બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ, ભારતના સ્થાયી પ્રતિનિધિ મંડળના સહયોગથી, બુધવાર - 12 નવેમ્બરના રોજ વિયેનાસ્થિત યુનાઇટેડ નેશન્સ (યુએન) કાર્યાલયમાં દીપોત્સવની સાંસ્કૃતિક અને સ્મૃતિરૂપ ઉજવણીનું આયોજન કર્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં દિવાળીની સાથે બે ઐતિહાસિક સીમાચિહ્નોની પણ સ્મૃતિ અને ઉજવણી કરાઇ હતી.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજનું એક વર્ષ બાદ અમદાવાદમાં આગમન થયું છે. 21 નવેમ્બરના રોજ અમદાવાદ પહોંચેલા મહંત સ્વામી મહારાજ 13 ડિસેમ્બર સુધી શાહીબાગના સ્વામિનારાયણ મંદિરમાં નિવાસ કરશે. આ ગાળા દરમિયાન સ્વામીના આશીર્વાદરૂપ વિવિધ કાર્યક્રમ યોજાશે.
ભવન્સ દ્વારા શનિવાર 22 નવેમ્બર 2025ના રોજ પોર્ટમેન સ્ક્વેરની નોબુ હોટેલના બેન્ક્વેટ હોલમાં દિવાળીની ભવ્ય ઊજવણી કરાઈ હતી. આવકારપૂર્ણ વાતાવરણમાં ડાયરેક્ટર ડો. એમ.એન. નંદકુમારા MBE દ્વારા પ્રવેશદ્વાર પર મહેમાનોનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. ધ ભવનના વિદ્યાર્થીઓએ નિવાસી સિતારગુરુ ઉસ્તાદ મેહબૂબ નદીમ દ્વારા રચાયેલા અને કન્ડક્ટ કરાયેલા મ્યૂઝિક પરફોર્મન્સ રજૂ કરવા સાથે સંધ્યાનો આરંભ થયો હતો. આ પછી, ડો. નંદકુમારાની રાહબરીમાં ઈંગ્લિશ ભાષાંતર સાથે પ્રાર્થનાગાન કરાયું હતું. ભવન્સના ઈવેન્ટમાં અતિથિવિશેષપદે બિઝનેસવુમન, ફીલાન્થ્રોપિસ્ટ અક્ષતા મૂર્તિ સુનાક હતાં. તેમની સાથે તેમના પિતા, ઈન્ફોસીસના સ્થાપક પદ્મવિભૂષણ એન.આર. નારાયણમૂર્તિ CBE તેમજ તેમના સાસુ-સસરા ડો. યશવીર અને ઊષા સુનાક હતા. મુખ્ય મહેમાન યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી તેમના પત્ની સંગીતા સાથે ઉપસ્થિત રહ્યા હતા. અન્ય ચાવીરુપ મહેમાનોમાં લોર્ડ પોપટ, લોર્ડ નવનીત ધોળકીઆ અને લેડી એન ધોળકીઆ , પુત્ર ગિરિશ સંઘેર સાથે સુનિતા સંઘેર, કાઉન્સિલર અમીત જોગીઆ MBE, ભારતીય હાઈ કમિશનના મિનિસ્ટર કોઓર્ડેનેશન દીપક ચૌધરી અને તેમના પત્ની, ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સીબી પટેલ સહિતના મહાનુભાવોનો સમાવેશ થયો હતો.
યુકેમાં બ્રિટિશ ભારતીય સમુદાયો સાથે સંપર્કો વધારવાના મિશનના ભાગરૂપે કન્ઝર્વેટિવ ફ્રેન્ડઝ ઓફ ઈન્ડિયા (CF India)ના યજમાનપદે દેશમાં ભારતીય ડાયસ્પોરાની સૌથી વધુ વસ્તી ધરાવતા લેસ્ટર વિગ્સ્ટનમાં હોલિડે ઈન ખાતે દિવાળીની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી.
નવનાત વણિક ભગિની સમાજ દ્વારા શનિવા, 8 નવેમ્બર 2025ના રોજ નવનાત સેન્ટર ખાતે મનોરંજક બોલીવૂડ મ્યુઝિકલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં સંસ્થાના સભ્યો, પરિવારો અને મિત્રોએ સાથે મળીને મનોરંજન, સ્વાદિષ્ટ વાનગીઓ, મ્યુઝિક અને સામુદાયિક ભાવનાની રંગત માણી હતી.
