એકતા, સેવા અને સાંસ્કૃતિક સાતત્યતાના સહભાગી વિઝનને દર્શાવતા હ્યુસ્ટનના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરે નવા ઉદ્ઘાટન કરાયેલા ટેક્સાસ હિન્દુ કેમ્પસાઈટ ખાતે હ્યુસ્ટનમાં 40થી વધુ હિન્દુ મંદિર અને સંસ્થાઓની છત્રસંસ્થા હિન્દુઝ ઓફ ગ્રેટર હ્યુસ્ટન સાથે સહકાર અને સંવાદદિનમાં ભાગ લીધો હતો. આ મેળાવડો સેવાની પહેલ અને યુનિટી ફોરમ સ્વરૂપે કાર્યરત હતો, જેના થકી હિન્દુ મૂલ્યો અને સામુદાયિક બંધનોને મજબૂત બનાવવાના સામૂહિક પ્રયાસોનો પુનરુચ્ચાર કરાયો હતો.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે નિર્મિત નવ મંદિર પૈકીના પાંચમા જેતલપુર - ધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાને 200 વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક પ્રસંગ નિમિત્તે દ્વિશતાબ્દી પાટોત્સવની ભવ્ય ઉજવણીનો આરંભ વિજયસ્તંભ સ્થાપનાથી કરાયો છે.
શ્રી નરનારાયણદેવ પીઠાધિપતિ આચાર્યશ્રી કોશલેન્દ્રપ્રસાદ મહારાજ તથા તેજેન્દ્રપ્રસાદ મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી, ભાવિ આચાર્ય વ્રજેન્દ્રપ્રસાદ મહારાજની અધ્યક્ષતામાં આગામી પાંચથી 11 માર્ચ દરમિયાન આ મહોત્સવ ધામધૂમથી ઉજવાશે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ઇસ્ટ લંડન શ્રી સ્વામિનારાયણ મંદિરે શિક્ષાપત્રીની દ્વિશતાબ્દી નિમિત્તે પાંચ દિવસીય ઉજવણીનું આયોજન થયું હતું. કદમાં નાનો, પવિત્ર છતાં ઊંડાણભર્યું જ્ઞાન ધરાવતો આ શિક્ષાપત્રી ગ્રંથ 1826માં ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા લખાયેલો છે.
અમદાવાદ શહેરના છારોડીસ્થિત વિખ્યાત શિક્ષણસંસ્થાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)ના અધ્યક્ષ અને સનાતન સંસ્કૃતિના પ્રખર ઉદ્ઘોષક પ.પૂ. ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના જીવનના 75 વર્ષ પૂર્ણ થતા રવિવારે એક ભવ્ય અને ઐતિહાસિક ‘અમૃતવંદના મહોત્સવ’ ઉજવાયો હતો.
સુપ્રસિદ્ધ તીર્થધામ સારંગપુર ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ પ.પૂ. મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં સોમવારે એક ભવ્ય દીક્ષા મહોત્સવ સંપન્ન થયો હતો. જેમાં 29 સુશિક્ષિત યુવાનોએ સંસારનો ત્યાગ કરી સેવા અને અધ્યાત્મના માર્ગે પ્રયાણ કર્યું હતું.
અમદાવાદ શહેરમાં ખોડિયાર ગામ - ઘુમા ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત કથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવપૂર્ણ હાજરી આપી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કથા શ્રાવકોને ઉદ્બોધન કરતાં કહ્યું હતું કે, સત્સંગ એ માનવ જીવન માટે અનિવાર્ય છે. તેમણે નમ્રતાપૂર્વક સ્વીકાર્યું હતું કે જનતા દ્વારા પાડવામાં આવતી દરેક તાળી અને વ્યક્ત કરવામાં આવતો વિશ્વાસ સરકારની જવાબદારીમાં અનેકગણો વધારો કરે છે.