સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    અનુપમ મિશન દ્વારા ડેનહામમાં મંદિરના દશાબ્દી મહોત્સવની રંગેચંગે ઊજવણી

    અનુપમ મિશન દ્વારા ડેનહામમાં 13થી 17 ઓગસ્ટ દરમિયાન સ્વામિનારાયણ મંદિરની ભવ્ય સ્થાપનાના દસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દશાબ્દી મહોત્સવની રંગેચંગે ઊજવણી સાથે સીમાચિહ્ન સ્થાપિત કરાયું હતું. પાંચ દિવસની આ ઊજવણીમાં સમર્પણની ભાવના, આનંદોત્સાહ અને સાંસ્કૃતિક ભવ્યતાનો માહોલ છવાયેલો રહ્યો હતો અને બધી કોમ્યુનિટીના ભક્તજનો અને શુભેચ્છકો ભાગ લેવા આવી પહોંચ્યા હતા.

    લંડન કુમકુમ મંદિર ખાતે જન્માષ

    સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમના લંડન મંદિર ખાતે જન્માષ્ટમી પર્વે કૃષ્ણ જન્મોત્સવ તેમજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામીની પ્રાગટ્ય જયંતીની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે શ્રી હરિકૃષ્ણ મહારાજને પારણામાં ઝુલાવાયા હતા.

    HSPUK દ્વારા દેશભક્તિના ઉત્સાહ સાથે ભારતના સ્વાતંત્ર્યદિનની ભવ્ય ઉજવણી

    હિન્દી શિક્ષા પરિષદ યુકે (HSPUK) દ્વારા લંડનના નેહરુ સેન્ટર ખાતે દેશભક્તિના ઉત્સાહ સાથે ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાઉન્સિલર પરવીન રાણી (હર્ટ્સમીઅર બરો કાઉન્સિલર), કાઉન્સિલર તુષાર કુમાર (એલસ્ટ્રી એન્ડ બોરહામવૂડના ડેપ્યુટી મેયર) અને HSPUKની સમર્પિત ટીમ દ્વારા આયોજિત સંસ્કૃતિ, ગૌરવ અને એકતાનું પ્રદર્શન કરતા ઈવેન્ટમાં ભારતીય ડાયસ્પોરા અને કોમ્યુનિટી અગ્રણીઓ એકત્ર થયા હતા.

    આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્

    આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

    ‘પારસમણિ’ શિબિરમાં બીજા વિશ્

    વોરવિક કોન્ફરન્સ પાર્ક ખાતે તાજેતરમાં બીએપીએસના યુકે અને યુરોપના યુવક-યુવતી મંડળના સભ્યોની ‘પારસમણિ’ શિબિર યોજાઇ હતી. આ પ્રસંગે શિબિરમાં ભાગ લઇ રહેલા 900થી વધુ ડેલિગેટ્સે બીજા વિશ્વયુદ્ધના અંતની સ્મૃતિમાં ઉજવાતા વીજે ડેની 80મી જયંતીએ શહીદોને યાદ કરી બે મિનિટનું મૌન પાળ્યું હતું.

    રોયલ નેવીમાં પ્રથમ હિન્દુ  ચેપ્લિનની નિયુક્તિ

    હિન્દુ કાઉન્સિલ યુકે (HCUK) 20 કરતાં વધુ વર્ષથી ચેપ્લન્સી બાબતે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ (MoD) સાથે ઘણા સારા સંબંધ ધરાવે છે. 2003માં આર્મીમાં આપણા પ્રથમ હિન્દુ ચેપ્લિનની નિમણૂંક કરવામાં આવી હતી. 2023માં રોયલ નેવી દ્વારા હિન્દુ ચેપ્લિનની જગ્યા ઉભી કરવામાં આવી હતી જેના માટે પંડિત ભાનુ પ્રકાશ અત્રિના નામની ભલામણ કરાઈ હતી.

    બાર્સેલોનામાં સ્ટ્રીટ આર્ટ્સ ફેસ્ટિવલમાં ઓલ્ડહામના નર્તકો

    ધ ઈન્ડિયન એસોસિયેશન ઓલ્ડહામ ડાન્સિંગ દિયાઝ સપ્ટેમ્બર મહિનામાં મહત્ત્વપૂર્ણ સ્ટ્રીટ આર્ટ્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા બાર્સેલોના જઈ રહ્યું છે. ઓલ્ડહામ ડાન્સિંગ દિયાઝના નર્તકો સેડલવર્થ વિમેન્સ મોરિસ એન્ડ ક્લોગ સાથે હાથ મિલાવી તેમની વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક પરંપરાઓને પ્રદર્શિત કરવાં તદ્દન નવા જ નૃત્યને પ્રસ્તુત કરશે. 20-60 વયજૂથના આ પરફોર્મર્સ ઉત્તર સ્પેનમાં કેટાલોનિઅન રાજધાનીનો પ્રવાસ ખેડી આ વિસ્તારના સૌથી મોટા અને લા મર્સી નામે ઓળખાતા વાર્ષિક સ્ટ્રીટ ફેસ્ટિવલમાં ભાગ લેશે.

    અમદાવાદ શહેરના છારોડી સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP)ના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સનાતન સંસ્કૃતિને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાના દૃઢ સંકલ્પ સાથે સતત વિચરણ કરતા રહે છે.

    સંસ્થા સમાચાર (અંક 23 ઓગસ્ટ 2025)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    કુમકુમ મંદિર દ્વારા રિચમન્ડ ખ

    શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર - અમદાવાદના સંતો હાલ યુરોપમાં સત્સંગ પ્રચાર અર્થે પધાર્યા છે. લંડનના રિચમન્ડ ખાતે શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિ વિસર્જન આ ભૂમિ ઉપર કરાયા હોવાથી અહીંયા વૃક્ષારોપણ કરીને જનહિતાર્થ છે બેન્ચ મૂકવામાં આવી છે.