ઐતિહાસિક રોયલ આલ્બર્ટ હોલ ખાતે 11 નવેમ્બરે યોજાએલી મ્યુઝિક ફોર યુથ ફાઈન્લ્સમાં HABS તબલા એન્સેમ્બલ અને સ્ટ્રીંગ્સ એન્સેમ્બલ દ્વારા પ્રસ્તુત પરફોર્મન્સે ઓડિયન્સને મંત્રમુગ્ધ બનાવ્યું હતું, જે યુવા પરફોર્મર્સ અને તેમની સ્કૂલ માટે અભૂતપૂર્વ સિદ્ધિ બની રહી હતી. હાબેરડેશર્સ એલસ્ટ્રી સ્કૂલ્સનું પ્રતિનિધિત્વ કરનારામાં રુદ્ર સચદેવ, વીર સુમરીઆ અને અર્જુન પટેલ, કાયલાન સોઢા, ધ્યાના હારીઆ, કાઈડેન લિ, લુકાસ મિઆઓ, ધ્રીશાન પાન્ડે, અલિક સુબદિન અને પ્રણય રાજપૂત સહિતનો સમાવેશ થયો હતો, જેમના અદ્ભૂત પરફોર્મન્સને ઉપસ્થિત મહેમાનો અને નિર્ણાયકોએ વધાવી લીધું હતું.
રશક્લિફ કાઉન્સિલના મેયર જ્હોન કોટી દ્વારા રવિવાર 16 નવેમ્બર, 2025ના દિવસે નવનિર્મિત સમર્પણ મેડિટેશન યોગ રીટ્રીટ સેન્ટરનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સમર્પણ મેડિટેશન ટ્રસ્ટ યુકેએ મેયર જ્હોન કોટી અને તેમના પત્નીનું સ્વાગત કર્યું હતું. યુનાઈટેડ કિંગ્ડમમાં સમર્પણ મેડિટેશનના 25 વર્ષ પૂર્ણ થયા હોઈ સમર્પણ મેડિટેશન યોગ રીટ્રીટ સેન્ટરના ઉદ્ઘાટનનો ઈવેન્ટ શ્રી શિવકૃપાનંદ સ્વામી ટ્રસ્ટ માટે સીમાચિહ્નરૂપ બની રહ્યો હતો.
બ્રિટનમાં ઈન્ટરફેઈથ ઈનિશિયેટિવ્ઝનું સારું પ્રમાણ છે,પરંતુ તેમની અસર વિભિન્ન રહે છે. કેટલાક ઉપરછલ્લા હોય છે તો કેટલાક માત્ર દેખાવ પૂરતા છે. રોયલ ફોરેસ્ટ ઓફ ડીન સાથે જોડાયેલું આશા (ASHA) સેન્ટર સાચી ઈન્ટરફેઈથ લીડરશિપ - ઊંડાણ, વ્યવહારુ અને પરિવર્તનકારી,કેવી હોઈ શકે તે દર્શાવે છે. તાજેતરમાં મેં આશાના ‘બિલ્ડિંગ ધ ઈન્ટરફેઈથ લીડરશિપ ઓફ ધ ફ્યુચર’ થીમ સાથેના યુથ ઈન્ટરફેઈથ રીટ્રીટમાં હાજરી આપી હતી. આ કોઈ સેમિનાર કે દેખાવની પેનલચર્ચા ન હતી, પરંતુ એક્શન, સર્જનાત્મકતા અને ઈન્ટરફેઈથ કામગીરી માત્ર વિનયી સહઅસ્તિત્વ સંબંધી જ નહિ, પરંતુ સહાનુભૂતિ અને સમજ સાથે મતભેદોમાં સેતુ બનાવી શકે તેવા નેતાઓ તૈયાર કરવાની આશા સાથેની હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોવાના દક્ષિણ ભાગ કાણકોણમાં પર્તગાલી ખાતે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ પ્રતિમા શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠની 550મી વર્ષગાંઠ નિમિત્તે સ્થાપિત કરવામાં આવી છે. ગોવા સરકારના જણાવ્યા અનુસાર, આ દુનિયાની સૌથી ઊંચી રામ પ્રતિમા છે.
હેમરસ્મિથ એન્ડ ફૂલહામ કાઉન્સિલ દ્વારા ભારતીય વિદ્યા ભવન (ધ ભવન) માટે પાર્કિંગ ગ્રેસ પીરિયડ વધારી આપવામાં આવ્યો છે. યુકેમાં ભારતીય ક્લાસિકલ કલાઓ અને સંસ્કૃતિના ક્ષેત્રે સમર્પિત સૌથી અગ્રેસર સંસ્થાઓમાં એક ભારતીય વિદ્યા ભવન દ્વારા હેમરસ્મિથ એન્ડ ફૂલહામ કાઉન્સિલમાં CPZ D (કન્ટ્રોલ્ડ પાર્કિંગ ઝોન) જાહેર કરાયેલા પાર્કિંગ નિયંત્રણો સામે પોતાનું અભિયાન ચાલુ રાખ્યું છે. સંસ્થાએ અગાઉ, કાઉન્સિલને તાકીદની અપીલ કરી હતી અને ફેરફારો પરત લેવાય તે માટે પિટિશન પણ લોન્ચ કરી હતી. સંસ્થાના જણાવ્યા અનુસાર આ પાર્કિંગ નિયંત્રણોથી સાંસ્કૃતિક અને કોમ્યુનિટી સર્વિસીસને વિપરીત અસર થશે.
