ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટન કોમ્યુનિટી દ્વારા ત્રણ દિવસ સુધી પ્રકાશોત્સવ દિવાળીની ઊજવણી ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. નૂતન વર્ષ નિમિત્તે ભગવાનને અન્નકૂટ ધરાવાયો હતો. ઊજવણીના દિવસો દરમિયાન 1000થી વધુ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
શ્રી કડવા પાટીદાર સમાજે (SKPS) તાજેતરમાં યુકેમાં તેની ઔપચારિક સંસ્થાનો સુવર્ણજયંતી ઉત્સવ રવિવાર, 26 ઓક્ટોબર, 2025 ભારે દબદબા અને ઉત્સાહ સાથે ઉજવ્યો હતો. હેરોમાં કોમ્યુનિટીના વિશાળ કેન્દ્રમાં આયોજિત સમારંભમાં 800થી વધુ સભ્યો અને માનવંતા મહેમાનોએ ઉપસ્થિત રહી કોમ્યુનિટીના સમૃદ્ધ ઈતિહાસ અને સેવા પ્રતિ દીર્ઘકાલીન પ્રતિબદ્ધતાને વધાવી હતી. હેરોના મેયર કાઉન્સિલર અંજનાબહેન પટેલે સ્થાનિક વિસ્તારમાં સમાજની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાથર્યો હતો.
MINLA ઝૂમ સેશનના પરોપકારી સ્થાપકો મીના ખગ્રામ અને ડો. લલિત સોઢા દ્વારા તાજેતરમાં હૃદયસ્પર્શી મિશન ‘No girl loses dignity, and no child sleeps without food’ (કોઈ બાળાની ગૌરવહાનિ થવી ન જોઈએ અને કોઈ બાળા ભૂખી સુવી ન જોઈએ) સૂત્ર સાથે ઓપરેશન ચુપી લોન્ચ કરવામાં આવ્યું હતું. પરોપકારી સ્થાપકો એવાં વિશ્વની રચનાની કલ્પના ધરાવે છે, જ્યાં પાયારૂપ માનવીય આવશ્યક્તા સાથે સમાધાન સાધવામાં ન આવે. આ ઈનિશિયેટિવ સાથે MINLA યુવા બાળાઓને અંડરવિયર અને સેનિટરી પ્રોડક્ટ્સ જેવી આવશ્યક આઈટમ્સ તેમજ કચડાયેલી-વંચિત કોમ્યુનિટીઓના બાળકોને પોષણયુક્ત ભોજન પુરાં પાડશે.
ભવન અને એપિક ટાઈમલેસ પ્રોડક્શન વચ્ચે સહયોગ થકી ભારતના શાશ્વત મહાકાવ્ય રામાયણની મંત્રમુગ્ધ કરી દેનારી નાટ્યકૃતિ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’નું ઐતિહાસિક સાંસ્કૃતિક સફળતા સ્વરૂપે જીવંત મંચન શનિવાર 18 ઓક્ટોબરે ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જકડી રાખતાં વાર્તાકથન, જીવંત સંગીત, શક્તિશાળી અભિનય અને સ્તબ્ધ કરી દેતી કોરિયોગ્રાફી સાથે આ નાટ્યકૃતિ ઓડિયન્સને ધર્મ, સાહસ અને સમર્પણની શાશ્વત મહાગાથા રામાયણના હાર્દમાં લઈ ગઈ હતી. આ ઈવેન્ટ વીરાસતનો મેળાવડો અને આધ્યાત્મિક રંગમંચન બની રહ્યો હતો, જેમાં કોમ્યુનિટીઓ, મહાનુભાવો અને સાંસ્કૃતિક સંસ્થાઓ તલ્લીન થઈ ગયાં હતાં.
એલ્સ્ટ્રી અને બોરહામવૂડમાં તમામ ધર્મો, સંસ્કૃતિઓ અને પશ્ચાદભૂ સાથે કોમ્યુનિટીઓના લોકો પ્રકાશના ઉત્સવ દિવાળીની ઊજવણી કરવા એકત્ર થવા સાથે એકતાની ભાવના મજબૂત બની હતી. કાઉન્સિલર તુષાર કુમાર અને કાઉન્સિલર પરવીન રાનીના સમર્પિત પ્રયાસો સાથે એલ્સ્ટ્રી અને બોરહામવૂડ ટાઉન કાઉન્સિલ દ્વારા બોરહામવૂડના એલમ હોલમાં આયોજિત ઈવેન્ટમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંધકાર પર પ્રકાશ અને અશુભ પર શુભના વિજયના સાર્વત્રિક સંદેશામાં સહભાગી બની રહેવા કાઉન્સિલના રહેવાસીઓ, ફેઈથ લીડર્સ અને મહાનુભાવો એક છત નીચે આવ્યા હતા.
