સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    મહેસાણામાં મહંત સ્વામીના જન્

    બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના વડા પ્રગટસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ હાલ મહેસાણામાં વિચરણ કરી રહ્યા છે. 

    કેન્યાના મરેરેની ગામમાં ધનબા

    ઇસ્ટ આફ્રિકાની સૌથી મોટી મીઠાની કેસોલ્ટ કંપનીના માલિક કે.કે. વરસાણી પુત્ર દીપકભાઇ અને પરિવાર દ્વારા મલિંડી નજીકના મરેરેની ગામમાં SGVPના અધ્યક્ષ પ.પૂ. સદ્ગુરુ શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પ.પૂ. સદ્ગુરુ શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે શ્રીમતી ધનબાઈ કે.કે. પટેલ આધુનિક મેટરનિટી હોસ્પિટલનો શિલાન્યાસ કરાયો હતો.

    યુએસમાં BAPS સ્વામિનારાયણ અક્ષર

    અમેરિકી સરકારે રોબિન્સવિલે ખાતે બીએપીએસ અને સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર નિર્માણ વિરુદ્ધની ફરિયાદમાં તપાસને સત્તાવાર રીતે બંધ કરી દીધી છે. આ નિર્ણય બીએપીએસ તથા સ્વામિનારાયણ અક્ષરધામની નિર્દોષતા, પ્રામાણિકતા, શુદ્ધતા તથા અખંડિતતાની પુનઃ પુષ્ટિ આપે છે કે, કોઈ આરોપો અગાઉ ક્યારેય કરાયા જ નહોતા. અમેરિકાસ્થિત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ યુએસના ન્યાય વિભાગ તથા ન્યુ જર્સી ડિસ્ટ્રિક્ટ માટે યુએસ એટર્નીની ઓફિસના આ નિર્ણયને આવકાર્યો હતો.

    જોધપુરમાં વિશ્વશાંતિ મહાયજ્ઞ...

    જોધપુર શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ‘ઈતિહાસ ગાથા’ દિન ભવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો. બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર જોધપુર મૂર્તિ પ્રતિષ્ઠા ઉપક્રમે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં મંદિર પરિસરમાં બે દિવસીય વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજાયો હતો. 

    સંસ્થા સમાચાર (અંક 27 સપ્ટેમ્બર...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    વિશ્વ ઉમિયાધામનો વર્લ્ડ રેકો

    અમદાવાદ શહેર નજીક જાસપુર ખાતેના પ્રસિદ્ધ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશ ઉમિયા માતાજીના મંદિરના 1551 ધર્મસ્તંભના રાફ્ટનું કામ 54 કલાકમાં પૂર્ણ કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. જગતજનની મા ઉમિયાની કૃપાથી વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયા ધામના રાફ્ટનું કાર્ય સમય પહેલા જ અર્થાત 72 ક્લાકને બદલે માત્ર 54 કલાકમાં જ પૂર્ણ થયું છે. 15 સપ્ટેમ્બરે સાંજે 5 વાગ્યે શરૂ થયેલું રાફટ કાસ્ટિંગનું કાર્ય 17 સપ્ટેમ્બરે રાત્રે 11 કલાકે પૂર્ણ કરાયું હતું.

    કુમકુમ મંદિર દ્વારા શ્રી મુક્

    સદ્દગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર દ્વારા શ્રી મુક્તજીવન સ્વામી બાપાની 118મી પ્રાગટ્ય જયંતીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. 

    SGVPના ઋષિકુમારોએ વેદગાન કરી કાલ...

    SGVP સ્વામિનારાયણ ગુરુકુલ છારોડીમાં ચાર વેદ તથા ગીતા ભાગવતાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરતા ઋષિકુમારો કાલુપુર સ્વામિનારાયણ મંદિર દર્શને આવતાં સ્વામિનારાણ મંદિર કાલુપુર તથા સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પીઠાધિપતિ પ.પૂ. આચાર્ય 1008 કોશલેન્દ્રજી મહારાજ તથા લાલજી મહારાજ નરનારાયણદેવના દર્શને આવતા મહારાજનું વેદગાન સાથે ઋષિકુમારોએ સ્વાગત કર્યું હતું.

    મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ

    શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર- ઘોડાસરનો 34મો પાટોત્સવ તેમજ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની 118 મી પ્રાગટ્ય જયંતી હર્ષોલ્લાસભેર ઉજવાઈ હતી.

    ‘મંદિરમાં ભગવાનનો વાસ છે, આ મં

    રાજસ્થાનના જગવિખ્યાત પર્યટનસ્થળ જોધપુરમાં ત્રણ દિવસથી ચાલી રહેલો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર લોકાર્પણ અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ગુરુવારે રંગેચંગે સંપન્ન થયો હતો. બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં યોજાયેલા લોકાર્પણ સમારોહનો મુખ્ય હાર્દ હતોઃ ‘મંદિરનું સમાજને પ્રદાન’.