સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    રંગીલું ગુજરાત ઉત્સવ ગુજરાતી સંસ્કૃતિની ઊજવણી અર્થે પુનઃ લંડનના આંગણે

    બ્રિટિશ સાઉથ એશિયન કોમ્યુનિટીઓ દ્વારા યુકેનું વૈવિધ્યસભર સાંસ્કૃતિક ફલક સમૃદ્ધ છે. આમ છતાં, બીજી અને ત્રીજી પેઢીના ગુજરાતીઓનો ઉછેર તેમના ભાષા, પરંપરાઓ અને ઈતિહાસના મર્યાદિત જ્ઞાન સાથે થયો છે. આ ખાઈને પૂરવા ગુજરાતી લોકસંગીત અને ભક્તિસંગીતને આત્મસાત કરનારાં ગાયિકા પ્રીતિબહેન વરસાણી અને શાસ્ત્રીય તાલીમબદ્ધ કથક નૃત્યાંગના મીરાબહેન સલાટે  સાથે મળી રેડ લોટસ ઈવેન્ટ્સની સ્થાપના કરી હતી. તેમનું મુખ્ય ઈનિશિયેટિવ રંગીલું ગુજરાત ઉત્સવ  2016માં લોન્ચ કરાયો હતો, જે ગુજરાતી સંસ્કૃતિનો ગતિશીલ, સમાવેશી અને આધુનિક પદ્ધતિએ મહિમા ગાય છે.

    બ્રહ્મા કુમારીઝ દ્વારા જન્માષ્ટમીની ઊજવણી

    બ્રહ્મા કુમારીઝ દ્વારા લંડનના ગ્લોબલ કોઓપરેશન હાઉસ ખાતે સંગીત, નૃત્ય અને આધ્યાત્મિક ઉપદેશો અને ‘મેજિક ફ્લ્યુટ ધેટ ચાર્મ્ડ ધ યુનિવર્સ- એ ડિવાઈન મેલડી’ થીમ સાથે જન્માષ્ટમીની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી.

    અબુ ધાબી BAPS હિન્દુ મંદિરમાં જન્માષ્ટમીની ઊજવણીમાં 15,000થી વધુ શ્રદ્ધાળુ ઉમટ્યા

    યુનાઈટેડ આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીસ્થિત BAPS હિન્દુ મંદિરમાં બે દિવસ સુધી ધામધૂમ સાથે જન્માષ્ટમીની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી, જેમાં 15,000થી વધુ ભાવિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ISKCON સમુદાયના સભ્યોએ અભિષેક મંડપમાં દિવ્ય ભજનોની રમઝટ બોલાવી હતી. બાળકો અને યુવાવર્ગે શિષ્ટતા અને વિવેક-આદર સાથે ભક્તિસંગીતમાં ઉલટભેર ભાગ લીધો હતો.

    વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે

     શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ પ્રમાણે પૂરોહિત ધીરેનભાઇ ભટ્ટ સહિત 12 ભૂદેવોએ કુલ 37,,50,000 દ્વિદલ તુલસીપત્રો અર્પણ કર્યા હતાં.

    પૂ. વિજય રત્નસુંદરસૂરીશ્વરજી

    પદ્મભૂષણ વિભૂષિત, રાજપ્રતિબોધક પરમ પૂજ્ય જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ છેલ્લાં 50-50 વર્ષોથી પ્રવચનો અને પુસ્તક લેખનના માધ્યમથી શીલ - સદાચાર - સંસ્કૃતિ રક્ષાના કાર્યો કરી રહ્યા છે. હજારો - લાખો આત્માઓના જીવન પરિવર્તન - મન પરિવર્તન અને હૃદય પરિવર્તનમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન અને પુસ્તકો નિમિત્ત બની રહ્યાં છે. ગુરુદેવશ્રીની સમાજકલ્યાણના હેતુ સાથે આરંભાયેલી સાહિત્યસર્જનની યાત્રા 500માં પુસ્તકના ઉત્તુંગ શિખરને સ્પર્શવા જઈ રહી છે.

