15મા સત્તાવાર યુએન ઈન્ટરનેશનલ વિડોઝ ડે નિમિત્તે ધ લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા લંડનમાં 23 જૂને કોમનવેલ્થ સેક્રેટરિયેટ ખાતે યોજાએલી ઈન્ટરનેશનલ વિડોઝ કોન્ફરન્સમાં વિશ્વનેતાઓ, હિમાયતીઓ અને તળિયાના કર્મશીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સમાં વિશ્વની વિધવાઓ સામે વ્યાપક ભેદભાવોનો અંત લાવવાની પ્રતિબદ્ધતા તેમજ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ના કેન્દ્રમાં તેમના અધિકારો પ્રસ્થાપિત કરવાની હિમાયતનો પુનરુચ્ચાર કરાયો હતો.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
યુકેમાં ગુજરાતી મૂળના પ્રસિદ્ધ ડોક્ટર પ્રોફે. હસમુખ શાહ BEM, FLSWને યુનાઈટેડ કિંગ્ડમની નિઃસ્વાર્થ સેવા અને સમાજને યોગદાન બદલ યુકેના મિનિસ્ટર દ્વારા એપ્રિસીએશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. હોમ ઓફિસમાં વિન્ડરશ યુનિટના ડાયરેક્ટર અનિતા બેઈલીએ વેલ્શ પાર્લામેન્ટમાં મિનિસ્ટર વતી આ સર્ટિફિકેટ એનાયત કર્યું હતું. એપ્રિસીએશન સર્ટિફિકેટ યુકેના માઈગ્રેશન અને સિટિઝનશિપ મિનિસ્ટર સીમા મલ્હોત્રા દ્વારા જારી કરાયું હતું.
ગુજરાતી કોમ્યુનિટીના સૌથી મોટા ઓર્ગેનાઈઝેશન્સમાં એકલોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL)ના નવા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી રોનક પાવે વર્ષ 2025–2027ના કાર્યકાળ માટે નવી એક્ઝિક્યુટિવ કમિટીની રચના જાહેર કરી છે.
હજારો લોકોને પ્રેરણા આપી ઉત્થાન કરનારી સીમાચિહ્ન આધ્યાત્મિક યાત્રામાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર યુકે (SRMD UK) દ્વારા વિશ્વપ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ પુજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની યુકેમાં આઠ દિવસની ધર્મયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુરુદેવશ્રીની ધર્મયાત્રા 19થી 26 જૂન 2025 સુધી યોજાઈ હતી, જેમાં લંડન, માન્ચેસ્ટર અને લેસ્ટરને આવરી લેવાયા હતા. આંતરિક વિકાસ, શાંતિ અને લક્ષ્યની સહભાગી પરિપૂર્તિમાં અનેક કોમ્યુનિટીઓ એકજૂટ બની રહી હતી.
ધ રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર્સ (RCGP) દ્વારા પ્રોફેસર મહેન્દ્ર જી. પટેલ OBEને હેલ્થકેર, સંશોધનોમાં સમાનતા અને પ્રોફેશનલ લીડરશિપ ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાનની કદર કરીને ઓનરરી ફેલોશિપ એનાયત કરી છે. આ બહુમાન નોન-જીપીસ માટે RCGPનું સર્વોચ્ચ સન્માન છે.
ગુજરાતના પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાન અને એસજીવીપી-છારોડી ગુરુકુલના નામે જાણીતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમના અધ્યક્ષ પ.પૂ. સ્વામી માધવપ્રિયદાસજીએ વીતેલા સપ્તાહે લંડન વિચરણ દરમિયાન પ્રિય આત્મિક એવા પ્રકાશક-તંત્રી સી.બી. પટેલના નિવાસસ્થાને પધરામણી કરીને સત્સંગ કર્યો હતો.
શ્રી જગન્નાથ સોસાયટી યુકે (SJSUK) દ્વારા સ્લાઉમાં શનિવાર 28 જૂન, 2025ના રોજ રથયાત્રાના ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ પરંપરામાં પ્રાચીન અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતી રથયાત્રાની આનંદપૂર્ણ ઊજવણીમાં હજારો ભાવિકો અપ્ટોન કોર્ટ પાર્ક ખાતે ઉમટ્યા હતા. દેશભરમાંથી 1000 ઉપરાંત, ભક્તો ભજન અને કીર્તન, હરિ બોલના ઉચ્ચાર અને શંખનાદો સાથે ભગવાન જગન્નાથજીના રથને ખેંચવા આવ્યા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત એકલવ્ય સંસ્કૃતિ એકેડેમીના યુકે ચેપ્ટર દ્વારા આગામી દિવસોમાં વિવિધ વિષય કેન્દ્રીત વર્કશોપ યોજાયા છે. જેમાં ભારતથી આવેલા સંસ્કૃત ભાષા નિષ્ણાત દંપતી ડો. મિહિર ઉપાધ્યાય અને ડો. અમી ઉપાધ્યાય દ્વારા વિનામૂલ્યે માર્ગદર્શન અપાશે.
વિલ્સડેન ગ્રીનના શ્રી સ્વામિનારાયણ ટેમ્પલની 50મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર બ્રેન્ટમાં 5થી 13 જુલાઈ સુધી નવ દિવસના ‘ફેસ્ટિવલ ઓફ ગોલ્ડન હાર્ટ્સ’ ઉત્સવની ભવ્ય ઊજવણી થઈ રહી છે. દરરોજ નવા કાર્યક્રમો, કોમ્યુનિટીના મેળાવડા અને રંગીન શોભાયાત્રાઓમાં જનમેદની ઉમટે છે. ઓક્ટોબર 1975માં સ્થપાયેલું શ્રી સ્વામિનારાયણ મંદિર આ વિસ્તારના હજારો ભાવિકો માટે પૂજાસ્થળ અને સાંસ્કૃતિક જીવનનું મહત્ત્વનું સ્થળ બન્યું છે.
