સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    • SHITAL દ્વારા તા.૨૦.૦૯.૨૦ને રવિવારે સતત ૧૦મા વર્ષે લંડન (વેમ્બલી), લેસ્ટર, રેડીંગ અને મિલ્ટન કેઈન્સમાં ‘વોક ફોર સાઈ – કોવિડ રીલીફ વર્ક’ ચેરિટી વોકનું આયોજન કરાયું છે. ભાગ લેનાર વ્યક્તિઓ કેશ, કાર્ડ અથવા JustGiving વેબપેજ https://www.justgiving.com/fundraising/walkforsai2020 દ્વારા ડોનેશન એકત્ર કરી શકશે.

    ચેરિટી વોકનો રૂટઃ • લંડન – વેમ્બલીના શિરડી સાઈ બાબા મંદિરથી નીકળીને ૧૦ માઈલ ફરીને ત્યાં જ પાછી આવશે • લેસ્ટર – કોટન સ્ટ્રીટના શિરડી સાઈ બાબા મંદિરથી નીકળીને ૧૦ માઈલ ફરીને ત્યાં જ પાછી આવશે • રેડીંગ – વેસ્ટ સ્ટ્રીટના શિરડી સાઈ બાબા મંદિર અને કોમ્યુનિટી સેન્ટરથી નીકળીને ૭ માઈલ ફરીને ત્યાં જ પાછી આવશે • મિલ્ટન કેઈન્સ – લંગભગ ૭થી ૧૦ કિ.મી.નો રૂટ રહેશે

    સંપર્ક. લંડન - 0208 902 2311, લેસ્ટર - 0116 367 1833, રેડીંગ - 0118 959 1084 અને મિલ્ટન કેઈન્સ - 0208 902 2311 ઈમેલ - [email protected]

    હિંદી સમિતિ યુકે દ્વારા તા.૮ અને તા.૧૬ ઓગસ્ટે બાળકો માટે પાંચ વિષયો પર ઓનલાઈન હિંદી ભાષણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. બ્રિટનના ઘણાં શહેરો તથા ઝ્યુરિચ, સ્વીત્ઝર્લેન્ડમાંથી ૯થી ૧૭ વર્ષના લગભગ ૭૫ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાં ભાગ લેનાર VHP ઈલ્ફર્ડ હિંદી ક્લાસનો એક વિદ્યાર્થી પ્રથમ ક્રમે વિજેતા બન્યો હતો. VHP ઈલ્ફર્ડ મેનેજમેન્ટ કમિટીએ આ સિદ્ધિ બદલ તેના માતા-પિતા અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

    બર્મિંગહામ પ્રગતિ મંડળ દ્વાર

    શ્રી બર્મિંગહામ પ્રગતિ મંડળે (શ્રી કૃષ્ણ મંદિર) કોરોના વાયરસ રોગચાળાના આ કપરા સમય દરમિયાન, એન.એચ.એસ. સુપરહીરો - ડોકટરો, નર્સો, સ્વયંસેવકો અને દર્દીઓની સહાય માટે અપીલ શરૂ કરી હતી. આ અપીલના જવાબમાં ઉદાર દાતાઓએ યુનિવર્સિટી હોસ્પિટલ બર્મિંગહામ-એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટને કુલ, ૧૨,૫૦૦ પાઉન્ડની રકમ દાનમાં આપી હતી.

    કોમ્યુનિટીઝને કોરોના સામે સા

    કોરોના વાઈરસ સામેની લડાઈમાં સતર્ક રહેવાના અનુરોધ સાથે તાજેતરમાં અમલી બનાવાયેલા નવા નિયમો અને ગાઈડલાઈન્સનું પાલન કરીને સલામત રહેવાનો અનુરોધ કરવામાં ફેઈથ લીડર્સ સાથે હેલ્થના વડાઓ જોડાયા હતા.

    આખા વિશ્વના મનુષ્યો અત્યારે અનેક પ્રકારના દુઃખો અને અશાંતિના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમાંથી બહાર નીકળવાના એક માર્ગ તરીકે અને આંતરિક શાંતિ અને શક્તિ પ્રાપ્ત કરવા રાજયોગ શિબિરનું આયોજન ઓનલાઈન ‘ઝૂમ’ (Zoom)ના માધ્યમથી અનુભવી ટીચર્સ દ્વારા સોમવાર તા.૫.૧૦.૨૦થી રવિવાર તા.૧૧.૧૦.૨૦ દરરોજ સાંજે ૬.૩૦થી ૮ દરમિયાન કરવામાં આવ્યું છે.

    ‘ઈન્ડિયા અનલિમિટેડ’ પુસ્તકનુ...

    દુનિયાના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ પૈકી એક શ્રી અરવિંદ પાનાગરિયા લિખિત ‘ઈન્ડિયા અનલિમિટેડ’ પુસ્તકના ડિજીટલ વિમોચનનું નહેરુ સેન્ટર યુકે ખાતે તા.૨૪.૦૯.૨૦ને ગુરુવારે બપોરે ૩.૩૦ વાગે (યુકે સમય) તથા સાંજે ૭.૩૦ (IST) આયોજન કરાયું છે. પુસ્તકના લેખક, કોલમ્બિયા યુનિવર્સિટીના પ્રોફેસર અને નીતિ આયોગના ભૂતપૂર્વ વાઈસ ચેરમેન શ્રી પાનાગરિયા સાથે નહેરુ સેન્ટરના ડિરેક્ટર શ્રી અમીષ ત્રિપાઠી વાતચીત કરશે.

    યુ.કે.ના ગુજરાતીઓની સંસ્થા શ્રીએમ દ્વારા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ૭૦મી વર્ષગાંઠ ૧૭ સપ્ટેમ્બરે એક ઓન લાઇન વેબીનાર અહિંસા વિશ્વભારતીના સંસ્થાપક જૈનાચાર્ય ડો. લોકેશના સાન્નિધ્યમાં યોજાયો જેમાં ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સંબોધન કર્યું. 

    ચિન્મય મિશન દ્વારા શ્રીમદ્ ભા

    ચાતુર્માસમાં અધિક માસના સુયોગને ધ્યાનમાં લઈને ચિન્મય મિશન - અમદાવાદ દ્વારા ૧૮ સપ્ટેમ્બરથી શ્રીમદ્ ભાગવત સ્તુતિમાલા જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે.

    BAPSના વડા પૂ. મહંત સ્વામીનું નેન

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામી નેનપૂરમાં રહ્યા રહ્યા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપે છે. પૂ. મહંત સ્વામી નિયમિતપણે શિક્ષાપત્રી તથા સત્સંગ દીક્ષાનું વાંચન કરે છે.