* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JNખાતે તા. ૨૯-૫-૧૫ શુક્રવારે સાંજે ૭-૩૦ કલાકે ગાયત્રી જયંતિ પ્રસંગે ૧૦૮ સમૂહ ગાયત્રી મંત્રના જાપ થશે. તા. ૩૦-૫-૧૫ શનિવારથી તા. ૪-૬-૧૫ ગુરૂવાર દરમિયાન રોજ બપોરે ૪થી ૬ શ્રીમદ ભાગવદ્ ગીતા પર મંદિરના પૂજારી શ્રી જતીનભાઇ વ્યાસ ચિંતન સત્સંગનો લાભ આપશે. તા. ૩૧-૫-૧૫ના રોજ સવારે ૧૦-૩૦થી વટ સાવિત્રી વ્રતનું પૂજન થશે. તા. ૫-૬-૭ જૂન રોજ સાંજે ૭-૩૦થી ૯-૩૦ દરમિયાન ડો. ભાગીશ્વરી દેવીજીના સત્સંગનો લાભ મળશે. તા. ૬ જૂન સવારે ૧૦-૩૦થી ૪-૩૦ મહિલા ભજન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 01772 253 901.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
યુગાન્ડાના બુસોગા ડિસ્ટ્રીક્ટના ગોકુળીયા ગામ બુલોપાના રહેવાસી ભાઇ-બહેનો અને દીકરીઅોના સૌ પ્રથમ સંમેલનનું શાનદાર આયોજન તા. ૧૪-૬-૧૫ રવિવારના રોજ સવારે ૧૦થી સાંજના ૬.૩૦ દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર, સાઉથ હેરો, લંડનHA2 8AX ખાતે કરવામાં આવ્યું છે. યુગાન્ડા છોડ્યા પછીના અા પહેલા સ્નેહસંમેલનમાં પધારવા સૌ બુલોપાવાસીઅોને ભાવભીનું અામંત્રણ છે. પ્રવેશ મફત છે. સવારે ચા નાસ્તો તેમજ સાંજે ભોજનનો લાભ મળશે. સંપર્ક: પ્રભુદાસ મોદી 020 8204 1313, સુરેશભાઇ રાજા 07956 847191, દિલીપભાઇ રાજા 07956 847190.
શુક્રવાર તા. ૧૫મી મે ૨૦૧૫ના રોજ બાટલીના અલ-હિકમાહ સેન્ટર ખાતે ‘ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલી’ની રજત જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુ.એસ.એ.થી આ કાર્યક્રમ માટે ખાસ પધારેલ કવયિત્રી દેવિકા ધ્રુવના મુખ્ય મહેમાનપદે બાટલીના છ ગઝલકારોની કાવ્યકૃતિઅો સમાવેયેલ કવિ અહમદ ગુલ સંપાદિત ‘ગુલદાન’ તેમજ બાટલી અને બાટલી ગર્લ્સ હાઇ સ્કૂલના નવોદિત કવિઓની અંગ્રેજી રચનાઓ સમાવાયેલ પુસ્તક ‘Batley Bond’ અને ‘Batley Buds’નું વિમોચન કરવામાં આવ્યું હતું.
યુકેમાં ગુજરાતી કોમ્યુનિટીના સંગઠનો- સંસ્થાઓને સમર્થન આપતી છત્રસંસ્થા નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO-UK)ની સ્થાપના ૧૯૮૫માં કરાઇ છે. યુકેમાં ગુજરાતીભાષી લોકોને અસરકર્તા મુદ્દાઓ વિશે માહિતગાર કરવા, સલાહ આપવા, સાંકળવા અને પ્રતિનિધિત્વ કરવા તેમજ તેમના સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ભાષાકીય અને ધાર્મિક પ્રગતિ માટે કામ કરવા અને કોમ્યુનિટીઓમાં જાગરુકતા વધારવા અને તેમની જરૂરતોના સંદર્ભે વૈધાનિક અને વોલન્ટરી સંસ્થાઓ સમક્ષ નેશનલ ફોરમ તરીકે કામગીરી બજાવવાના કર્તવ્ય અને મિશન ધરાવતી NCGO-UK દ્વારા પદાધિકારીઓની નિયુક્તિ જાહેર થઈ છે.
અમદાવાદમાં આવેલા ચિન્મય મિશન કેન્દ્ર દ્વારા અનોખા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં કોરોનાના સંકટને લીધે લોકોમાં હતાશા વ્યાપી ગઈ છે તેને ધ્યાનમાં લઈને ‘સમસ્યા અનેક ઉપાય એક’ શીર્ષક હેઠળ સંત તુલસીદાસજી રચિત સંકટમોચન હનુમાન અષ્ટકમ્ વિશે ઓનલાઇન જ્ઞાનયજ્ઞ યોજવામાં આવ્યો હતો.
વેમ્બલીમાં બેસ્ટ સાઉથ ઈન્ડિયન ફૂડની લિજ્જત માણવા માટે જાણીતી એક માત્ર રેસ્ટોરન્ટ – ‘સરસ્વતી ભવન’. આ પ્યોર વેજિટેરિયન રેસ્ટોરન્ટમાં આપને મળશે ૩૫થી વધુ વેરાઈટીના ઢોંસા અને સ્વાદિષ્ટ સાઉથ ઈન્ડિયન, પંજાબી અને ચાયનીઝ વાનગીઓ. ખાસ જૈન અને સ્વામિનારાયણ ફૂડ માટે જાણીતી ‘સરસ્વતી ભવન’ રેસ્ટોરન્ટ.
BAPSસ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૧૧ સપ્ટેમ્બર, ભાદરવા વદ નવમીને દિવસે તિથી મુજબ અને રવિવાર, ૧૩ સપ્ટેમ્બરે અંગ્રેજી તારીખ પ્રમાણે પૂ.મહંત સ્વામીનો ૮૭મો જન્મજયંતી ઉત્સવ હતો. તેની વિવિધ કાર્યક્રમો દ્વારા ભવ્ય ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૯થી ૧૨ સપ્ટેમ્બર દરરોજ રાત્રે ૯ થી ૧૦ દરમ્યાન ઓનલાઈન વિશિષ્ટ સભાનું આયોજન કરાયું હતું. હરિભક્તોએ ૧૧થી૧૩ સપ્ટેમ્બર સુધી પૂ.મહંત સ્વામીની પ્રાતઃપૂજાના ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો.
અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપીના ચેરમેન શ્રી લાલુભાઇ પારેખને નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેસન્સ દ્વારા તાજેતરમાં હેરોના કડવા પાટીદાર સેન્ટર ખાતે ગુજરાત ડે પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી અને બ્રિટનમાં વસતા ગુજરાતીઅોને અપાયેલી સેવાઅો બદલ એવોર્ડ એનાયત કરાયો હતો.
વિશ્વવિખ્યાત બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી પ.પૂ. પ્રમુખ સ્વામીના અનુગામી તરીકે બિરાજ્યા છે. જેમનું દીક્ષિત નામ સાધુ કેશવજીવનદાસ છે. તેઓ ભગવાન શ્રી સ્વામીનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના છઠ્ઠા ગુરુદેવ છે.
૧૨ સપ્ટેમ્બરે પરમ શક્તિ પીઠ, યુકે (PSP) અને હિંદુ ફોરમ ઓફ બ્રિટન (HFB) દ્વારા જૈન હિંદુ ઓર્ગન ડોનેશન(JHOD) સ્ટીયરીંગ ગ્રૂપની સહાયથી અંગ દાનના વિષય પર ઓનલાઈન વેબીનાર યોજાઈ ગયો.
