સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    અમદાવાદ સ્થિત એસજીવીપી સ્વામિનારાયણ ગુરુકુળ-છારોડીના વડા પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામીના લંડન વિચરણ દરમિયાન કાર્ડિફમાં શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ખાતે પધરામણી કરતા  વેલ્સના પ્રથમ ભારતીય માનદ્ કાઉન્સેલ રાજ અગ્રવાલ સ્વામીજીએ તેમની મુલાકાત લઇને આશીર્વાદ લીધા હતા.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    જેમ કેરી પાકે તેમ મીઠી બને, તેમ...

    શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ ખાતે ભગવાન સમક્ષ ભવ્ય ‘કેરીનો મનોરથ’ યોજાયો હતો. આ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણ સમક્ષ કેરીના અવનવા 21 વ્યંજનો તૈયાર કરીને ભવ્ય અને આકર્ષક અન્નકૂટ ધરાવાયો હતો.

    હિન્દુ ઈકોનોમિક ફોરમ યુકે દ્વારા મેળાવડાનું આયોજન

    હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકે દ્વારા તેના સાઉથ લંડન ચેપ્ટરના ઈનિશિયેટિવના હિસ્સારુપે ગ્રેન્જ, વેલિંગ્ટન ખાતે એન્ટ્રેપ્રીન્યોર્સ, પ્રોફેશનલ્સ, ઈન્વેસ્ટર્સ અને કોમ્યુનિટી અગ્રણીઓના મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 100 લોકોની ઉપસ્થિતિમાં HEFના ચેરમેન સ્વામી વિજ્ઞાનાનંદજીના ધ હિન્દુ મેનિફેસ્ટોની શક્તિશાળી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં એન્ટરપ્રાઈઝ, લીડરશિપ અને સામૂહિક કાર્યો દ્વારા હિન્દુ સમુદાયના ભાવિને ઘડવા વધુ સક્રિય ભૂમિકા ભજવવાની પ્રેરણા આપવામાં આવી હતી.

    બેસ્ટવે ગ્રૂપ દ્વારા 33મી એન્યુઅલ ચેરિટી રેસ ડે

    બેસ્ટવે ગ્રૂપ દ્વારા શુક્રવાર 19 જૂને રોયલ એસ્કોટ ખાતે 33મી એન્યુઅલ ચેરિટી રેસ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. વોટર એઈડ માટે ભંડોળ એકત્ર કરવાના આ પ્રસંગે યુકેના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર અને મેઈડનહેડના બેરોનેસ થેરેસા મે, બેસ્ટવે ગ્રૂપના સ્થાપક સર અનવર પરવેઝ OBE H Pk અને બેસ્ટવે ગ્રૂપના ચેરમેન લોર્ડ ચૌધરી CBE SI Pk ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, પાર્લામનેન્ટના સભ્યો, ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓ, ડિપ્લોમેટ્સ અને બેસ્ટવેના અધિકારીઓ સહિત 750થી વધુ મહેમાનો પણ ઈવેન્ટમાં હાજર રહ્યા હતા.

    યુનાઈટેડ સ્ટેટ્સThe America250ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગ્લોબલ હિન્દુ અને સાઉથ એશિયન નોનપ્રોફિટ સંસ્થા BAPS ચેરિટીઝ દ્વારા નોર્થ અમેરિકામાં સ્થાનિક સખાવતી ઉદ્દેશોના સપોર્ટમાં 100થી વધુ શહેરોમાં 2026 સ્પિરીટ ઓફ સર્વિસ વોક-રનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50,000થી વધુ લોકો જોડાયા હતા. આ ઈવેન્ટ્સમાં શહેરોના પાર્ક્સ, ટાઉન સ્ક્વેર્સ અને કોમ્યુનિટી સેન્ટર્સ નાગરિક સંપર્ક તેમજ સ્વયંસેવાને ઉત્તેજન અને ગૌરવના કેન્દ્રોમાં ફેરવાયાં હતાં. America250 ઈનિશિયેટિવ અમેરિકા અને કેનેડામાં ફર્સ્ટ રિસ્પોન્ડર્સ, ફૂડ બેન્ક્સ, અને કેન્સર રિસર્ચ ગ્રૂપ્સ સહિત 90થી વધુ સંસ્થાઓ માટે લાભકારી પુરવાર થયેલ છે.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    હિન્દુ સમુદાયે સામાજિક હિતના

    ડેનહામ સ્થિત અનુપમ મિશન ખાતે રવિવારે ‘સંવાદિતા’ વિષય પર પ.પૂ. સંતભગવંત સાહેબજીની પ્રેરણાથી વિચારગોષ્ઠિ યોજાઈ હતી, જેમાં યુકેના હિન્દુ સમાજની એકતા, પ્રતિનિધિત્વ, ધાર્મિક શિક્ષણ, સામાજિક સહકાર અને ભાવિ પેઢીમાં સંસ્કારોના સિંચન જેવા મહત્વના વિષયો પર મંતવ્યો રજૂ કરાયા હતા. વિશેષ તો, ૐ ક્રિમેટોરિયમ અને તેના વિકાસ તેમજ તેના દ્વારા મળનાર લાભ અંગે પણ સૌને માહિતગાર કરાયા હતા. આ પ્રસંગે વિવિધ સંસ્થાનો, સંપ્રદાયોના અગ્રણી પ્રતિનિધિઓએ તેમજ મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની તથા પ.પૂ. સંતભગવંત સાહેબજીની ભાવનાને બિરદાવી. આ પ્રસંગે સૌ વક્તાઓએ એકસૂરે જણાવ્યું કે, યુકેમાં હિન્દુ સમાજ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપે છે, પરંતુ સમાજના હિતના મુદ્દાઓ પર વધુ સંગઠિત બનીને કાર્ય કરવાની જરૂર છે.

    જીવન આધુનિકતાથી નહીં, સંસ્કાર...

    અમદાવાદ શહેરમાં હિરાપુર ખાતેના શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ આનંદધામ ખાતે સત્સંગ સભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત સંતો અને હરિભક્તોએ ધ્યાન, ભજન તેમજ સમૂહ આરતીનો લાભ લીધો હતો.

    દિલ્હી અક્ષરધામના આંગણે રાષ્

    પાટનગર સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે રવિવારે બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાન (બીએપીએસ સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ) દ્વારા આયોજિત રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન – ‘કેશવ કાવ્ય કલરવ ૨૦૨૬’ ભવ્યતા અને ગૌરવ સાથે સંપન્ન થયું.