સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    નડિયાદ નાગરિક મંડળની એજીએમ અન

    નડિયાદ નાગરિક મંડળની બાવનમી એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ) અને છ ગામ નાગરિક મંડળની ઉજવણી રવિવાર - 27 જુલાઇએ કિંગ્સબરી સ્કૂલ ખાતે યોજાઇ હતી. આ પ્રસંગે 300થી વધુ સભ્યોએ હાજરી આપીને એજીએમથી લઇને ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

    રિશિ સુનાકે બોર્ડ ઓફ ડેપ્યુટીઝ સમારંભમાં જ્યુઈશ કોમ્યુનિટીના યોગદાનને બિરદાવ્યું

    પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકે તેમનું સન્માન કરવા બોર્ડ ઓફ ડેપ્યુટીઝ ઓફ બ્રિટિશ જ્યુઝ દ્વારા લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 22 જુલાઈની રાત્રે આયોજિત વિશેષ ઈવેન્ટમાં જ્યુઈશ કોમ્યુનિટીના અસાધારણ યોગદાનની પ્રશંસા કરી હતી.

     ભારતની અધ્યાત્મ પરંપરામાં શ્રીગુરુનું અનેરું મહાત્મ્ય છે. જીવનના દરેક ક્ષેત્રમાં ગુરુનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સંત ભગવંત સાહેબજી કહે છે કે તેમ આપણા જીવનમાં પ્રભુનો પ્રાગટ્યદિન, ગુરુનો જન્મદિવસ અને ગુરુપૂર્ણિમા એ સૌથી મહત્ત્વના પર્વો છે. આપણે આપણા ગુરુ હરિનું પૂજન-અર્ચન કરી આશિષ યાચના કરી દક્ષિણા આપીએ છીએ.

    મહંત સ્વામીની જન્મ જયંતી હવેથ

    બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજની જન્મ જયંતી હવેથી દર વર્ષે 15 સપ્ટેમ્બરના બદલે બીજી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. બીએપીએસ દ્વારા લેવાયેલા આ નિર્ણયની જાહેરાત કરતા પૂ. સાધુ ઇશ્વરચરણદાસ સ્વામીએ જણાવ્યું હતું કે પૂ. મહંત સ્વામી મહારાજની જન્મ જયંતી 15 સપ્ટેમ્બરના રોજ છે, પરંતુ વરસાદી ઋતુ હોવાથી હરિભક્તોને તકલીફ ના પડે તે ઉદ્દેશથી હવે પછી પ્રતિ વર્ષ તેઓની જન્મ જયંતી તેમના પાર્ષદી દીક્ષા દીન (બીજી ફેબ્રુઆરી)ના રોજ સંસ્થાકીય સ્તરે ઉજવવાનું નક્કી કરાયું છે.

    ઓમ ફાઉન્ડેશનનું લોન્ચિંગઃ કોમ્યુનિટીના વયોવૃદ્ધો માટે નવા અધ્યાયનો આરંભ

    વડીલો માટે સારસંભાળ, સંપર્ક અને અનુકંપાની જીવનરેખા સમાન AUM -ઓમ ફાઉન્ડેશનનું સત્તાવાર લોન્ચિંગ 4 જુલાઈ 2025ના રોજ સ્ટેનમોરમાં કેનન્સ કોમ્યુનિટી એસોસિયેશન ખાતે આયોજિત ઈવેન્ટમાં કરવામાં આવ્યું હતું. સંપર્ક અને સંભાળનું મહત્ત્વ દર્શાવતા આ ઈવેન્ટમાં હેરોના મેયર અંજનાબહેન પટેલ, ગુજરાત સમાચાર-એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી સીબી પટેલ સહિત આશરે 120 મહાનુભાવો ઉપસ્થિત હતાં.

    શ્રી પ્રજાપતિ એસોસિયેશન (યુકે) દ્વારા 50 વર્ષની ગોલ્ડન જ્યુબિલી ઊજવણી

    શ્રી પ્રજાપતિ એસોસિયેશન (યુકે) (SPA (UK)) દ્વારા જુલાઈ મહિનામાં પેઢીઓ વચ્ચે એકતા, સાંસ્કૃતિક વિરાસત અને સામુદાયિક સેવાના 50 વર્ષની ભવ્ય ઊજવણી ‘ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય’ની થીમ સાથે ગૌરવપૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશવિદેશમાંથી આશરે 1,000 જેટલા સભ્યો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

    મણિનગર ગાદી સંસ્થાન દ્વારા અન

    અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિ. મંદિર - મણિનગર ખાતે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહેલ આજ્ઞા મુજબ દર્દીઓ અને જરૂરતમંદોને પ.પૂ. જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજની આજ્ઞા અન્વયે મહંત ભગવત્પ્રિયદાસજી સ્વામી તથા અનંતાનંદદાસજી સ્વામી તથા સંતવૃંદના હસ્તે અનાજની કીટ અર્પણ કરાઇ હતી. 

    આણંદ મંદિર રજત વર્ષઃ મહંત સ્વા...

    પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ. મહંત સ્વામી મહારાજની આણંદમાં પધરામણી થઇ છે. સ્વામીશ્રી ગોયા તળાવસ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ઠાકોરજીના દર્શન બાદ અક્ષરફાર્મમાં પધાર્યા હતા. જ્યાં સ્વામીશ્રીના આગમનને વધાવવા વિશાળ સંખ્યામાં પધારેલ હરિભક્તોને વિદ્વાન સંત પૂ. આદર્શજીવનદાસ સ્વામીએ કથામૃતનો લાભ આપ્યો હતો. નિર્ધારિત સમયે સ્વામીનું અક્ષરફાર્મમાં આગમન થતાં પૂજ્ય સંતો અને હજારો હરિભક્તોએ સ્વામીશ્રીને ભક્તિભાવથી વધાવ્યા હતા. સ્વામીના આગમનની વિશિષ્ટ સ્મૃતિઓને સૌ હરિભક્તોએ મન ભરીને માણી હતી.