    ‘હા પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્...

    લંડન, લેસ્ટર, માંચેસ્ટર વગેરે સહિત બ્રિટનભરમાં જ્યાં જ્યાં જૈનોની વસ્તી છે ત્યાં ત્યાંની જૈન સંસ્થાઓએ પોતપોતાની રીતે પર્યુષણ પર્વની આરાધના રૂડી રીતે કરી. નાના-મોટા સૌએ યથા શક્તિ તપશ્ચર્યા કરી ભૂખ પર વિજય મેળવ્યો.

    સંસ્થા સમાચાર (અંક 30 ઓગસ્ટ 2025)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    નવનાત સેન્ટરમાં ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની ઊજવણી

    યુકેસ્થિત ભારતીય નાગરિકો, ભારતીય મૂળની વ્યક્તિઓ (PIOs) અને ભારતના મિત્રોએ નવનાત કોમ્યુનિટી સેન્ટર, હેઈઝ ખાતે 30 ઓગસ્ટ, 2025ના શનિવારે ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની ઊજવણી કરી હતી. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું.

    માંચેસ્ટરમાં 'એરાઇઝ એન્ડ અવેક...

    માંચેસ્ટર ખાતે સિગડી રેસ્ટોરન્ટમાં રવિવાર ૨૪ ઓગસ્ટના રોજ 'એરાઇઝ એન્ડ અવેક જાગૃતિ એસોસિએશન (યુકે)' તથા રાઇઝ એન્ડ અવેક રોહિત સમાજ જાગૃતિ ટ્રસ્ટ સુરત"ના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના સ્થાપક અને નેતા શ્રી રતિલાલ ચૌહાણની યુકેમાં છેલ્લા ૬૦ વર્ષથી કોમ્યુનિટીમાં સમર્પિત સેવાને યાદ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં 'ગુજરાત સમાચાર-એશિયન વોઇસ"ના તંત્રીશ્રી સી.બી. પટેલ, કન્સલ્ટીંગ એડિટર કોકિલા પટેલ, ભારતીય વિદ્યાભવનના ડ્રામા વિભાગના પૂર્વ ડાયરેકટર સુરેન્દ્રભાઇ પટેલ તથા એમના ધર્મપત્ની ભાવિનીબેન પટેલ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નોર્થ-વેસ્ટ ઇંગ્લેન્ડની સંસ્થાઓના અગ્રણીઓ શ્રી બાબુભાઈ લાડ, શ્રી ગુલાબભાઈ પટેલ, શ્રી શાંતિલાલ મિસ્ત્રી, રતિલાલ ચૌહાણ, નરેશભાઇ ચૌહાણ તેમજ બોલ્ટન, પ્રેસ્ટન, માન્ચેસ્ટર, બ્રેડફોર્ડ, લીડ્સ સમુદાયોના અન્ય નેતાઓ અને લંડન, લેસ્ટર બર્મિંગહામના અગ્રણી મહાનુભાવો પણ ઉપસ્થિત હતા.

    ગુજરાત હિન્દુ સોસાયટીના પાટોત્સવની ભવ્ય સફળતા

    ગુજરાત હિન્દુ સોસાયટી (GHS)ની 50મી અને 25મી વર્ષગાંઠ નિમિત્તે પાટોત્સવની ભક્તિભાવ અને કોમ્યુનિટીના ઉત્સાહ સાથે ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. પાટોત્સવમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠ પર ભાગવત્ કથા તેમજ રવિવાર 31 ઓગસ્ટે પ્રેસ્ટન શહેરના માર્ગો પર ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. સનાતન ધર્મ ધ્વજારોહણ સાથે દિવસનો આરંભ કરાયો હતો. આ પછી, મંદિરમાં પૂજ્ય ભાઈશ્રીના જન્મદિનની ઊજવણી કરાઈ હતી.