તા. ૧૩થી ૨૨ અોક્ટોબર ૨૦૧૫
માતાજીની આઠમ તા. ૨૧ અોક્ટોબર ૨૦૧૫
શરદપુનમ તા. ૨૭ અોક્ટોબર ૨૦૧૫
તા. ૧૩થી ૨૨ અોક્ટોબર ૨૦૧૫
માતાજીની આઠમ તા. ૨૧ અોક્ટોબર ૨૦૧૫
શરદપુનમ તા. ૨૭ અોક્ટોબર ૨૦૧૫
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
નૈવાશા હિન્દુ ટેમ્પલ દ્વારા 23 અને 24 ઓગસ્ટના બે દિવસીય કાર્યક્રમમાં આસ્થા અને સમુદાયની સીમાચિહ્ન સમાન શતાબ્દી (1925 - 2025)ની ઊજવણી કરવામાં આવી હતી. આસ્થા, ભક્તિ અને સેવાના સો વર્ષની પરિપૂર્ણતા ઊજવણીમાં ભક્તો, શુભેચ્છકો અને કોમ્યુનિટીના અગ્રણો ઉપસ્થિત રહ્યા હતા. 23 ઓગસ્ટે હનુમાન ચાલીસાના પાઠ સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો, જેના પછી આરતી અને મહાપ્રસાદના વિતરણનું આયોજન હતું. સાંજના સમયે રાસ અને ગરબાની રમઝટ તેમજ મંદિર પરિસરમાં સંગીત,આનંદ અને ભક્તિરસની છોળો સાથે થકી વાતાવરણ જીવંત બની ગયું હતું.
વિશ્વ પ્રસિદ્ધ બાગેશ્વરધામ નિવાસી બાબા શ્રી ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી તાજેતરમાં કંપાલા સ્થિત શ્રી સનાતન ધર્મ મંડળ સોમનાથ મંદિરના શતાબ્દી સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા. આ અવસરે તેઓ કંપાલામાં એસ.કે.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિરનાં દર્શને પધાર્યા હતા.
સમર્પણના તદ્દન નવતર સાઉથ એશિયન ડાન્સ ફેસ્ટિવલ ઉત્સવ 2025નું કાર્ડિફમાં રવિવાર 7 સપ્ટેમ્બરે પ્રીમિયર યોજાઈ રહ્યું છે. સમર્પણનો આ ઉત્સવ સૌપ્રથમ વખત સાઉથ વેલ્સની કોમ્યુનિટી સમક્ષ ક્લાસિકલ સાઉથ એશિયન ડાન્સનું પરફોર્મન્સ રજૂ કરશે.
૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહ બાદ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા હવે આપણા વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા તેમના સંતાનો અથવા તો સ્વજનોના સન્માન કરવાના એક નવતર 'શ્રવણ સન્માન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન પ્રમુખ અને ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું મહેસાણા ખાતે આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે સમગ્ર મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારાયું હતું.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું 6 સપ્ટેમ્બરે રિચમંડના MAABC બોટ ક્લબ ખાતે વિસર્જન સાથે સમાપન કરાયું હતું. યુરોપના સૌથી જુના 11 દિવસીય ગણેશોત્સવમાં ભગવાન ગણેશની મૂર્તિનું થેમ્સ નદીમાં ભવ્ય વિસર્જન કરવામાં આવ્યું ત્યારે ભારતના વિવિધ પ્રાંતોમાંથી હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે ‘કૈલાસ પર્વત’ થીમ પર કરાયેલો સાજશણગાર અને ગુફા સ્વરૂપે બનાવાયેલું પ્રવેશદ્વાર મુખ્ય આકર્ષણ રહ્યું હતું. ગણેશોત્સવમાં સાંસ્કૃતિક પ્રદર્શન, અંગદાનની જાગૃતિના કાર્યક્રમોનો સમાવેશ થયો હતો.
વિશ્વમાં ભારતની બહાર શ્રી બાંકે બિહારીના સર્વપ્રથમ મંદિરનું નિર્માણ યુકેમાં કરાનાર છે. યુકેમાં શ્રી કુંજ બિહારીના ભવ્ય આવાસને સ્થાપિત કરવાની કામગીરીનો આરંભ કરવા નિમિત્તે હેરોમાં 23 ઓગસ્ટ 2025ના દિવસે શ્રી કુંજ બિહારી ટેમ્પલ ઓફ વૃદાંવન (યુકે)નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.