બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) ગુરુકુલના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-યુકે દ્વારા હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનારનું દિવ્ય આયોજન થયું હતું.છેલ્લા 17 વર્ષથી યોજાતા આ સેમિનારનો આરંભ રથયાત્રા મહોત્સવથી થયો હતો. સમગ્ર વાતાવરણ 'જય રણછોડ... માખણ ચોર' અને ‘અપને હાથ... જગન્નાથ’ના નારાથી વાતાવરણ ગૂંજી ઉઠયું હતું. સ્વામી માધવપ્રિયદાસજીએ ભગવાન જગન્નાથજીનું ભાવપૂજન કરી આરતી ઉતારી હતી.
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થ સ્થાન વડતાલ દ્વારા અમેરિકામાં એક વર્ષમાં ત્રણ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાઈ છે. સંતોની વર્ષોની તપશ્ચર્યા મંદિર રૂપે મૂર્તિમંત થઈ છે. જેમાં ખાસ કરીને ઓહિયોના ક્લીવલેન્ડનું 100 વર્ષ જૂનું ચર્ચ અને રાલે તથા ફ્રીમોન્ટ કેલિફોર્નિયામાં ભૂમિ સંપાદન કરી 15થી વધુ સરકારી મંજૂરીઓ બાદ રૂ. 180 કરોડના ખર્ચે આ મંદિરો તૈયાર થયેલ છે. સનાતન હિન્દુ પરંપરાને જાળવતાં લક્ષ્મીનારાયણ દેવ, ભગવાન સ્વામીનારાયણ, શ્રી રાધાકૃષ્ણજી, શ્રી હનુમાનજી, શ્રી ગણેશજી વગેરે સ્વરૂપોની પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી.
ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વભારતી ખાતે આચાર્ય મહાશ્રમણજીના ચાતુર્માસ પ્રવેશ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, ચાતુર્માસ દરમિયાન સાધુ-સંતો એક જ જગ્યાએ રોકાણ કરે છે અને લોકો સાથે શાસ્ત્રો તથા આત્મા-પરમાત્મા વિષે ચર્ચા કરે છે તથા લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરીને આત્માના વિકાસનો માર્ગ આપે છે. આપણા સૌ માટે આનંદની વાત છે કે, આચાર્ય પ્રવર મહાશ્રમણજી ચાર મહિના અહીં રહેશે. આપણે તેમના જ્ઞાનનો લાભ અવશ્ય લેવો જોઈએ.
નરનારાયણદેવ મંદિર - ભુજ તાબા હેઠળના શ્રી સ્વામિનારાયણ મંદિર - વિલ્સડનની ઐતિહાસિક સુવર્ણ જયંતી પ્રસંગે ભવ્યાતિભવ્ય ઉજવણી ચાલી રહી છે. ‘સહજાનંદ સહાયતે - ધ ફેસ્ટિવલ ઓફ ગોલ્ડન હાર્ટ્સ’ અંતર્ગત 5 જુલાઇથી શરૂ થયેલા ઉત્સવનું 13 જુલાઇએ સમાપન થશે. અનેકવિધ કાર્યક્રમોની એક ઝલકઃ
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
હાલ બોચાસણ નગરમાં બિરાજતા ગુરુહરિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાનું પર્વ દેશ–વિદેશના હજારો ભક્તો માટે ગુરુવંદનાનો અમૂલ્ય અવસર લઈને આવ્યો હતો. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આદ્યસ્થાપક બ્રહ્મસ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજ દ્વારા નિર્મિત આ મહામંદિરમાં પ્રતિ વર્ષ ઉજવાતા ગુરુપૂર્ણિમા ઉત્સવનો આ વર્ષે કેન્દ્રવર્તી વિચાર હતોઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે ગુરુ પૂર્ણિમાના પવિત્ર ઉત્સવની ઉજવણી દરમિયાન અબુ ધાબી સ્થિત બીએપીએસ હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે 12 અને 13 જુલાઈના રોજ બીએપીએસ હિંદુ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના અવસરને અનુલક્ષીને વિશિષ્ટ પ્રદર્શની અને સભા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
છારોડી સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (એસજીવીપી) ખાતે સંસ્થાના અધ્યક્ષ પૂ. ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂ. બાલકૃષ્ણદાસજી સ્વામીના દિવ્ય સાંનિધ્યમાં ભવ્ય બાલ ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરાયું હતું. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સંસ્થાના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઇને ઉજવણીને અદ્ભુત અને યાદગાર બનાવી હતી.આ મહોત્સવમાં એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલના 2000 બાળકો, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના 200 બાળકો અને મેમનગર ગુરુકુળના 100 બાળકો જોડાયા હતા. આ બાળભક્તોએ પોતાની શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ કરવા માટે અનોખી રીતે પૂજન કર્યું હતું. તેમણે ચોકલેટ, બિસ્કિટ, ફૂલ અને અન્ય વસ્તુઓમાંથી જાતે બનાવેલા વિવિધ પ્રકારના હાર દ્વારા સ્વામીજી અને સંતોનું પૂજન કર્યું હતું. તેમજ ત્રણ નૃત્યો દ્વારા ગુરુવંદના કરી હતી. આ સમયે ભાવુક દ્રશ્ય સર્જાયું હતું.
સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - મણિનગર અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ પરમ ઉલ્લાસભેર ઉજવાયો હતો.
