અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં આશાપુરી વસ્તી હિન્દુ સંમેલન સમિતિ દ્વારા વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બર્મિંગહામમાં આવેલા ગુજરાતી હિન્દુ સત્સંગ મંડળ દ્વારા આ વર્ષે મહાશિવરાત્રી પર્વે - સંભવતઃ યુકેમાં પ્રથમ વખત - 1008 કમળફૂલો વડે વિશેષ શિવપૂજા કરાઇ હતી.
નિસડનમાં આવેલા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સોમવારે હોળી પર્વની રંગેચંગે ઉજવણી કરાઇ હતી.
જીએસએસ મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી, જેમાંથી 500થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને હોલિકા માતાનું પૂજન-અર્ચન કર્યું હતું.
અમેરિકા-ઈરાન યુદ્ધના પગલે મિડલ ઇસ્ટના દેશોમાં પણ અશાંતિનો માહોલ સર્જાયો છે ત્યારે બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામીના નેતૃત્વમાં સ્વયંસેવકો પોતાના જીવની પરવા કર્યા વગર હૃદયપૂર્વક સેવા આપી જાણે સાચા શાંતિદૂત બની રહ્યા છે.
તીર્થધામ સારંગપુરમાં રવિવાર - આઠ માર્ચના રોજ પ.પૂ. મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં ‘રંગો રંગો મહંતજી રંગો’ થીમ અંતર્ગત ફૂલદોલ રંગોત્સવ (પુષ્પદોલોત્સવ) ધામધૂમપૂર્વક ઉજવાયો હતો.
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં વધુ એક ઐતિહાસિક ‘ભાગવતી દીક્ષા (સંત દીક્ષા) મહોત્સવ’ અત્યંત ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો. બુધવારે યોજાયેલા આ ઐતિહાસિક પ્રસંગે 33 નવયુવાન સુશિક્ષિત પાર્ષદોને પ.પૂ. મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે સંત દીક્ષા પ્રદાન કરાઇ હતી. આ યુવાનોએ બે વર્ષ પૂર્વે પાર્ષદી દીક્ષા પ્રાપ્ત કરી હતી.
વૈષ્ણવ યુથ ઓર્ગેનાઇઝેશન્સ યુ.કે.ના સ્ટુડન્ટસે ગત ૧લી માર્ચ, રવિવારે સાઉથ લંડનના બાલમ ખાતે શ્રીનાથજી હવેલીમાં રંગેચંગે હોલી અને ડોલ ઉત્સવ ઉજવ્યો હતો. બપોરે ૧૨ થી ૩ વાગ્યા સુધી યોજાયેલા આ ડોલ ઉત્સવમાં નોર્થ, સાઉથ, વેસ્ટ અને ઇસ્ટ લંડનમાંથી કોચ મારફતે સૌ બાલમ હવેલીમાં પધાર્યા હતા.
સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર અમદાવાદના સંતો દ્વારા વડોદરાના ગોત્રી વિસ્તારમાં યોજાયેલી સત્સંગ સભાને સંબોધતા સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમે ‘સ્ટ્રેસ મેનેજમેન્ટ’ જ્યારે શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ ‘સત્સંગ સુખદાયી’ વિષય પર પ્રેરણાદાયી પ્રવચન આપ્યા હતા.
