સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    ઈન્ડિયાસ્પોરા દ્વારા દિવાળી ડિનરઃ સંસ્કૃતિ, સંપર્ક અને ઊજવણીની સાંજ

    ઈન્ડિયાસ્પોરાના યુકે કન્ટ્રી હેડ નીના અમીન દ્વારા આયોજિત અને લોર્ડ કરન બિલિમોરિયાની યજમાનીમાં 23 ઓક્ટોબરે હાઉસ ઓફ કોમન્સમાં દિવાળી ડિનરમાં બિઝનેસ અગ્રણીઓ, પાર્લામેન્ટેરિયન્સ, ડાયસ્પોરાના વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિ સંસ્કૃતિ, સંપર્ક અને ઊજવણીની સાંજ બની રહી હતી. એલીગન્ટ બ્લેક ટાઈ અને સમાર્ટ ભારતીય વસ્ત્રોમાં સજ્જ મહેમાનોએ પ્રકાશના ઉત્સવ દિવાળીની ઊજવણી તેમજ ભારત અને યુકે વચ્ચે જીવંત સેતુના મહત્ત્વને ઊજાગર કર્યું હતું.

    હનુમાન હિન્દુ મંદિર દ્વારા ભવ્ય અન્નકૂટ સાથે દિવાળીની ઊજવણી

    હનુમાન હિન્દુ મંદિર દ્વારા ભવ્ય અન્નકૂટ સાથે એકતા, સમર્પણ અને સંવાદિતાની ભાવના સાથે વિવિધ આસ્થાની કોમ્યુનિટીને નિકટ લાવવા પાંચ દિવસ સુધી દિવાળીની ઊજવણી કરવામાં આવી હતી. સનાતન ધર્મની પરંપરામાં નિરાશા પર આશા અને અંધકાર પર પ્રકાશના વિજયના પ્રતીકરૂપે સેંકડો પરંપરાગત દીવડા સાથે લંડનસ્થિત હનુમાન મંદિર ઝગમગી ઉઠ્યું હતું. આ ઊજવણીઓમાં પ્રખ્યાત પૂજારીઓ પવનભાઈ દત્તા (સામવેદ) અને જીતુભાઈ દવે (શુક્લ યજુર્વેદ) દ્વારા વેદિક ક્રિયાકાંડ સાથે 56 પ્રકારની શાકાહારી વાનગીઓ સાથે વૈષ્ણવ પરંપરાના અન્નકૂટ અને ગોવર્ધન પૂજા મુખ્ય રહ્યા હતા.

    શ્રી કચ્છ સત્સંગ (SKS) સ્વામિનારાયણ મંદિર માટે નૂતન વર્ષની ઊજવણી વિશિષ્ટ બની રહી છે. મંદિરની દીર્ઘકાલીન સમર્પિતતાને રાષ્ટ્રીય સ્તરે બિરદાવાઈ હતી અને 15 ઓક્ટોબરે પાર્લામેન્ટમાં આયોજિત કાર્યક્રમમાં ચેરિટી ઓફ ધ યર 2025 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ચેરિટી માટેના સ્થાનિક સાંસદ સર સ્ટિફન ટિમ્સ દ્વારા મંદિરના પ્રતિનિધિઓને એવોર્ડ્ઝ એનાયત કરવામાં આવ્યા હતા. 

    નીસડન ટેમ્પલમાં દિવાળી ઊજવણીમાં હજારો ભક્તો ઉમટ્યા

    નીસડન ટેમ્પલમાં સોમવાર 20મી ઓક્ટોબરે ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક અંધકાર પર પ્રકાશના વિજયના દિવાળી ઉત્સવની પરંપરાગત ઊજવણી કરવામાં આવી હતી, જેમાં દર્શન, પ્રાર્થના અને સેવાનો લહાવો લેવા હજારો ભક્તો અને વિવિધ ધર્મોના લોકો ઉમટી પડ્યા હતા. બુધવાર 22 ઓક્ટોબરે હિન્દુ નૂતન વર્ષ નિમિત્તે ઈશ્વર પ્રત્યે આભાર પ્રગટ કરવા અન્નકૂટ યોજાયો હતો જેમાં ભગવાનની મૂર્તિઓ સમક્ષ સેંકડો શાકાહારી સ્વાદિષ્ટ વાનગીઓ, મીઠાઈઓ અને ફળોને સુંદર રીતે સજાવીને ગોઠવાયા હતા. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને યુકેના હેલ્થ અને સોશિયલ કેર માટેના સેક્રેટરી ઓફ સ્ટેટ વેસ સ્ટ્રીટિંગ MP સહિત અનેક મહાનુભાવ દિવાળીની ઊજવણીમાં સામેલ થયા હતા.

    HFB દ્વારા 24મી વાર્ષિક દિવાળીની ભવ્ય ઊજવણી

    હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (HFB) દ્વારા 16 ઓક્ટોબર, 2025ના રોજ હાઉસ ઓફ કોમન્સમાં 24મી વાર્ષિક દિવાળી ઊજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રભુ શ્રીરામ, માતા સીતા, શ્રી લક્ષ્મણજી, શ્રી હનુમાનજી, શ્રી ગણેશજી અને શ્રી જલારામ બાપાની દિવ્ય ઉપસ્થિતિમાં સમગ્ર યુકેમાંથી પાર્લામેન્ટેરિયન્સ, કોમ્યુનિટીના અગ્રણીઓ, ઈન્ટરફેઈથ પ્રતિનિધિઓ અને બિઝનેસ લીડર્સને આવકાર અપાયો હતો.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    સમર્પણ દ્વારા સાઉથ વેલ્સમાં ભારતીય સંસ્કૃતિ અને કળાનું નવું સીમાચિહ્ન

    ગત મહિને રોયલ વેલ્શ કોલેજ ઓફ મ્યૂઝિક એન્ડ ડ્રામા ખાતે ફેસ્ટિવલ ઉત્સવનું અતુલનીય વેચાણ પ્રદર્શન કરાયાના પગલે કાર્ડિફની અગ્રેસર ઈન્ડિયન આર્ટ્સ એન્ડ કલ્ચર કંપની સમર્પણ દ્વારા રંગ,સંસ્કૃતિ અને સર્જનાત્મકતાથી છલકાયેલાં સાઉથ વેલ્સ ઓડિટોરિયમમાં ચાર પ્રકારના સાઉથ એશિયન ક્લાસિકલ ડાન્સના વિશિષ્ટ પ્રદર્શન સાથે નવું સીમાચિહ્ન રચાયું હતું. પ્રત્યેક પરફોર્મન્સ અનોખું હતું અને ઓડિયન્સ દ્વારા ‘ભારે પ્રેરણાદાયી’ અને ‘ભારતીય શાસ્ત્રીય નૃત્યનાં વિવિધ રસને એક જ બેઠકે નિહાળવાની અમૂલ્ય તક’ના ઉદ્ગારો સાથે સાંજને વધાવી લેવાઈ હતી.

    શ્રી કચ્છ સ્વામિનારાયણ મંદિર- ફોરેસ્ટ ગેટમાં તુલસીવિવાહની ઊજવણી

    શ્રી કચ્છ સ્વામિનારાયણ મંદિર- ફોરેસ્ટ ગેટ દ્વારા આયોજિત તુલસીવિવાહ સમારંભમાં લંડન અને આસપાસના વિસ્તારોમાંથી સેંકડો ભક્તોએ હાજરી આપી આનંદપૂર્વક ઊજવણી  કરી હતી. કન્યાપક્ષનું પ્રતિનિધિત્વ મુરજીભાઈ માવજીભાઈ હિરાણી અને પુષ્પાબહેન મુરજીભાઈ હિરાણી (ગામ- માનુકૂવા)એ કર્યું હતું જ્યારે વરપક્ષ તરફથી કિશોરભાઈ ધનજીભાઈ વરસાણી અને પ્રિતિબહેન કિશોરભાઈ વરસાણી (ગામ- ભારાસર)એ પ્રતિનિધિત્વ કર્યું હતું

    લાયન્સ ક્લબ ઓફ લંડન-ફિન્ચલી દ્વારા દિવાળીની વિશિષ્ટ ઊજવણી

     લાયન્સ ક્લબ ઓફ લંડન-ફિન્ચલી દ્વારા શુક્રવાર 17 ઓક્ટોબર 2025ના દિવસે  એવરેસ્ટ ઓબેરકોર્ન ખાતે દિવાળીની વિશિષ્ટ ઊજવણી કરવામાં આવી હતી જેમાં 80થી વધુ મહેમાન હાજર રહ્યા હતા. ઉપસ્થિત વિશિષ્ટ મહાનુભાવોમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને તંત્રી સીબી પટેલ, પૂર્વ ઝોન ચેરમેન અને પૂર્વ પ્રેસિડેન્ટ પ્રફુલભાઈ પટ્ટણી અને પૂર્વ પ્રેસિડેન્ટ જયભાઈ ગોએલ સહિતનો સમાવેશ થયો હતો. ઈવેન્ટમાં ભારતની ‘બોમ્બે ગેંગ’ દ્વારા જીવંત પરફોર્મન્સ અને રેસ્ટોરાં  દ્વારા સ્વાદિષ્ટ ડિનર પીરસાયું હતું .

    GHS પ્રેસ્ટન દ્વારા  જલારામ બાપા જયંતી અને તુલસીવિવાહની ઊજવણી

     ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) પ્રેસ્ટન દ્વારા શનિવાર 1 નવેમ્બરે જલારામ બાપા જયંતી ઉજવાઈ હતી. ભક્તો સવારના 10 વાગ્યાથી જ પૂજાપ્રાર્થના-દર્શન અર્થે મંદિરમાં આવવા લાગ્યા હતા. યજમાન દ્વારા ગણેશપૂજા સાથે ઊજવણી શરૂ કરી હતી અને આ પછી, 11:00 AM થી 3:30 PM સુધી ભજનકીર્તનનો કાર્યક્રમ ચાલ્યો હતો.