલી બે લાખ સભ્યો ધરાવતી આ સંસ્થાએ પ્રથમવાર જૈન ધર્મદર્શનનો વૈશ્વિક પ્રભાવ સર્જનારી વ્યક્તિઓને ‘જૈના ગ્લોબલ એવોર્ડ 2025’ આપવાનું જાહેર કર્યું હતું. જેમાં જાણીતા સાહિત્યકાર, પત્રકાર અને જૈનદર્શનના ચિંતક ડો. કુમારપાળ દેસાઈને એમના વૈશ્વિક કક્ષાએ જૈન ધર્મ, દર્શન, ઈતિહાસ અને જૈન જીવનશૈલીના પ્રસાર માટે જૈના ગ્લોબલ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે.

    બુદ્ધિસાગરસૂરીશ્વરજીની 100મી પ...

    આજકાલ એઆઈના જમાનામાં ચેટજીપીટી, ગ્રોક સહિતનાં એઆઈ પ્લેટફોર્મ પર લોકો વિવિધ પ્રશ્નો પૂછી પોતાની જિજ્ઞાસાઓનું સમાધાન કરે છે. એ જ રીતે ધર્મ અને ચિંતન સહિતના અનેકાનેક વિષયો પર સવાલો પૂછતાં જ મહાન આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ જાણે તેનો જવાબ આપતા હોય તેવાં અનોખાં ઈન્ટરેક્ટિવ પ્લેટફોર્મની શરૂઆત થઈ છે.

    બ્રહ્મનિષ્ઠ મિનળબેન રાજ સૌભાગ આશ્રમ, સાયલામાં મુમુક્ષુઓને ગહન માર્ગદર્શન આપે છે. તેઓ એક અનન્ય આગેવાન અને પ્રેરણાદાયક મહિલા છે, જે શાંતિપૂર્ણ રીતે સાધકોને સ્પષ્ટતા સાથે માર્ગદર્શન આપે છે અને સાથે સાથે અનેક સેવાકીય સંસ્થાઓનું નેતૃત્વ પણ કરે છે. પોતે દાદીમા, કવિ અને જ્ઞાની છે. મિનળબેન ગંભીરતા, કરુણા અને વિનમ્રતાનું સુમેળપૂર્વક પ્રતિનિધિત્વ કરે છે.

    અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ઉજવ

    બીએપીએસ સંસ્થા દ્વારા પૂ. પ્રમુખ સ્વામીએ સંસ્થાનું વડા તરીકે ગાદી નેતૃત્વ સંભાળ્યું તે પ્રસંગને 75 વર્ષ થયા છે ત્યારે ભવ્ય ઉજવણીનું આયોજન થયું છે. એક અહેવાલ અનુસાર, આ પ્રસંગે આગામી 7 ડિસેમ્બરે અમદાવાદ રિવરફ્રન્ટ પર વિશાળ કાર્યક્રમ યોજાશે. પ્રમુખ સ્વામી મહારાજના ગાદી પર બેસવાના અમૃત વર્ષની ઉજવણીના ભાગરૂપે રિવરફ્રન્ટ પર ભવ્ય કાર્યક્રમ યોજવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે રિવરફ્રન્ટ પર જગ્યાની માગ કરાઈ છે. આ ઉજવણીમાં અંદાજે 2.50 લાખથી વધારે ભક્તો જોડાય તેવી શક્યતા છે, જોકે કેટલા લોકોને આમંત્રિત કરાશે તેનો અંતિમ નિર્ણય રિવરફ્રન્ટની ક્ષમતાને ધ્યાને લઈને સંસ્થા દ્વારા લેવાશે.