• મહાત્મા ગાંધી ફાઉન્ડેશન યુ.કે.ના ઉપક્રમે ગાંધી જયંતિની વર્ચ્યુઅલ ઉજવણી શનિવાર તા. ૩ ઓક્ટોબર ૨૦૨૦ના સાંજે ૪ થી ૬ (યુ.કે.સમય) કરવામાં આવશે. જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર, ગ્રીનફર્ડના પૂજારીશ્રી કાર્યક્રમનું સંચાલન કરશે. નીચે જણાવેલ લીંકમાં એનું જીવંત પ્રસારણ થશે. બાપુના પ્રિય ભજનો, રાષ્ટ્રીય અને લોકગીતો વાર્તા સ્વરૂપે રજુ થશે. ફાઉન્ડેશનની કમિટી તરફથી સૌને ભાવભર્યું આમંત્રણ. * Facebook.com/jalaramtv *youtube.com/jalaramtv *jalaram.tv *MATV Sky 711
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
૧૯૬૦-૭૦ના દાયકાની બોલીવુડની મોસ્ટ બ્યુટીફુલ, હાઇએસ્ટ પેઇડ અભિનેત્રી "મિસ્ટ્રી ગર્લ" સાધનાજીની ફિલ્મોના ગીતોની એક સુમધુર સંધ્યા નવનાત વડિલ મંડળ યુ.કે. એ ૨૬ સપ્ટેમ્બર શનિવારે "એક સૂરીલી શામ, સાધનાજીકે નામ" નું આયોજન ઝૂમ પર કરી વડિલોને એમની જવાનીની યાદ તાજી કરાવી હતી. કૃતિ સ્વરાવલિ પ્રસ્તુત મહેફિલમાં અમદાવાદના જાણીતા કલાકારો કૃતિ જાની અને નીલેશ વ્યાસના કંઠે સાધનાજીના હીટ ગીતોની મહેફિલે શ્રોતાજનોના દિલ જીતી લીધાં હતાં. "લગ જા ગલે...થી શરૂ થયેલ ગીતોની સફર 'અભી ના જાઓ છોડકર, યે દિલ અભી ભરા નહિ...”જેવા કાનોમાં ગૂંજતા ગીતોની સાંજ યાદગાર બની રહી."મેરા સાયા, હમ દોનોં, મેરે મહેબૂબ, વોહ કૌન થી, વક્ત, અસલી-નકલી, અનિતા, આરઝૂ, મુસાફિર, એક હસીના, રાજકુમાર, એક ફુલ દો માલી આદી હીટ ફિલ્મોના ગીતોમાં સાધના યુગ જીવંત બન્યો હતો.
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના માધ્યમ દ્વારા લાભ લઈ રહ્યા છે. અગાઉ પૂ. મહંત સ્વામીએ ઈંગ્લિશમાં પ્રસિદ્ધ થયેલા ધાર્મિક પુસ્તક ‘રાજીપોઃ ધ પર્પઝ એન્ડ પ્રોસેસ ઓફ પ્લીઝીંગ ગોડ’નું વિમોચન પણ કર્યું હતું.
ભક્તિવેદાંત મેનોરનો શ્રી કૃષ્ણ હવેલી પ્રોજેકટ પૂર્ણ થયો છે. ઘણાં પડકારોના સામના પછી આ પ્રોજેક્ટ સ્વપ્નથી વાસ્તવિકતામાં પરિણમ્યો છે. સંજોગોની અનુકુળતાએ આ હવેલીનું વિધિસર ઓપનીંગ થશે. હાલ કોવિડ-૧૯ની ગાઈડલાઈન્સના પાલન સાથે બિલ્ડીંગનો વપરાશ પણ થઈ રહ્યો છે.
