કોન્સોર્ટીયમ અોફ ગુજરાતી સ્કૂલ (સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડ) દ્વારા GCSEમાં ગુજરાતી ભાષાના વિષયની પરીક્ષાઅો જળવાઇ રહે તે માટે ચર્ચા વિચારણા અને ભાવિ આયોજનો કરવા માટે તા. ૩૦-૧૦-૧૫ના રોજ સાંજે ૭થી ૧૦ દરમિયાન કડવા પાટીદાર સેન્ટર, કેનમોર એવન્યુ, હેરો, મીડેક્ષ, HA3 8LUખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
નવનાત વણિક એસોસિયેશનની વાર્ષિક સામાન્ય સભા (AGM) રવિવાર 14 જૂન 2026ના રોજ યોજાઈ હતી. જેમાં 650થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વર્ષ 2026-2028ની મુદત માટે નવી એક્ઝિક્યુટિવ કમિટીની ચૂંટણી યોજાઈ હતી.
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૫-૧૦-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર ફતુભાઇ અને નેમાબેન મુલચંદાણી છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
અમદાવાદના છારોડી ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)માં 21 જૂનના રોજ ભવ્ય ઇન્ટરનેશનલ યોગ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું.
શ્રી વલ્લભ નિધિ યુકે અને શ્રીજીધામ હવેલી-લેસ્ટરના ઉપક્રમે શુક્રવાર, તા. 26 જૂનના રોજ સાંજે ૭.૪૫ વાગ્યે ષષ્ઠપીઠાધિશ્વર ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીનું ‘21મી સદીમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતા’ વિષય પર આધ્યાત્મિક પ્રવચન અને જેજેશ્રીનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો છે.. આ પ્રસંગે અનુપમ મિશનના વડા પ.પૂ. સંત ભગવંત જશભાઇ સાહેબ (સાહેબદાદા) અતિથિવિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહેશે. સૌ હરિભક્તોએ આ ભવ્ય પ્રસંગનો લાભ લેવા ધામેચા પરિવારનું હાર્દિક નિમંત્રણ.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
તાજેતરમાં અનુપમ મિશન-ડેનહામ ખાતે ગોસ્વામી 108 પરમ શ્રદ્ધેય શ્રી દ્વારકેશલાલજી મહારાજ પધાર્યા હોવાથી પ.પૂ. સાહેબદાદાના દિવ્ય સાંનિધ્યમાં એક ભવ્ય સત્સંગ સભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સનાતન હિન્દુ ધર્મના પ્રખર અનુયાયી અને ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ની ભાવના હૃદયમાં રાખનારા અગ્રણી શ્રેષ્ઠી શ્રી પ્રદીપભાઈ ધામેચા, વલ્લભનિધિ યુકેના ચેરમેન અને હિન્દુ સનાતન મંદિરના મુખ્ય સ્થાને બિરાજમાન શ્રી નરેન્દ્રભાઈ ઠકરાર તેમજ શ્રીજી ધામ હવેલી - લેસ્ટરના ટ્રસ્ટીઓ શ્રી અશોકભાઈ પટેલ અને શ્રી અશ્વિનભાઈ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અનુપમ મિશનના સંતો, ટ્રસ્ટીઓ અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજNHL -વી.એસ હોસ્પિટલમાં વિવિધ ક્ષેત્રે તબીબી ડિગ્રી મેળવી બ્રિટન આવીને વર્ષોથી સ્થાયી થયેલા ડોકટરોનું દર વર્ષે સમરમાં યુ.કે.ના જુદા જુદા શહેરો, નગરોમાં સ્નેહસંમેલન યોજાય છે.
ઐતિહાસિક તીર્થધામ સારંગપુર ખાતે બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં સત્સંગ દિન તથા પ્રેસ-મીડિયા સ્નેહમિલનની ઊજવણી કરવામાં આવી હતી. સમાજમાં સકારાત્મક્તા, આધ્યાત્મિક્તા અને સેવાભાવના સંદેશને જનજન સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા પત્રકારો અને મીડિયા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અમેરિકાના વર્જિનિયા રાજ્યના રોનોક શહેરના મેયર જોસેફ એલ. કોબ દ્વારા 22 જૂનને સત્તાવાર રીતે ડો. જ્ઞાનવત્સલ સ્વામી દિવસ જાહેર કરવામાં આવ્યો છે. હવેથી દરેક 22 જૂને રોનોક શહેરમાં ડો. જ્ઞાનવત્સલ સ્વામી દિવસની ઉજવણી કરાશે. આમ, બીએપીએસ સંસ્થાના ડો. જ્ઞાનવત્સલ સ્વામીને અમેરિકામાં ગૌરવપૂર્ણ સન્માન પ્રાપ્ત થયું છે. આ માટે રોનોક શહેરના મેયર દ્વારા ડો. જ્ઞાનવત્સલ સ્વામીને સર્ટિફિકેટ પણ અપાયું છે.
