સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    સરદાર પટેલ યુનિવર્સિટીના બી.એ

    શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શિક્ષણ ક્ષેત્રે પ્રશિક્ષણાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક સરાહનીય અને પ્રેરણાદાયી નિર્ણય લેવાયો છે. સરદાર પટેલ યુનિવર્સિટીના બેચલર ઓફ એજ્યુકેશન અભ્યાસક્રમની એક્સટર્નલ પરીક્ષામાં સમગ્ર યુનિવર્સિટીમાં સૌથી વધુ માર્ક્સ મેળવનાર તેજસ્વી પ્રશિક્ષણાર્થીને પ્રતિવર્ષ ‘વડતાલધામ શિક્ષાપત્રી ગોલ્ડ મેડલ’ એનાયત કરાશે. 

    સરદારધામ દ્વારા અમદાવાદ ખાતે સ્થાપક ટ્રસ્ટીઓ, ટ્રસ્ટીઓ અને યુવા સંગઠન હોદ્દેદારોની બે દિવસીય ઐતિહાસિક ચિંતન શિબિર યોજાઇ હતી. સ્વામી વિવેકાનંદજીના નિર્વાણ દિન 4 જુલાઇથી શરૂ થયેલી આ શિબિરમાં સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાતના બહારના રાજ્યોમાંથી પણ ટ્રસ્ટીઓ જોડાયા હતા.

    સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલધામના સેવાકાર્યોની સુવાસ દરિયાપારના દેશોમાં પણ મહેકી રહી છે. સંસ્થાના આ સેવાકાર્યોની સવિશેષ નોંધ લેતા સિડનીના જનપ્રતિનિધિએ એક લાખ ડોલરની કોમ્યુનિટી વાન ભેટમાં આપી છે.

    નીસડન ટેમ્પલના યુવા વોલન્ટીઅ

    નીસડન ટેમ્પલના યુવા વોલન્ટીઅર્સે યુકે હાઉસ ઓફ લોર્ડ્સમાં જાહેર સેવા, રાજકારણ અને આસ્થાના વિષયોને સાંકળતી પ્રેરણાદાયી સાંજનો લહાવો લીધો હતો. લોર્ડ કૃષ્ણ રાવલ OBEના યજમાનપદે આયોજિત આ ઈવેન્ટમાં જાહેર સેક્ટરના વિવિધ વિભાગોમાં કાર્યરત BAPS સ્વામિનારાયણ સંસ્થાના વોલન્ટીઅર્સ સાથે પેનલચર્ચા કરાઈ હતી. 

    અમદાવાદ સ્થિત અગ્રણી શિક્ષણ સંસ્થાન એસજીવીપી - છારોડીના વડા પૂ. માધવપ્રિયદાસજીએ  તાજેતરમાં અમેરિકામાં વિચરણ દરમિયાન એરિઝોના સ્ટેટમાં આવેલી વિખ્યાલ લોવેલ ઓબ્ઝર્વેટરીની મુલાકાત લઇને બ્રહ્માંડ દર્શનનો લ્હાવો લીધો હતો. 

    અનોખું સન્માનઃ યુએસના જેકસન સ

    અમેરિકાના મિસિસિપી રાજ્યના જેક્સન શહેરના મેયર જ્હોન હોર્ને આઠ જુલાઈના દિવસને ‘પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામી દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. 

    ધ એશિયન વિમેન કેન્સર ગ્રૂપ દ્વારા હેલ્થ એન્ડ વેલબીઈંગ અવેરનેસ ડે ઉજવાયો

    ધ એશિયન વિમેન કેન્સર ગ્રૂપ (AWCG) દ્વારા રવિવાર 5 જુલાઈ, 2026ના રોજ કેન્ટનમાં હેરો મેસોનિક સેન્ટર ખાતે હેલ્થ એન્ડ વેલબીઈંગ અવેરનેસ ડેની યજમાની કરવામાં આવી હતી. આરોગ્ય, સ્વાસ્થ્ય, કેન્સર જાગૃતિ અને કોમ્યુનિટી સપોર્ટને સમર્પિત દિવસના આ ઈવેન્ટમાં હેલ્થકેર પ્રોફેશનલ્સ, કોમ્યુનિટી સંસ્થાઓ, સ્થાનિક બિઝનેસીસ, વોલન્ટીઅર્સ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

    બર્મિંગહામ જૈન આશ્રમની ગોલ્ડન જ્યુબિલી ઉજવાઈ

    શનિવાર 11 જુલાઈ 2026ના રોજ બર્મિંગહામ જૈન આશ્રમ દ્વારા તેની સ્થાપનાના 50 વર્ષ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટ વાસ્તવમાં અવિસ્મરણીય બની રહ્યો હતો. જૈન સાધુ આચાર્ય સુશીલ કુમાર મહારાજના આશીર્વાદ સાથે 1946માં આશ્રમની સ્થાપના થઈ હતી. આ સમયે ઈસ્ટ આફ્રિકા અને ભારતથી આવેલા થોડા પરિવારો તેના સભ્ય બન્યા હતા. સમયાંતરે આશ્રમ જૈન પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેલ છે.

    યુરોપના પ્રથમ હિન્દુ–જૈન–શીખ...

    અનુપમ મિશન દ્વારા ડેનહામમાં નિર્મિત યુરોપના પ્રથમ હિન્દુ, જૈન અને શીખ પરંપરા અનુસાર અંત્યેષ્ટિ સંસ્કાર માટેના સર્વાધુનિક ‘ૐ ક્રેમેટોરિયમ’નું લોકાર્પણ સંત ભગવંત સાહેબજીના પાવન સાન્નિધ્યમાં ભવ્ય અને ઐતિહાસિક રીતે સંપન્ન થયું. વર્ષોની તપશ્ચર્યા, સંકલ્પ અને સમાજના સહયોગથી સાકાર થયેલા આ કલ્યાણકારી પ્રકલ્પના શનિવારે યોજાયેલા લોકાર્પણ પ્રસંગે બ્રિટન સહિત વિવિધ દેશોમાંથી મોટી સંખ્યામાં ભક્તો, સમાજના અગ્રણી પ્રતિનિધિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

    યોગીજી મહારાજને રાજી કરવા ભગવ

    અનુપમ મિશન-ડેનહામની પવિત્ર ભૂમિના આધ્યાત્મિક ઇતિહાસમાં બુધવારે સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું હતું. આ પ્રસંગે શ્રી ગુરુ આજ્ઞા મંત્રદીક્ષા મહોત્સવ, ૐ ક્રિમેટોરિયમનો ઉદ્ઘાટન સમારંભ અને અનુપમ મિશનની સુવર્ણ જયંતી મહોત્સવ એમ ત્રિવિધ કાર્યક્રમ રંગેચંગે યોજાયા હતા. સંત ભગવંત સાહેબદાદાના દિવ્ય સાંનિધ્યમાં યોજાયેલા આ પાવન અવસરે સદગુરુ સાધુ પૂ. અશ્વિનદાદાના 85મા પ્રાગટ્ય પર્વની પણ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી.