સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    સંસ્થા સમાચાર (અંક 26 જુલાઇ 2025)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    એસજીવીપી-ગુરુકુલના આંગણે યોજાયું ‘જુઈ-મેળો’ કવયિત્રી સંમેલન

    વિશ્વભારતી સંસ્થાન તથા એસજીવીપી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ‘જુઈ-મેળો’  કવયિત્રી સંમેલનનું આયોજન થયું હતું. સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીના દિવ્ય આશીર્વાદ સાથે યોજાયેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલા સર્જકોએ હાજરી આપી હતી

    BAPS સંસ્થાના ડો. જ્ઞાનવત્સલદાસ

    બીએપીએસ સંસ્થાના પૂ. ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીને અમેરિકાના ઓહાયો સ્ટેટ દ્વારા સન્માનિત કરાયા છે. ગવર્નર માઈક ડિવાઈને ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીને સન્માનતા જણાવ્યું હતું કે ‘તમારું સમર્પણ અને સકારાત્મક ફેરફાર લાવવાની લાગણી, દુનિયાને વધુ સારી બનાવતી રહે છે.’

    કુમકુમ મંદિરના સંતોનું લંડન અ

    સદગુરુ શાસ્ત્રી પૂ. આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગરના પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી ભારતીય સંસ્કૃતિના પ્રચાર અર્થે દુબઈ-લંડન અને કેનેડા ત્રણ દેશમાં વિચરણ કરશે.

    NCGOUKની AGM અને SGM યોજાઈ

    NCGOUKની AGM (વાર્ષિક સામાન્ય સભા) અને SGM રવિવાર, 20 જુલાઈ 2025ના રોજ હેરોસ્થિત સંગત એડવાઈસ સેન્ટર ખાતે યોજાઈ હતી. કાર્યક્રમના પ્રથમ હિસ્સામાં સંગત એડવાઈસ સેન્ટરના કાન્તિભાઈ નાગડાએ SGMમાં તમામ સભ્ય સંસ્થાઓના બંધારણમાં ફેરફારો રજૂ કરી તેના વિશે સમજ આપી હતી. આ રજૂઆત પછી તમામ સભ્યોએ ફેરફારોની તરફેણમાં મતદાન કર્યું હતું અને તેમને તત્કાળ અસરથી બહાલી આપી હતી.

    નવનાત બેડમિન્ટન ક્લબ સિનિયર્સ 50+ ડબલ્સ ટુર્નામેન્ટમાં વિજયી

    મિડલસેક્સના પિન્નેરમાં હેડોન સ્કૂલ ખાતે રવિવાર 13 જુલાઈએ યોજાએલી પ્લે બેડમિન્ટન સિનિયર્સ 50+ ડબલ્સ ટુર્નામેન્ટમાં નવનાત બેડમિન્ટન ક્લબે વિજય હાંસલ કર્યો હતો. મનોરંજન, ફિટનેસ, અને મૈત્રીપૂર્ણ ભાવના સાથેની આ ટુર્નામેન્ટમાં વેગન બેડમિન્ટન લીગની તમામ ક્લબોના સક્રિય ખેલાડીઓએ ભાગ લીધો હતો.

    પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ 2025માં 40 વર્ષની ઊજવણીએ વિક્રમી ફંડ એકત્ર કરાયું

    આ ઉનાળામાં 13મા વાર્ષિક પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ દરમિયાન વન કાઈન્ડ એક્ટ ચેરિટી માટે 45,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી. ટુર્નામેન્ટ માટે ભંડોળ એકત્ર કરવાનો આ નવો વિક્રમ સ્થાપિત થયો હતો. આ વર્ષની રકમ સાથે તમામ ઈવેન્ટ્સમાંથી પ્રાપ્ત કુલ સંયુક્ત દાનની રકમ 300,000 પાઉન્ડને વટાવી ગઈ છે, જેના થકી યુકે અને વિદેશમાં આરોગ્ય અને શિક્ષણક્ષેત્રમાં ગરીબીનિવારણના પ્રોજેક્ટ્સને સપોર્ટ અપાય છે.

    સંસ્થા સમાચાર (અંક 02 ઓગસ્ટ 2025)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    હિન્દુ-મુસ્લિમો વચ્ચે સંવાદન

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ગુરુવારે 60થી વધુ મૌલવીઓ અને મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે બેઠક કરી હતી, જેમાં બંને પક્ષોએ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે સંવાદ શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન (એઆઈઆઈઓ)ના વડા ઉમર અહેમદ ઈલિયાસીએ જણાવ્યું હતું. આરએસએસે પણ આ બેઠકને સકારાત્મક ગણાવી હતી અને કહ્યું કે, દેશના હિતમાં સમાજના બધા જ વર્ગો સાથે વ્યાપક ચર્ચા યોજવાની સતત ચાલતી પ્રક્રિયાના ભાગરૂપે આ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો હેતુ દેશના હિતમાં બધા જ લોકો સાથે મળીને કેવી રીતે કામ કરી શકે તેના માર્ગો શોધવાનો હતો.

    ભગવાનના કાર્યમાં હોમાઈએ, સહાય...

    ભારતની અધ્યાત્મ પરંપરામાં શ્રીગુરુનું અનેરું મહાત્મ્ય છે. જીવનના દરેક ક્ષેત્રમાં ગુરુનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સંત ભગવંત સાહેબજી કહે છે કે તેમ આપણા જીવનમાં પ્રભુનો પ્રાગટ્યદિન, ગુરુનો જન્મદિવસ અને ગુરુપૂર્ણિમા એ સૌથી મહત્ત્વના પર્વો છે. આપણે આપણા ગુરુ હરિનું પૂજન-અર્ચન કરી આશિષ યાચના કરી દક્ષિણા આપીએ છીએ.