અમદાવાદના શાહીબાગ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે યોજાયેલા ઐતિહાસિક સમારોહમાં સંસ્થાના વિદ્વાન સંત મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીજીને કે. કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠિત ‘સરસ્વતી સન્માન 2024’ એવોર્ડ એનાયત કરાયો હતો.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વ ભારતી ખાતે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય અતિથિ તરીકેની વિશેષ ઉપસ્થિતિમાં આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચ દ્વારા રવિવારે ‘આચાર્ય તુલસી સન્માન સમારોહ’ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે ઇન્ડિયા ટીવીના મુખ્ય સંપાદક અને પદ્મભૂષણ રજત શર્માને તેમના સ્વચ્છ, સંયમિત તેમજ સકારાત્મક પત્રકારત્વના યોગદાન માટે 16મા ‘આચાર્ય તુલસી સન્માન’થી સન્માનિત કરાયા હતા.
આપણે સહુ રામકથા - શિવકથા - હનુમાનકથા વિશે જાણીએ છીએ, અને કદાચ તેને સાંભળી પણ હશે, પરંતુ વીતેલા સપ્તાહે લંડનના આંગણે સરદારકથાનો નોખો - અનોખો, પણ સ્તુત્ય કાર્યક્રમ યોજાઇ હતો. કાર્યક્રમના કેન્દ્રસ્થાને હતા ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ. બ્રિટનમાં કાર્યરત ગુજરાતી સંસ્થાઓને એકતાંતણે બાંધતી સંસ્થા નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO)-યુકે અને ગુજરાતની મોખરાની સામાજિક સંસ્થા સરદારધામના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં અખંડ ભારતના નિર્માતાના જીવનકવનની અજાણી કે ઓછી જાણીતી એવી પ્રેરણાદાયી વાતો રજૂ કરાઇ હતી. આજની ભારતીય યુવા પેઢીને સરદાર પટેલના પ્રેરણાદાયી જીવનથી માહિતગાર કરવાના ઉમદા ઉદ્દેશ સાથે સરદારકથાનો આ પ્રયોગ શરૂ કરનાર શૈલેષભાઇ સગપરિયાએ એટલી સુંદર અને રસપ્રદ રજૂઆત કરી હતી કે લોકોનો દિલોદિમાગ પર સરદાર સાહેબ છવાઇ ગયા હતા.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ચેરિટી સેક્ટરને અભૂતપૂર્વ યોગદાન આપનારી સંસ્થાની કેટેગરીમાં હાર્ટ ઓફ બક્સ 2025 એવોર્ડ માટે એઈલ્સબરી હિન્દુ ટેમ્પલ (AHT)ને નોમિનેટ કરાઈ રહ્યું છે. હાર્ટ ઓફ બક્સ એવોર્ડ્સ કોમ્યુનિટીના નોમિનેશન્સ પર આધાર રાખે છે. AHT માટે નોમિનેશન ફોર્મ ભરીને આપણી સંસ્થાએ 2018માં તેની સ્થાપનાથી અત્યાર સુધી જે સાચી અસર ઉપજાવી છે તેને પ્રદર્શિત કરી શકવાની તક છે. નોમિનેશન ફોર્મ માટેની લિન્ક ‘ Nomination Form for Outstanding Contribution to the Charity Sector – Organisation’ છે. નોમિનેશન્સ બંધ થવાની તારીખ 8 ઓક્ટોબર 2025 છે.
હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) UK દ્વારા ગુરુવાર 25 સપ્ટેમ્બરે હેરો ડિસ્ટ્રિક્ટ મેસોનિક કાઉન્સિલ ખાતે ‘Policy to Prosperity’ અર્થાત ‘સમૃદ્ધિ તરફ દોરતી નીતિ’ વિષય સાથે અસાધારણ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં તાજેતરમાં યુકે અને ભારત વચ્ચે હસ્તાક્ષર કરાયેલા લેન્ડમાર્ક મુક્ત વેપાર કરાર (FTA)ને વાસ્તવિક અર્થમાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તેના વિશે વિચારવા એન્ટ્રેપ્રીન્યોર્સ, પ્રોફેશનલ્સ, પોલિસીમેકર્સ અને ચેન્જમેકર્સનું વિશિષ્ટ ઓડિયન્સ એકત્ર થયું હતું.
વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ દીપોત્સવ પર્વે યોજાયેલા શાનદાર સમારંભમાં ગુરુહરિ સંત ભગવંત સાહેબજીના હસ્તે આ સન્માન એનાયત થશે. આ પ્રસંગે પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ સહિતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે.
માનવસેવા એ જ પ્રભુસેવાના સૂત્રને સાકાર કરવાની સાથોસાથ ઉત્તર ગુજરાતના સિદ્ધપુર ખાતે કન્યા કેળવણીના માધ્યમથી જીવનોપયોગી સંસ્કાર ઘડતરનું પ્રશંસનીય કામ કરી રહેલી શિક્ષણ સંસ્થા યોગાંજલિ કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી જીજ્ઞાબહેન દવે તા. 15 ઓક્ટોબર સુધી બ્રિટનના પ્રવાસે આવ્યા છે.
શરદપૂર્ણિમા પર્વે અમદાવાદસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની 104મી પ્રાગટ્ય જયંતીની અનોખી રીતે ઉજવણી કરાઇ હતી.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ મંદિર પરિસરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે 200 વર્ષ પૂર્વે સંતો ભક્તોએ દિવ્ય શરદોત્સવ ધામધૂમપૂર્વક ઉજવ્યો હતો. જે પરંપરા મુજબ આસો સુદ પુનમને સોમવારે રાત્રે ગુણાતીત ઓરકેસ્ટ્રાના સથવારે અંદાજીત ત્રણેક હજાર સ્ત્રી-પુરુષ હરિભક્તોએ રાસની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે સંતોએ પણ રાસગરબાની રમઝટ બોલાવી હતી.
