બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ રાજસ્થાનના જયપુરમાં વિચરણ કરી રહ્યા છે. આ પ્રસંગે ખુશખુશાલ સાધુસંતો અને હરિભક્તોએ શરદપૂર્ણિમા પર્વે સ્વામીશ્રી સન્મુખ રાસ રમીને તેમના પ્રેમભાવ અને આદર વ્યક્ત કર્યા હતા.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ગાંધીજયંતી અને વિજયાદશમી પ્રસંગે ભવન યુકે દ્વારા 2 ઓક્ટોબરે સામ ડેલરીમ્પલના પુસ્તક ‘શેટર્ડ લેન્ડ્સઃ ધ ફાઈવ પાર્ટિશન્સ એન્ડ ધ મોકિંગ ઓફ મોડર્ન સાઉથ એશિયા’ની લોકાર્પણવિધિની યજમાની કરવામાં આવી હતી.
નવરાત્રિના સફળ ઉત્સવ પછી ગુરુવાર 2 ઓક્ટોબર, વિજયાદશમીએ ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) મંદિર ખાતે જવેરા વિસર્જન કાર્યક્રમ યોજાયો હતો. પૂજનવિધિ દશરથભાઈ અને કલાબહેન નાયીના હસ્તે થઈ હતી તેમજ સર્વના કલ્યાણની પ્રાર્થના પણ કરાઈ હતી. બે મહિનાની વ્યસ્તતા પછી સોસાયટી દિવાળી અને હિન્દુ નૂતન વર્ષ ઉજવવા તૈયાર છે. નવરાત્રિ દરમિયાન મંદિરમાં દરરોજ બપોરે ગરબા અને સાંજના મુખ્ય હોલમાં લાઈવ મ્યુઝિક સાથે રાસગરબા યોજાતા હતા. દરરોજ રાત્રે આશરે 300થી વધુ લોકોની હાજરી રહેતી હતી. અષ્ટમીની રાત્રે 600થી વધુ શ્રદ્ધાળુ એકત્ર થયા હતા અને 80 ભક્તોએ આરતીનો લાભ લીધો હતો.
બીએપીએસ સંસ્થાના સર્વોચ્ચ વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ રાજસ્થાનમાં વિચરણ કર્યા બાદ 15 ઓક્ટોબરથી ગોંડલ પધારી રહ્યા છે. ગોંડલમાં તેઓ શ્રી અક્ષર મંદિર ખાતે મુકામ કરશે. પ્રતિ વર્ષ મહંત સ્વામી મહારાજના સાન્નિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી અને નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...)
મલ્ટિડિસિપ્લનરી એડવાઈઝરી, ટેક્સ અને ઓડિટ ફર્મ મૂર કિંગ્સ્ટન સ્મિથ દ્વારા બુધવાર 8 ઓક્ટોબરે તેની સિટી ઓફિસમાં 24મા વાર્ષિક દિવાળી રિસેપ્શનની ઊજવણી કરવામાં આવી હતી, જેમાં લંડન અને સાઉથઈસ્ટમાંથી બિઝનેસીસ કોન્ટેક્ટ્સ અને ક્લાયન્ટ્સ સહિત 120થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઈવેન્ટમાં પ્રકાશના ઉત્સવ તેમજ ભારતીય બિઝનેસ કોમ્યુનિટી સાથે ફર્મના દીર્ઘકાલીન સંબંધોની ઊજવણી થઈ હતી. ગાઢ સહકારના 30 કરતાં વધુ વર્ષ સાથે મૂર કિંગ્સ્ટન સ્મિથનું ઈન્ડિયા ગ્રૂપ ક્લાયન્ટ્સને આગવી સલાહકારી સેવા અને તેમના આંતરરાષ્ટ્રીય ઓપરેશન્સમાં માર્ગદર્શન પૂરાં પાડે છે.
ઈસ્ટ આફ્રિકામાં જન્મેલા એન્ટ્રેપ્રીન્યોર્સ સંજીત અને કરણ માણેક તેમની ભારે ઝડપથી વિસ્તરતી અને યુકેના હોલસેલ બજારમાં નોંધપાત્ર ખેલાડી બનેલી કંપની સેન્ડેઆ હોલસેલમાં વૃદ્ધિને વેગ આપી રહ્યા છે. મહામારીના ગાળામાં 2019માં સ્થાપના પછી નવીસવી OTC ફાર્માસ્યુટિકલ અને કોસ્મેટિક્સ હોલસેલરમાંથી સેન્ડેઆ હોલસેલ FMCG પાવરહાઉસ તરીકે વિસ્તરી દેશ અને વિશ્વમાં સિક્કો જમાવી રહી છે.
યુએઈનાઅબુ ધાબીસ્થિત BAPS હિન્દુ મંદિરને હાઉસ ઓફ વર્શિપ કેટેગરીમાં ગ્લોબલ ઓડિયોવિઝ્યુઅલ (AV) ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવતા એવોર્ડ્ઝમાં એક MONDO-DR 2025 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. ઓડિયોવિઝ્યુઅલ વિશ્વના ઓસ્કાર તરીકે ગણાવાયેલા 2025 MONDO-DR એવોર્ડ્ઝ ફ્લોરિડાના ઓલે રેન્ડ ઓરલેન્ડો ખાતે યોજાયા હતા. મનોરંજન સ્થળો, સ્થાપત્ય લેન્ડમાર્ક્સ અને સાંસ્કૃતિક સ્થળોએ ઓડિયોવિઝ્યુઅલ ઈન્ટિગ્રેશનમાં સર્વોચિચ સિદ્ધિઓ માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. BAPS હિન્દુ મંદિરમાં દર્શાવાતા ‘ધ ફેરી ટેલ’ શોને વિજેતા ઘોષિત કરાયો છે. આમ, BAPS હિન્દુ મંદિરની માત્ર આધ્યાત્મિક અને સ્થાપત્ય જ નહિ, પરંતુ પવિત્ર સ્થાનોમાં AV ડિઝાઈનના ટેકનોલોજિકલ માપદંડોની શ્રેષ્ઠતાને પણ આ એવોર્ડ થકી માન્યતા મળી છે.
બાળકો માટે અન્ન અને શિક્ષણની ચેરિટી અક્ષય પાત્ર દ્વારા લક્ષ્ય સાથે ખુશીના પ્રસારના હેતુસર અનોખું દિવાળી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ચેરિટીનું મિશન છે કે કોઈ પણ બાળક ગરીબીના કારણે શિક્ષણથી વંચિત રહેવું ન જોઈએ. ભારતમાં વર્ષ 2000ના સ્થાપિત અક્ષય પાત્ર હવે વિશ્વમાં સૌથી મોટો સ્કૂલ ભોજન પ્રોગ્રામ એક જ દેશમાં ચલાવે છે અને દૈનિક 2.35 મિલિયન બાળકોને ભોજન પીરસે છે. યુકેમાં અક્ષય પાત્ર દ્વારા 2020માં નોર્થ લંડનના વોટફર્ડમાં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કિચન લોન્ચ કરાયું હતું અને ત્યારથી તેના આફ્ટર-સ્કૂલ પ્રોગ્રામ ‘એમ્પાવર અવર’ મારફત તેમજ શાળાઓની રજાઓમાં ભૂખ્યાં રહેતાં બાળકોને 800,000થી વધુ ગરમ અને પોષણયુક્ત ભોજન પુરું પડાયું છે.
