સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    મેજર જનરલ અહમદ સૈફ બિન ઝાઈતુન અલ મુહાઈરીની BAPS હિન્દુ મંદિરની મુલાકાત

    કમાન્ડર-ઈન-ચીફ ઓફ ધ અબુ ધાબી પોલીસ અને અબુ ધાબી એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય મેજર જનરલ અહમદ સૈફ બિન ઝાઈતુન અલ મુહાઈરીએ 26 ડિસેમ્બર 2025ના રોજ BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. સ્વામી બ્રહ્મવિહારીદાસે તેમનું સ્વાગત કરવા સાથે શાંતિ, સંવાદિતા અને સમાજની સેવાના મંદિરના વિઝન વિશે જાણકારી આપી હતી.

    BAPS બાલ-બાલિકાઓએ વડોદરાના સુરસા...

    ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતી આગામી બીજી ફેબ્રુઆરીએ વડોદરામાં ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાવાની છે. આ અનુસંધાને, રવિવારની સંધ્યાએ બીએપીએસ સંસ્થા દ્વારા સુરસાગર તળાવ ખાતે આયોજિત વિશિષ્ટ વૈદિક કાર્યક્રમે વડોદરા શહેરને ઐતિહાસિક ક્ષણોનું સાક્ષી બનાવી દીધું હતું.

    નાઇરોબીમાં શ્રી ઘનશ્યામ મહાર

    શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં ગ્રંથરત્ન શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ - નાઈરોબી અને શ્રી સ્વામિનારાયણ મંદિર - પાર્કલેન્ડ દ્વારા શ્રી ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.

    દુનિયા રીલ હીરોથી ભરેલી છે, પણ

    આપણી દુનિયા રીલ હીરોથી ભરેલી છે, પરંતુ આપણને રીલ હીરો કરતાં વાસ્તવિક હીરોની વધુ જરૂર છે. જે હીરોએ સમાજ બદલ્યો છે, જેઓએ બાળકોનું ભવિષ્ય બદલ્યું છે, જેઓએ મૂલ્યો બદલ્યા છે, જેઓએ સમાજમાં યોગદાન આપી એમને આગળ લાવ્યા છે. આપણે એવા વાસ્તવિક એટલે રિયલ હીરોને સેલિબ્રેટ કરવાની જરૂર છે.

    શ્રી લોહાણા મહાપરિષદઃ વીરાસતનું જતન, પેઢીઓનું સશક્તિકરણ

    શ્રી લોહાણા મહાપરિષદ લોહાણા સમુદાયની એકતા, તેની સમૃદ્ધ પરંપરાઓના જતન અને ભાવિ પેઢીઓને સશક્ત બનાવવા પ્રતિબદ્ધ અને સમર્પિત વૈશ્વિક સાંસ્કૃતિક સંગઠન છે. વિવિધ ઈનિશિયેટિવ્ઝ અને ઈવેન્ટ્સ થકી આ સંસ્થા વિકાસ, તક અને સમૃદ્ધિને પોષણ આપવાની સાથોસાથ વીરાસતની ઊજવણી કરે છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા શ્રી લોહાણા મહાપરિષદના પ્રેસિડેન્ટ અને લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF)ના ચેરમેન સતીશભાઈ ડી. વિઠલાણી સાથે તેમની યાત્રા, LIBF પાછળના વિઝન અને ભાવિ માર્ગ વિશે વાતચીત કરવામાં આવી હતી.

    LIBF એક્સ્પો 2026: મુંબઈમાં વૈશ્વિક...

    લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા આયોજિત LIBF એક્સ્પો 2026 આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈ ખાતે યોજાશે.

    * મિલન ગ્રુપ વોલિંગ્ટન દ્વારા ધ સેન્ટર, મિલોન રોડ, વોલિંગ્ટન SM6 9RPખાતે તા.૨૨ સુધી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્કઃ કાંતિભાઈ ગણાત્રા 020 8669 5014.

    આદિ શંકરાચાર્યે અનેક શંકાઓને

    આદિ શંકરાચાર્યનું જ્ઞાન હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ થયું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને સંસ્કૃતના વિદ્વાન પ્રોફેસર ડો. ગૌતમભાઇ પટેલ દ્વારા સંપાદિત આદિ શંકરાચાર્યના સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષામાં સંપાદિત અને અનુવાદિત જ્ઞાનસાગર સમાન 1થી 15 પુસ્તકોના સંપુટનું વિમોચન કર્યું હતું.

    સંસ્થા સમાચાર (અંક 24 જાન્યુઆરી...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    બ્રહ્મા કુમારીઝ યુકેઃ ધ લાઈટ રિટર્ન્સ ઈવેન્ટ યોજાયો

    બ્રહ્મા કુમારીઝ યુકે દ્વારા સંસ્થાના સ્થાપક બ્રહ્મા બાબાની જાન્યુઆરીમાં ચિરવિદાયની વર્ષગાંઠ નિમિત્તે લંડનમાં ગ્લોબલ કો-ઓપરેશન હાઉસ ખાતે ‘ધ લાઈટ રિટર્ન્સ’ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મા કુમારીઝ યુકે યુટ્યૂબ ચેનલ મારફત તેનું જીવંત પ્રસારણ કરાયું હતું જેનો લાભ ઓનલાઈન ઓડિયન્સે લીધો હતો.