જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં નવરાત્રિ પર્વે જામે રાસગરબાની રમઝટ... આદ્ય શક્તિની આરાધનાના પર્વ નવલાં નોરતાનું આગમન થઇ રહ્યું છે ત્યારે લંડનમાં પણ અનેક સ્થળે રાસગરબાનાં આયોજન થયાં છે. લંડનમાં ક્યા ક્યા સ્થળે રાસગરબા રમી શકાશે તે જાણવા માટે વાંચો આગળ...
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવણીના ભાગરૂપે લંડનના હેઈઝમાં નવનાત સેન્ટર ખાતે 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના દિવસોએ સરદારકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટનું સંયુક્ત આયોજન સરદારધામ અમદાવાદ અને નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO- UK) દ્વારા યુકેના ભારતીય ડાયસ્પોરાના સાથસહકાર થકી કરાયું છે.
શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે SKLPC -UK દ્વારા રવિવાર તા. ૪ અોક્ટોબરના રોજ નોર્થોલ્ટ સ્થિત SKLPCસેન્ટર ખાતે કચ્છી સમાજના ૮થી ૯ હજાર જ્ઞાતિજનોની ઉપસ્થિતીમાં વાર્ષિક મેળો યોજાયો હતો. જેમાં સૌ જ્ઞાતિ બંધુઅોએ બિઝનેસ પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત સંકુલ, સ્મૃતિ ગ્રંથ વિમોચન તેમજ સમુહભોજનની મોજ માણી હતી.
સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્રારા શ્રી સ્વામિનારાયણ ભગવાન લિખિત શિક્ષાપત્રી ગ્રંથને આગામી જાન્યુઆરીમાં 200 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે તેના ઉપક્રમે રવિવારે ‘સર્વજીવહિતાહ શિક્ષાપત્રી’ વિષય ઉપર દિનેશ હોલમાં સત્સંગ સભા યોજાઈ હતી.
એક્શન ફોર હાર્મની દ્વારા 13 સપ્ટેમ્બર 2025ના રોજ આયોજિત ધ હાર્મની કોન્ફરન્સ 2025 બ્રિટિશ હિન્દુઓ માટે ઐતિહાસિક ઈવેન્ટ બની રહ્યો હતો. યુકેના 100 શહેરો અને નગરોમાંથી 120 સંસ્થાઓના 250થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 22 મંદિરો, 71 કોમ્યુનિટી સંસ્થાઓ, શિક્ષણવિદો, 8 કાઉન્સિલરો, મેયરો અને પાર્લામેન્ટેરિયન્સની ઉપસ્થિતિ સાથેના ઈવેન્ટ થકી શક્તિશાળી સંદેશો સર્જાયો હતો કે રાષ્ટ્રનાં ભાવિના નિર્માણ અર્થે બ્રિટિશ હિન્દુઓ એકસંપ થઈ, જાહેરમાં દેખાઈ અવાજ ઉઠાવવા તૈયાર છે.
લોહાણા કોમ્યુનિટી યુનાઈટેડ કિંગ્ડમ (LCUK) દ્વારા ભારે ઉત્સાહપૂર્વક વાર્ષિક રમતોત્સવ 2025 યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં હાજરી વર્તાઈ હતી. સંદીપ સવજાણીની નેતાગીરીમાં LCUK કમિટી દ્વારા 6 અને 7 સપ્ટેમ્બરના દિવસોએ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું, જેમાં રમતની ઊજવણી, ટીમવર્ક અને સામુદાયિક ઉત્સાહની ભાવના સાથે તમામ વયના સભ્યોને સાંકળી લેવાયા હતા. રવિવાર 21 સપ્ટેમ્બરે એલ્ડેનહામ કન્ટ્રી ક્લબ ખાતે ચિરાગ કોટેચા અને પ્રદીપ ચંદારાણાના સંચાલનમાં ગોલ્ફ ટુર્નામેન્ટ યોજાશે અને તેની સાથે રમતોત્સવનું સમાપન કરાશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ એક અનોખી પહેલ કરી.
સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્રારા શ્રી સ્વામિનારાયણ ભગવાન લિખિત શિક્ષાપત્રી ગ્રંથને આગામી જાન્યુઆરીમાં 200 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે તેના ઉપક્રમે રવિવારે ‘સર્વજીવહિતાહ શિક્ષાપત્રી’ વિષય ઉપર દિનેશ હોલમાં સત્સંગ સભા યોજાઈ હતી. આ પ્રસંગે મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ સ્ટ્રેસ મેનેજમેન્ટ અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીએ માતાપિતાની સેવા કરવી જોઈએ વિષય ઉપર પ્રવચન આપ્યાં હતા. આ પ્રસંગે સહુ સંતો હરિભક્તોએ શિક્ષાપત્રી ગ્રંથનું પૂજન કરીને આરતી કરી હતી.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
