કેન્યામાં નૈવાસા હિન્દુ મંદિર ખાતે 26 માર્ચના રોજ રામનવમી પર્વની રંગેચંગે ઉજવણી કરાઇ હતી.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
દેશની રાજધાનીમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામમાં નીલકંઠ વર્ણીની 108 ફૂટ ઊંચી મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો. ભગવાન સ્વામિનારાયણના બાળ તપસ્વી સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરતી આ મૂર્તિ નીલકંઠ વર્ણીને એક પગ પર ગહન ધ્યાનમગ્ન અવસ્થામાં દર્શાવે છે. બાળસ્વરૂપે ચાર માસ સુધી નિર્જળ અને નિરન્ન રહીને પુલહાશ્રમમાં કરેલા તપનું આ જીવંત પ્રતિબિંબ છે. માત્ર 11 વર્ષની ઉંમરે શરૂ થયેલી ભારતભરની તેમની સાત વર્ષની કલ્યાણયાત્રાનું આ દિવ્ય પ્રતિનિધિત્વ છે.
ચૈત્ર સુદ નોમ એટલે અધર્મ પર ધર્મના વિજયનું પર્વ અને પરબ્રહ્મ પરમાત્માના ધરા પર અવતરણનો મંગલકારી દિવસ. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય પ્રાગટ્યના આ અવસરને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-મેમનગર ખાતે અત્યંત ધામધૂમ અને ભક્તિસભર માહોલમાં ઉજવાયો હતો.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના સંરક્ષણ કાજે કાર્યરત દેશની સર્વોચ્ચ સંસ્થા ‘હિન્દુ ધર્મ આચાર્ય સભા’નું નવમું અધિવેશન કર્ણાટકની રાજધાની બેંગ્લોર ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું. આચાર્ય સભાના ટ્રસ્ટી તથા આદિ ચૂનચૂનગિરિ મઠના વડા ધર્મગુરુ પૂજ્ય નિર્મળાનંદનાથજી મહારાજ આ અધિવેશનના મુખ્ય યજમાનપદે હતા. આર્ષ વિદ્યામંદિરના સુપ્રસિદ્ધ સંત સ્વામી દયાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા સ્થાપિત આ હિન્દુ ધર્મ આચાર્ય સભામાં ભારતભરના 200 વર્ષથી પણ વધુ જૂના વિવિધ સંપ્રદાયોના આશરે 90 જેટલા મૂર્ધન્ય ધર્માચાર્યોએ ઉપસ્થિત રહીને એકતાનાં દર્શન કરાવ્યાં હતાં.
ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) - પ્રેસ્ટન ખાતે પહેલી એપ્રિલે હનુમાન જયંતીની ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. મુખ્ય યજમાન જયંતીભાઈ, ઉષાબેન નાયી અને તેમના પરિવારે પરંપરાગત પૂજનવિધિ સાથે ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. બાદમાં ભક્તોએ શ્રદ્ધાભેર હનુમાન ચાલીસાના 11 પાઠ કર્યા હતા. સાંજે હનુમાનજીની આરતી બાદ પ્રસાદ વિતરણ કરાયું હતું.
ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના સંરક્ષણ કાજે કાર્યરત દેશની સર્વોચ્ચ સંસ્થા ‘હિન્દુ ધર્મ આચાર્ય સભા’નું નવમું અધિવેશન કર્ણાટકની રાજધાની બેંગ્લોર ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું. આચાર્ય સભાના ટ્રસ્ટી તથા આદિ ચૂનચૂનગિરિ મઠના વડા ધર્મગુરુ પૂજ્ય નિર્મળાનંદનાથજી મહારાજ આ અધિવેશનના મુખ્ય યજમાનપદે હતા.
રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન-મણિનગરને પ્રતિષ્ઠિત શ્રી મુક્તજીવન પર્યાવરણ રક્ષીય ગૌરવ એવોર્ડ તથા સન્માન પત્ર એનાયત કરાયા હતા. ધર્મના પ્રચાર સાથે સાથે પર્યાવરણને બચાવવા માટે વૃક્ષ સંવર્ધન, જતન અને જનજાગૃતિ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી માટે સંસ્થાને આ એવોર્ડ એનાયત થયો છે.
રાજકોટની મધ્યમાં આવેલા શાસ્ત્રી મેદાનમાં આધ્યાત્મિકતા અને ભક્તિનો અદભૂત સંગમ સર્જાયો હતો. શ્રીમદ્દ રાજચંદ્રજીના 125મા સમાધિ દિવસ નિમિત્તે યોજાયેલા ચાર દિવસીય ભવ્ય ઉત્સવ ‘પરમ કૃપાળુ દેવ પરમ પ્રયાણ પર્વ’માં દેશભરના સંતો, આધ્યાત્મિક આગેવાનો અને સાધકો વિશાળ સંખ્યામાં એકત્રિત થયા હતાં.
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ દિલ્હી વિચરણ કર્યા બાદ હાલ ભાવનગર પધાર્યા છે.