ક્વીન કેમિલાએ મીલ્સ ઓન વ્હીલ્સ સપ્તાહ નિમિત્તે નેશનલ એસોસિયેશન ઓફ કેર કેટરિંગ (NACC)ના સભ્યો માટે ક્લેરેન્સ હાઉસમાં રિસેપ્શન સમારંભ યોજ્યો હતો. નિર્બળ વ્યક્તિઓને ભોજન અને લંચ ક્લબ્સ પૂરાં પાડનારા તેમજ પોષણયુક્ત આહારની સાથોસાથ એકલતા અને સામાજિક એકલવાયાપણું ઘટાડવામાં મદદ કરનારાઓનો આભાર વ્યક્ત કરવાની આ શુભચેષ્ટા હતી. NACCના નેશનલ ચેર નીલ રાડીઆએ યુકે કેર સેક્ટર કેટરિંગ ઈન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ અને સપોર્ટ કરનારા એસોસિયેશનની માનદ મેમ્બરશિપ ક્વીનને પ્રેઝન્ટ કરી હતી.
ગોલ્ડન ટુર્સ ગ્રે લાઈન લંડનના સીઈઓ મિકેશ પલાણને પ્રતિષ્ઠિત ‘ફોર્ટી અંડર 40 યુકે એવોર્ડ્ઝ’ સમારંભમાં આખરી અને સૌથી મોટાં બહુમાન ‘ફર્સ્ટ અમોન્ગ ઈક્વલ્સ’ સહિત બે વિશિષ્ટ એવોર્ડથી સન્માનિત કરાયા છે. ‘ફોર્ટી અંડર 40 યુકે એવોર્ડ્ઝ’ અભૂતપૂર્વ ઈનોવેશન, લીડરશિપ અને અસર સર્જનારા યુકેના અસામાન્ય યુવા નેતાઓની કદર કરે છે.
UAEના અબુ ધાબીસ્થિત BAPS હિન્દુ મંદિર દ્વારા અબુ ધાબીના પીપલ ઓફ ડિટરમિનેશન તેમજ યુએઈના સમાવેશિતા, અનુકંપા અને સહભાગી માનવતાના મૂલ્યોને હાઈલાઈટ કરતી પ્રેરણાદાયી સાંજ ‘સિમ્ફની ઓફ હાર્મની’ની યજમાની કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં યુએઈની નેતાગીરી, કોમ્યુનિટી અગ્રણીઓ તેમ જ પીપલ ઓફ ડિટરમિનેશનના પરિવારો સહિત 500થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અમીરાતના 15 વર્ષીય પિઆનિસ્ટ અને કમ્પોઝર, 200થી વધુ આંતરરાષ્ટ્રીય પરફોર્મન્સીસમાં યુએઈનું પ્રતિનિધિત્વ કરનારા, ઓટિઝમ ફલક પરના યુવા સિતારા અહમદ અલ હાશેમી દ્વારા દિલધડક પરફોર્મન્સ આ સાંજની હાઈલાઈટ બની રહ્યું હતું.
શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) લંડન સ્પિરિચ્યુઅલ સેન્ટરમાં રવિવાર 9 નવેમ્બરે પ્રકાશ, પ્રેમ અને કોમ્યુનિટીની ભાવનાથી છલકાતા વાર્ષિક દિવાળી ઓપન હાઉસનું આયોજન કરાયું હતું. હર્ટ્સમીઅર, હર્ટફોર્ડશાયર, હેરો અને આસપાસના વિસ્તારોમાંથી પરિવારો, મિત્રો, ધાર્મિક પ્રતિનિધિઓ અને સ્થાનિક મહાનુભાવો એકતા અને સેવાની શક્તિ તેમજ અંધકાર પર પ્રકાશના વિજયની ઊજવણીમાં એકત્ર થયા હતા. સંવાદિતા, ભક્તિ અને સમાવેશિતાથી સર્જાયેલા વાતાવરણને 350થી વધુ મહેમાનોએ સાંસ્કૃતિક ઉત્સવના આનંદ, રચનાત્મક વર્કશોપ્સ અને આધ્યાત્મિક ચિંતન સાથે માણ્યું હતું.
ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) દ્વારા બાળકોની ત્રણ વર્ષની વયથી જ ભક્તિભાવની પ્રેરણા પ્રાપ્ત થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવા દર મહિને ગર્વપૂર્વક ભજન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દર મહિને સમર્પિત ભક્ત દ્વારા સ્પોન્સર કરાતા આ ઈવેન્ટમાં પરિવારો સાથે મળીને પ્રાર્થના, સંગીત અને સામુદાયિક ભાવનાનું સમાવેશી અને ઉષ્માસભર વાતાવરણ ઉભું થાય છે.