ધ નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન (NCGO) યુકે દ્વારા રાષ્ટ્રપિતા ગાંધીજીને તેમની ૧૫૧મી જન્મજયંતીએ આદરાંજલિ અર્પણ કરવા આયોજિત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ગુજરાતના શિક્ષણપ્રધાન શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, પદ્મશ્રી સાંસદ બોબ બ્લેકમેન, પદ્મશ્રી સાંસદ બેરી ગાર્ડિનેર, સાંસદ વિરેન્દ્ર શર્મા, લોર્ડ જિતેશ ગઢિયા, લોર્ડ રેમી રેન્જર, ભારતીય હાઈ કમિશનના શ્રી રોહિત વઢવાણા, BAPSના રેના અમીન અને ગુજરાતી રેડિયોના જાસ્મીન વિઠલાણી સહિતના મહાનુભાવો પણ સામેલ થયાં હતાં.
ધ નેહરુ સેન્ટર અને ભારતીય હાઈ કમિશન દ્વારા મહાત્મા ગાંધીના જન્મને ૧૫૦ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે બીજી ઓક્ટોબરે ‘મહાત્મા ગાધી એન્ડ ધ યુકે’ની વર્ચ્યુઅલ ઉજવણીનું ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વક્તાઓમાં યુકેસ્થિત ભારતના હાઈ કમિશનર શ્રીમતી ગાયત્રી કુમાર, ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટના અધ્યક્ષ લોર્ડ મેઘનાદ દેસાઈ, બેરોન ઓફ મેફેર લોર્ડ રેમી રેન્જર CBE, પ્રસિદ્ધ ગાંધીવાદી વિદ્વાન પ્રોફેસર સતીષ કુમાર, ધ ઈન્ડિયા લીગના ચેરમેન શ્રી સી.બી. પટેલ અને ધ નેહરુ સેન્ટરના ડાયરેક્ટર શ્રી અમીષ ત્રિપાઠીનો સમાવેશ થયો હતો. લેખિકા અને મોટિવેશનલ સ્પીકર શ્રીમતી રાગેશ્વવરી લૂમ્બા સ્વરુપે ઈવેન્ટનું સંચાલન કર્યું હતું.
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના માધ્યમ દ્વારા લાભ લઈ રહ્યા છે. પૂ. મહંત સ્વામી નેનપૂરમાં રહ્યા રહ્યા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપે છે. દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ હરિભક્તો પ્રાપ્ત કરી રહ્યા છે.
• શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશન યુકે દ્વારા તા.૧૭.૧૦.૨૦ને શનિવારથી તા.૨૪.૧૦.૨૦ને શનિવાર સુધી સાંજે ૭થી ૮ દરમિયાન વર્ચ્યુઅલ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. રમણભાઈ બાર્બર (PRO) - 07533 606 973, અશ્વિન ગલોરિયા (સેક્રેટરી) 07914 000 675
ભારતના વિદેશ મંત્રાલયના ઓવરસીઝ ઈન્ડિયન અફેર્સ – II ડિવિઝન દ્વારા ‘ભારત કો જાનીયે’ ક્વિઝ ૨૦૨૦-૨૧નું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્વિઝમાં ભાગ લઈને ભારતની મુલાકાતની તક મેળવો. આ ક્વિઝમાં PIO, NRI અને Foreigners એમ ત્રણ કેટેગરીમાં ૧૮થી ૩૫ વર્ષની વય વચ્ચેની વ્યક્તિઓ ભાગ લઈ શકશે.
શ્રી કચ્છી લેવા પટેલ કોમ્યુનિટી યુકે (SKLPC UK) દ્વારા ૧૧ ઓક્ટોબરને રવિવારે સવારે ઓનલાઈન વાર્ષિક મેળાનું આયોજન કરાયું હતું. બ્રિટિશ અને ભારતીય રાષ્ટ્રગીત સાથે થયેલા પ્રારંભ પછી સેટર ડે સ્કૂલના બાળકોએ પ્રાર્થના તથા કેરા - કુન્દનપર ગામના બાળકોએ ભગવાન સ્વામીનારાયણની આરતીનું ગાન કર્યું હતું. તે પછી શ્રી સ્વામીનારાયણ મંદિર, ભૂજના પૂ. ધર્મનંદન દાસજીએ આશીર્વચન પાઠવ્યા હતા.
